WTC FINAL UPDATE | BUMRAH BIG MISTAKE |On the fifth day, Jaspreet started playing in the field wearing an old T-shirt; Immediately had to flee the field | પાંચમા દિવસે જસપ્રીત જૂની ટી-શર્ટ પહેરીને મેદાનમાં રમવા લાગ્યો; તાત્કાલિક મેદાન બહાર ભાગવું પડ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL UPDATE | BUMRAH BIG MISTAKE |On The Fifth Day, Jaspreet Started Playing In The Field Wearing An Old T shirt; Immediately Had To Flee The Field

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જસપ્રીત બુમરાહે આ ટી-શર્ટમાં 1 ઓવર પણ નાખી દીધી હતી, જેમાં એક નો બોલ હતો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. આ મેચનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો, પરંતુ પાંચમા દિવસની ગેમ શરૂ થઈ હતી. જેમાં પહેલી ઓવર કરવા માટે બુમરાહને તક આપવામાં આવી હતી. પરંતુ એ ફાઇનલ મેચની ટીશર્ટ પહેરવાનું ભૂલી ગયો હતો. જેને બદલવા માટે એને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું.

WTC ફાઇનલના પાંચમા દિવસે બુમરાહ જૂની ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

WTC ફાઇનલના પાંચમા દિવસે બુમરાહ જૂની ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

જસપ્રીત બુમરાહની મોટી ભૂલ
પાંચમા દિવસે બોલિંગ કરવા માટે આવવા આતુર બુમરાહ મોટી ભૂલ કરી બેઠો હતો, એ જૂની ટીશર્ટ પહેરીને મેદાનમાં આવી ગયો હતો. બુમરાહે પહેલા દિવસે જૂની ટીશર્ટ પહેરીને બોલિંગ પણ કરી હતી. ત્યારપછી આ ઘટના કેમેરામાં પણ કેદ થતા એ તાત્કાલિક ડ્રેસિંગ રૂમમાં ટીશર્ટ બદલવા માટે ભાગ્યો હતો.

સોશિયલ મીડિયામાં ફોટોઝ વાઈરલ
બુમરાહ જ્યારે મેદાનમાં જૂની જર્સી પહેરીને બોલિંગ કરી રહ્યો હતો ત્યારથી લોકોએ ફોટો અને સ્ક્રીનશોટ ક્લિક કર્યા હતા. મેદાન પર આવી ઘટના ઓછી જોવા મળે છે, જેથી આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

બુમરાહનું ખરાબ ફોર્મ યથાવત​​​​​​

ભારતીય ટીમનો સ્ટાર બોલર બુમરાહ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે WTC ફાઇનલની પહેલી ઈનિંગમાં એને એકપણ વિકેટ મળી નથી. આ દરમિયાન એણે 3ની એવરેજથી રન લૂંટાવ્યા છે. તેવામાં બુમરાહના પ્રદર્શન સામે સવાલો ઉઠી રહ્યા છે.

ફેબ્રુઆરી 2020થી ફોર્મ ગુમાવ્યું
ICC ટેસ્ટ રેન્કિંગમાં 11માં નંબર પર રહેલો બુમરાહ 2020માં પોતાની લય ગુમાવી બેઠો હતો. ફેબ્રુઆરીમાં તે ન્યૂઝીલેન્ડ ટૂરથી ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. આ ટૂરમાં એણે 4 ટેસ્ટ ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. બધાને લાગ્યું હતું કે બુમરાહ ફરીથી લય પકડી લેશે પરંતુ એવું ન થયું અને એ 10 ઈનિંગમાં માત્ર 15 વિકેટ લઈ શક્યો છે.

ખરાબ ફોર્મનું એક કારણ ઈજા પણ હોઈ શકે છે
જસપ્રીત બુમરાહ 2019 દરમિયાન પીઠમાં ઈજાના કારણે 2 મહિનાથી ક્રિકેટથી દૂર હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં એને સ્ટ્રેસ ફ્રેક્ચરની પણ ફરિયાદ હતી. જેથી 4 મહિના સુધીએ ક્રિકેટથી દૂર રહ્યો હતો. ત્યારપછી ન્યૂઝીલેન્ડ ટૂરમાં બુમરાહે ફરીથી ગેમ સ્ટાર્ટ કરી પરંતુ ત્યાં પ્રદર્શન સારૂ રહ્યું નહતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *