WTC TROLL UPDATE | Former England captain Michael mocked the Indian team, then built a bridge of appreciation; People | ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલે ભારતીય ટીમની મજાક ઉડાવી હતી, ત્યારપછી અચાનક પ્રશંસાના પુલ બાંધવા લાગ્યો; ટ્વીટ વાઇરલ

By | June 20, 2021


  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC TROLL UPDATE | Former England Captain Michael Mocked The Indian Team, Then Built A Bridge Of Appreciation; People

31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
માઇકલ વૉનની ફાઇલ તસવીર - Divya Bhaskar

માઇકલ વૉનની ફાઇલ તસવીર

  • ઈન્ડિયન ટીમે પહેલી ઇનિંગમાં 217 રન બનાવ્યા છે, NZના જેમિસને 5 વિકેટ ઝડપી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથહેમ્પટનમાં WTC ફાઇનલ રમાઈ રહી છે. જેનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ અંગે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને સોશિયલ મીડિયામાં ભારતીય ટીમની મજાક ઉડાવી હતી. પરંતુ બીજા અને ત્રીજા દિવસે ભારતની બેટિંગ જોઈને વોન બેટ્સમેનની પ્રશંસા કરવા લાગ્યો હતો.

18 જૂને ભારતીય ટીમ પર તંજ કસ્યો હતો
માઈકલ વૉને પહેલા દિવસની ગેમ વરસાદમાં ધોવાઈ જતા ભારતીય ટીમને મેણાં માર્યા હતા. એણે ટ્વીટ કર્યું હતું કે ઈંગ્લેન્ડના બેડ વેધરે ભારતીય ટીમને હારથી બચાવી લીધી છે.

માઈકલ વૉનની પ્રતિક્રિયા બદલાઈ
માઈકલ વૉન અવાર-નવાર ભારતીય ટીમની નિંદા કરતો હોય છે. પરંતુ આ વખતે એણે ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. તેની ટ્વીટથી અત્યારે ભારતીય પ્રશંસકો પણ અચંબામાં પડી ગયા છે.

વૉને ટ્વીટ કરીને લખ્યું હતું કે મારા મત મુજબ સાઉથહેમ્પટનમાં 225 સુધીનો પાર સ્કોર મેચ જીવંત રાખશે. અત્યારસુધી ભારતીય ટીમે સારુ પ્રદર્શન દાખવ્યું છે. એણે દાવો કર્યો હતો કે ભારતીય ટીમ પાસે WTC ફાઇનલમાં સારૂ પ્રદર્શન દાખવવાની તક પણ રહેલી છે.

ભારતે લગભગ પાર સ્કોર બનાવ્યો
બેડ લાઇટ્સના કારણે ભારતે બીજા દિવસે માત્ર 64.4 ઓવરની ગેમમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 3 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની શરૂઆતથી જ ભારતની બેક ટુ બેક વિકેટો પડવા લાગી હતી. તેમ છતાં વિરાટ સેનાએ સારી બેટિંગ દાખવીને પ્રથમ ઈનિંગમાં 10 વિકેટના નુકસાને 217 રન બનાવ્યા હતા. વિવિધ ક્રિકેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે અત્યારના વાતાવરણને જોતા આ સ્કોરને ડિફેન્ડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *