Yuvraj Singh Reveals Shocking Details On Indian Captaincy, Says Expected To Be Named Captain Before MS Dhoni | કહ્યું- મને આશા હતી કે 2007 T-20 વર્લ્ડ કપનો કેપ્ટન હું બનીશ; પરંતુ ધોની બન્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Yuvraj Singh Reveals Shocking Details On Indian Captaincy, Says Expected To Be Named Captain Before MS Dhoni

2 દિવસ પહેલા

ભારતીય ક્રિકેટના બેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં સામેલ યુવરાજ સિંહનો સૌથી મોટો ઘટસ્ફોટ. યુવરાજે કહ્યું કે તે 2007 T-20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનવાની આશા રાખી રહ્યો હતો. પરંતુ તેના પર પાણી ફરી વળ્યું હતું. સિલેક્ટર્સે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકામાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો અને ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો.

વનડે વર્લ્ડ કપમાં હાર્યા પછી ટીમનું સંતુલન ખોરવાયું
યુવરાજે 22 યાર્ન્સ પોડકાસ્ટમાં કહ્યું- 2007ના વનડે વર્લ્ડ કપમાં અમે કારમી હારનો સામનો કર્યો હતો. હાર પછી ભારતીય ટીમમાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. ત્યારપછી અમારે ઈંગ્લેન્ડના 2 મહિનાના ટૂર પર જવાનુ હતું. વચ્ચે સાઉથ આફ્રિકા અને આયરલેન્ડમાં પણ એક મહિનાનું ટૂર હતું. ત્યારપછી T-20 વર્લ્ડ કપ યોજાયો હતો. અમે આ ટૂર્નામેન્ટથી ફક્ત 4 મહિના દૂર હતા.

યુવરાજ સિંહની (ડાબે) ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ઉજવણી કરતી ધોનીની સાથેની તસવીર

યુવરાજ સિંહની (ડાબે) ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ઉજવણી કરતી ધોનીની સાથેની તસવીર

સીનિયર્સને આરામ અપાયો, ત્યારે લાગ્યું હું કેપ્ટન બનીશ
યુવરાજે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા ટીમના ઘણા સિનીયર્સે વિરામ લેવાનો નિર્ણય કર્યો હતો અને T-20 વર્લ્ડ કપને ગંભીરતાથી લધો નહતો. મને થયું કે બધા સીનિયર આરામ કરી રહ્યા છે તો કેપ્ટન તરીકે મને પસંદ કરવામાં આવશે, પરંતુ અમ ન થયું અને ધોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

દ્રવિડ અને સચિને કેપ્ટનશિપનો અસ્વીકાર કર્યો
દ્રવિડે 2007માં કેપ્ટનશિપ પદનો ત્યાગ કર્યો હતો. દ્રવિડે T20 વર્લ્ડ કપમાંથી પણ વિરામ લેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ત્યારે સચિન તેડુંલકરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પણ ના પાડી દીધી હતી. તેડુંલકરે જ ધોનીને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપથી BCCIએ ધોનીને કેપ્ટનશિપ સોંપી હતી. ત્યારપછી આ નિર્ણય ભારતીય ક્રિકેટ માટે માસ્ટર સ્ટ્રોક રહ્યો હતો અને આ ઘટના અંગે BCCIના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પણ ઘણી વેળા ચર્ચાઓ કરી હતી.

યુવરાજે 2007ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.

યુવરાજે 2007ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.

ધોની કેપ્ટન બન્યો, પરંતુ દોસ્તી અકબંધ રહી
યુવરાજે જણાવ્યું હતું કે ધોની કેપ્ટન બન્યો તેમ છતાં અમારી દોસ્તી પહેલા જેવી જ રહી હતી. ટીમનો જે પણ કેપ્ટન બને આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. ભલે પછી એ ગાંગુલી હોય, દ્રવિડ હોય કે પછી બીજો કોઈપણ ખેલાડી. એક સારા ટીમ મેન બનવું જોઈએ અને મેં પણ એજ કર્યું હતું.

યુવરાજે ઝાહીર ખાનનો રસપ્રદ કિસ્સો શેર કર્યો
યુવરાજે ઝાહીર અંગે જણાવ્યું કે ગાંગુલી, દ્રવિડ અને સચિને T-20 વર્લ્ડ કપમાંથી વિરામ લીધો હતો. ત્યારપછી ઝાહીર ખાને પણ પોતાનો નિર્ણય BCCIને જણાવ્યો અને આરામ આપવાની અપિલ કરી હતી. ઝાહીરે કહ્યું હું લાંબા સમય સુધી ક્રિકેટ રમી ચૂક્યો છું.

2011ના વનડે વર્લ્ડ દરમિયાન ઝાહીર ખાન અને યુવરાજ સિંહ.

2011ના વનડે વર્લ્ડ દરમિયાન ઝાહીર ખાન અને યુવરાજ સિંહ.

ગેલના શતક દરમિયાન ટીમમાં સામેલ ન હોવાથી ઝાહીર ખુશ
યુવીએ કહ્યું હતું કે T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ હતી. ત્યારે ક્રિસ ગેઈલે 50-55 બોલમાં સદી નોંધાવી હતી. આ જોઈને રાત્રે ઝાહીરે મને ફોન કરીને કહ્યું હતું કે સારુ થયું મેં આ ટૂર્નામેન્ટમાં ભાગ નથી લીધો. ત્યારપછી અમે વર્લ્ડ કપ જીતી ગયો અને જે રાત્રે અમે જીત્યા ત્યારથી એણે મને મેસેજ કર્યો હતો કે અરે ના યાર! મારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો જોઈતો હતો.

ભારતે T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું
ભારતીય ટીમના ઓપનર ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સમયે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મિસ્બાહ ઉલ હકે 38 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઈરફાન પઠાણ અને આર.પી સિંહે 3-3 વિકેટ ઝડપી હતી.

2007 T-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારતીય ટીમની તસવીર

2007 T-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારતીય ટીમની તસવીર

અમે T-20 વર્લ્ડ કપ પહેલા ખાસ પ્રેક્ટિસ કરી નહતી
યુવરાજે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ એટલે પ્રેક્ટિસ નહતી કરી કારણ કે અમે એક યંગ ટીમ હતા. અમારી પાસે કોઈ આંતરરાષ્ટ્રીય કોચ પણ નહતો. લાલચંદ રાજપૂત અમારા કોચ હતા અને વેંકટેશ પ્રસાદ બોલિંગ કોચ હતા. એક યુવા કેપ્ટન અને ટીમ સાથે અમે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. અમે માત્ર આ ટૂર્નામેન્ટને એન્જોય કરવા આવ્યા હતા.

યુવરાજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આક્રમક ઈનિંગ રમી
યુવરાજે આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની ઓવરના 6 બોલમાં 6 છગ્ગા માર્યા હતા. ત્યારપછી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યુવીએ 30 બોલમાં 70 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *