WTC UPDATE| Kevin Pietersen slammed England and Demand A re-match in Dubai, while Gavaskar slammed the ICC; Learn the reaction of the giants | કેવિન પીટરસને ઈંગ્લેન્ડની ટીકા કરી; દુબઈમાં રિમેચ અંગે ટકોર કરી, ગાવસ્કરે તો ICCને આડે હાથ લીધું; જાણો ક્રિકેટરો અને ફેન્સની પ્રતિક્રિયા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC UPDATE| Kevin Pietersen Slammed England And Demand A Re match In Dubai, While Gavaskar Slammed The ICC; Learn The Reaction Of The Giants

41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બંને ટીમોની 2 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. કાઉન્સિલે આનો ઉકેલ લાવવો જોઇએ- ક્રિકેટ ફેન
  • વસીમ જાફરે મીમ શેર કરીને ‘બેડ વેધર’ સામે નારાજગી વ્યક્ત કરી હતી

‘ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-2021’ અત્યારે તેના અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી મેચ વરસાદમાં ધોવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 18 જૂનના પહેલા દિવસે અને 21 જૂનના ચોથા દિવસે વરસાદના વિઘ્ને એકપણ બોલની રમત થઈ શકી ન હતી, જેથી કેવિન પીટરસન, સુનિલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો અને ફેન્સે આ અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પીટરસને તો UAEમાં ફાઇનલનું આયોજન કરવા ટકોર કરી હતી. તો ચલો જાણીએ તેમના મંતવ્યો…..

ચોથા દિવસે વરસાદનું વિઘ્ન નડતા દિગ્ગજ ક્રિકેટરો નારાજ
WTCની ફાઇનલ મેચમાં નિર્ણય બહાર આવે તેવું લાગી રહ્યું હતું કે તેવામાં ફરી એકવાર વરસાદનું વિઘ્ન સામે આવ્યું અને ચોથા દિવસની ગેમ પણ ધોવાઈ ગઈ. પહેલા દિવસે તો રિઝર્વ-ડેની વાત ધ્યાનમાં રાખીને ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજ ક્રિકેટરો શાંત રહ્યા હતા, પરંતુ 21 જૂને પણ આખો દિવસ વરસાદમાં વેસ્ટ જતા પૂર્વ ક્રિકેટરોના ધીરજના પુલ તૂટી ગયા હતા. જો આમ જ ચાલતું રહ્યું અને મેચ ડ્રો ગઈ તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાશે. તેથી અત્યારે બધાના મનમાં એકજ સવાલ ઉઠી રહ્યો છે કે બેડ વેધરના કારણે મેચ રમ્યા વિના કેવી રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું ટાઇટલ શેર કરી શકાય?

કેવિન પીટરસને ઈંગ્લેન્ડમાં ફાઇનલ ના રમવા ટકોર કરી
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મને આવું કહેતા ઘણું દુઃખ થાય છે, પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા ક્રિકેટ જગતની કોઇપણ મહત્ત્વપૂર્ણ ગેમનું આયોજન ઈંગ્લેન્ડમાં ના કરવું જોઇએ. આ પોસ્ટથી સ્પષ્ટ જાણવા મળ્યું હતું કે બેડ વેધરના વિઘ્નથી બંને ટીમો જ નહીં પરંતુ કેવિન પણ કેટલો વિચલિત થઈ ગયો છે.

પીટરસને દુબઈમાં ફાઇનલ યોજવા અપીલ કરી
ઈંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ ના યોજવાના ટ્વીટ પછી ગણતરીની મિનિટમાં કેવિન પીટરસને વધુ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં એણે જણાવ્યું હતું કે જો આ નિર્ણય લેવાનું મારા હાથમાં હોત તો મેં WTC જેવી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચને દુબઈમાં હોસ્ટ કરાવી હોત. ન્યૂટ્રલ વેન્યૂ, આકર્ષક સ્ટેડિયમ, વાતાવરણ પણ સાથ આપે તેવું, તાલીમની સુવિધા પણ સરસ અને ઓછામાં પુરૂ એક ટ્રાવેલ પ્લેસ… અરે ICC હોમ પણ સ્ટેડિયમની બાજુમાં જ તો છે.

પીટરસનની આવી પ્રતિક્રિયાથી શું ICC પણ આ પ્રમાણે પોતાનું મન બદલી શકે છે કે કેમ? જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મેચને વાતાવરણના કારણે ડ્રો આપવી પડે એમ હોય તો પીટરસનના આ વિચાર અંગે પણ એકવાર જરૂર ચર્ચા કરવી જોઇએ.

સુનીલ ગાવસ્કરે પણ ICCને સલાહ સૂચન આપ્યા (ફાઇલ તસવીર)

સુનીલ ગાવસ્કરે પણ ICCને સલાહ સૂચન આપ્યા (ફાઇલ તસવીર)

સુનિવ ગાવસ્કરે પણ ચુપ્પી તોડી, ICCને આડે હાથ લીધું
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ખેલાડી સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે ભારતીય ટીમ 3-4 દિવસના અંતર પછી ફરીથી WTC ફાઇનલની એક ટેસ્ટ મેચ રમી શકે છે. આમ જોવા જઈએ તો બંને ટીમ પણ આ સમયે ઈંગ્લેન્ડમાં હશે. વધુમાં ગાવસ્કરે કહ્યું હતું કે મારા મત મુજબ આ મેચ ડ્રો જશે અને ટ્રોફી શેર કરવાનો વારો આવશે. ફુટબોલમાં પણ વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટ આઉટ હોય છે અથવા અન્ય કોઈ પદ્ધતિ દ્વારા નિર્ણય લેવાય છે. ટેનિસમાં પાંચ સેટ હોય છે અને એક ટાઈ બ્રેકર. WTC ફાઇનલનો વિજેતા પસંદ કરવા માટે પણ એક રીત હોવી જોઇએ. ICC ક્રિકેટ કમિટિએ આ અંગે વિચારવું જોઇએ અને પછી નિર્ણય લેવો જોઈએ.

વસીમ જાફરે પણ ‘બેડ વેધર’ અને WTC ટૂર્નામેન્ટ અંગે મીમ શેર કર્યું
સાઉથહેમ્પટનનું વાતાવરણ જોઇને ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે મીમ શેર કર્યું હતું. જાફરે આ મીમને ચોથા દિવસની ગેમ રદ કર્યા પછી ટ્વિટરમાં શેર કર્યું હતું. આ મીમમાં બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની અને ધર્મેન્દ્રના સોન્ગ ‘બાંટ લેંગે આધા -આધા’નો ઉલ્લેખ કરાયો હતો.

જાફરના આ મીમ પોસ્ટ પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે જો એકપછી એક દિવસોને આમ જ ટાળવામાં આવશે તો ન્યૂઝીલેન્ડ અને ભારતને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાશે. તેથીજ વસીમ જાફરે આધા-આધા સોન્ગ શેર કરીને મેચ ડ્રો તરફ જઈ રહી છે, એ દિશામાં ઈશારો કર્યો હતો.

ફેન્સે પણ પ્રતિક્રિયા આપી

સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું કે બંને ટીમોની 2 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. કાઉન્સિલે આનો ઉકેલ લાવવો જોઇએ. ફેન્સે કહ્યું કે ICCએ એક મેચની જગ્યાએ 5 મેચની શ્રેણીનું આયોજન કરવું જોઇએ. જેમાં WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર હોય એ ટીમના હોમ ગ્રાઉન્ડમાં ત્રણ મેચ અને બીજા નંબર પર હોય એ ટીમના હોમ ગ્રાઉન્ડમાં 2 મેચનું આયોજન કરવું જોઇએ. આનાથી અવશ્ય ચેમ્પિયન મળશે.

પ્રતિક મોદી નામના સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે આ ટૂર્નામેટમાં ICCનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. શરૂઆતમાં સારી રીતે મેનેજ કર્યું પરંતુ ફાઇનલ મેચમાં સૌથી ખરાબ મેનેજમેન્ટ સામે આવ્યું છે. બીજા એક યૂઝરે લખ્યું હતું કે જેણે પણ ઈંગ્લિશ સમરમાં ત્યાં મેચનું આયોજન કરવાનું વિચાર્યું હશે એને બીજીવાર કોઇપણ નિર્ણય લેવાનું કહેવું જોઇએ નહીં.

સોશિયલ મીડિયા ફેન્સે મીમ દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો

સોશિયલ મીડિયા ફેન્સે મીમ દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો

સેકાત મંડલ નામના યૂઝરે ICCને 2 સવાલ પૂછ્યા
યૂઝરે પૂછ્યું હતું કે શું હવે પછીની WTC ફાઇનલ માટે ટાઇમલેસ ટેસ્ટના કોન્સેપ્ટને લાગૂ કરાશે? જો વનડે ફાઇનલ માટે 1 દિવસનો રિઝર્વ ટાઇમ હશે તો પછી આ નિયમ ટેસ્ટમાં કેમ લાગૂ નથી કરાતો? ટેસ્ટમાં 2 દિવસનો રિઝર્વ ટાઇમ તો હોવો જોઇએ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની શરૂઆત એશિઝ સીરીઝ 2019ની પહેલી મેચ થઈ હતી. (ફાઇલ તસવીર)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની શરૂઆત એશિઝ સીરીઝ 2019ની પહેલી મેચ થઈ હતી. (ફાઇલ તસવીર)

WTC (2019-2021)ની શરૂઆત ‘એશિઝ સીરીઝ-19’થી થઈ હતી
1 ઓગસ્ટ 2019એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની શરૂઆત એશિઝ સીરીઝથી કરવામાં આવી હતી. આ સીરીઝ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 9 ટીમે ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પરફોર્મન્સ અને પોઈન્ટ પર્સેન્ટેજના આધારે ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી છે.

WTC ફાઇનલ મેચ માટે બંને ટીમને ન્યૂટ્રલ રહે એવું મેદાન પસંદ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે ખેલાડીઓએ પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. ફર્સ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની શરૂઆત 18 જૂને થવાની હતી, પરંતુ વરસાદના વિઘ્ને આખો દિવસ ધોવાઇ ગયો હતો. બેડ વેધરની મુશ્કેલી દરમિયાન પણ 2 દિવસ રમત રમાઈ હતી, જેમાં ભારતે 217 રન બનાવ્યા હતા અને અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 2 વિકેટના નુકસાને 101 રન પર રમી રહી છે.

ભારત હજુ પણ પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડથી 116 રન આગળ છે.

ભારત હજુ પણ પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડથી 116 રન આગળ છે.

WTC ફાઇનલ મેચ અપડેટ
ફાઈનલના ત્રીજા દિવસ સુધીમાં ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. કીવી ટીમે આજે રવિવારે 49 ઓવરમાં 2 વિકેટના નુકસાને 101 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને રોસ ટેલર બેટિંગ ક્રીઝ પર છે. ભારતીય ટીમ હજી પણ 116 રનથી આગળ છે. બેડ વેધરના કારણે ચોથા દિવસે એક પણ દડો ફેંક્યા વગર ત્રણેય સેશન રદ કરાયા હતા. ટૂર્નામેન્ટના પાંચમા દિવસે પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *