WTC FINAL UPDATE| KOHLI AND KANE ARE NOT IN GOOD TOUCH | The NZ captain scored only 95 runs in the last 6 innings, including 5 single digit scores. | NZના કેપ્ટને અંતિમ 6 ઈનિંગમાં માત્ર 95 રન બનાવ્યા, જેમાં 5 સિંગલ ડિજિટ સ્કોર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL UPDATE| KOHLI AND KANE ARE NOT IN GOOD TOUCH | The NZ Captain Scored Only 95 Runs In The Last 6 Innings, Including 5 Single Digit Scores.

7 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • વિદેશમાં વિરાટ કોહલીએ 44ની એવરેજથી રન બનાવ્યા છે

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન દરમિયાન સાઉથહેમ્પ્ટનના ધ એજિસ બાઉલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવાની છે. જોકે, ફાઈનલ પહેલા વિદેશી મેદાનમાં બંને કેપ્ટનના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું 2019થી ખરાબ ફોર્મ ચાલી રહ્યું છે. કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડની બહાર વિદેશ પ્રવાસે છેલ્લી 9 ઈનિંગમાં ફક્ત 95 રન બનાવી શક્યો છે. જેમાં 5 ઈનિંગમાં તો તે સિંગલ ડિજિટ સ્કોર બનાવીને આઉટ થયો હતો. વળીં, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ 10 ઈનિંગમાં માત્ર 275 રન જ બનાવી શક્યો છે.

વિલિયમ્સન ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લૉ સ્કોર પર પેવેલિયન ભેગો
WTC ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ન્યૂઝિલેન્ડની ટીમ ઈંગ્લન્ડ વિરૂદ્ધ 2 ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. આ બંને મેચ લોર્ડ્સમાં રમાશે. જેની પ્રથમ ટેસ્ટ મેચમાં કેન વિલિયમ્સન 13 અને 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. કેન વિલિયમ્સન પ્રથમ ઈનિંગમાં જેમ્સ એન્ડરસન અને બીજી ઈનિંગમાં ઓલી રૉબિન્સનનો શિકાર થયો હતો.

આની પહેલા ઓગસ્ટ 2019માં વિરૂદ્ધ કેન વિલિયમ્સને 0 અને 4 રન તથા કોલંબોમાં 20 રનની ઈનિંગ રમી હતી. ડિસેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 34,14,9 અને 0 રન બનાવી શક્યો હતો.

વિલિયમ્સનને 6 વાર પેસર અને 3 વાર સ્પિનરે આઉટ કર્યો
NZનો કેપ્ટન કેન વિલિયમ્સન 3 વાર સ્પિનર અને 6 વાર ફાસ્ટ બોલરનો શિકાર થયો છે. જેમાં સ્પિનરના ત્રણેય બોલ વિરૂદ્ધ કેન વિલિયમ્સન શોટ મારવાની લાલચમાં કેચ આઉટ થયો હતો. જ્યારે ફાસ્ટ બોલર વિરૂદ્ધ 3 વાર કેચ આઉટ, 2 વાર LBW અને 1 વાર બોલ્ડ થયો હતો. તેવામાં ભારતના જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ લાઈન-અપ કેન વિલિયમ્સનને આઉટ કરી શકે છે. અશ્વિન અને જાડેજા પાસે પણ વિલિયમ્સનના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવીને પેવેલિયન મોકલવાની સુવર્ણ તક છે.

સ્વદેશમાં વિલિયમ્સન 65ની એવરેજથી રન બનાવે છે
વિલિયમ્સનના ઓવર ઓલ રેકોર્ડની વાત કરીએ તો એણે અત્યારસુધી કુલ 146 ઈનિંગમાં 53.60ની એવરેજથી 7129 રન બનાવ્યા છે. જેમાં 24 સદી અને 32 અર્ધસદી સામેલ છે. સ્વદેશમાં તેઓએ 66 ઈનિંગમાં 65.31ના એવરેજથી 3788 રન બનાવ્યા હતા. જેમાં 13 સદી અને 18 અર્ધસદી સામેલ છે. વિદેશમાં એણે 80 ઈનિંગમાં 44.55ની એવરેજથી 3341 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 14 અર્ધસદી સામેલ છે.

વિરાટ પણ 5 ઈનિંગમાં સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો જાન્યુઆરી 2019માં તેઓએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં 23 રન બનાવ્યા હતા. ત્યારપછી ઓગસ્ટમાં વેસ્ટઈન્ડિઝની સામે સર વિવિયન રિટર્ડ્સન સ્ટેડિયમમાં 9 અને 51 રનની ઈનિંગ રમી હતી. આ સીરીઝમાં સબિના પાર્કમાં વિરાટે 76 અને 0 રન બનાવ્યા હતા.

2020માં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગઈ હતી, ત્યાં વિરાટ કોહલીએ બેસિન રિઝર્વમાં 2 અને 19 રન તથા હેગ્લે ઓવલમાં 3 અને 14 રનની ઈનિંગ રમી હતી. ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એડિલેડમાં એકમાત્ર ટેસ્ટ મેચમાં વિરાટે 74 અને 4 રન બનાવ્યા હતા.

વિદેશમાં વિરાટે 44ની એવરેજથી રન બનાવ્યા
વિરાટે પોતાની અંગત કારકિર્દીમાં 153 ઈનિંગ દરમિયાન 52.38ની એવરેજથી 7490 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 25 અર્ધસદી સામેલ છે. સ્વદેશમાં વિરાટે 66 ઈનિંગમાં 64.31ની એવરેજથી 3730 રન બનાવ્યા છે. જેમાં 13 સદી અને 12 અર્ધસદી સામેલ છે. વિદેશમાં વિરાટે 87 ઈનિંગમાં 44.24ની એવરેજથી 3760 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 13 અર્ધસદી સામેલ છે.

વિરાટ-વિલિયમ્સન પોતાની ટીમના પ્રમુખ બેટ્સમેન
કેન વિલિયમ્સન અને વિરાટ કોહલી પોતાની આંતરરાષ્ટ્રીય ટીમના પ્રમુખ બેટ્સમેન છે. વિલિયમ્સન ટેસ્ટમાં પોતાની ટીમ માટે 3જા નંબર પર બેટિંગ કરે છે, જ્યારે વિરાટ કોહલી ઈન્ડિયા તરફથી ટેસ્ટ મેચમાં 4થા નંબર પર બેટિંગ કરવા માટે મેદાને ઉતરે છે. WTC ફાઈનલ દરમિયાન અત્યારે બંને ટીમના દિગ્ગજ બેટ્સમેન ખરાબ ફોર્મમાં છે, જે ભારત અને ન્યૂઝિલેન્ડ માટે એક ચિંતાજનક વિષય છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *