WTC FINAL| Jadeja, Siraj and Pujara start training after 3 days of tight quarantine, 12 days later Mahasangram against NZ | 3 દિવસ ચુસ્ત ક્વોરન્ટીન પછી જાડેજા, સિરાજ અને પુજારાએ ટ્રેનિંગ શરૂ કરી, 12 દિવસ પછી NZ વિરૂદ્ધ મહાસંગ્રામ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL| Jadeja, Siraj And Pujara Start Training After 3 Days Of Tight Quarantine, 12 Days Later Mahasangram Against NZ

7 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • WTC ફાઈનલ પછી ટીમ ઈન્ડિયાને 42 દિવસનો બ્રેક મળશે

ટીમ ઈન્ડિયાએ સાઉથહેમ્પટનમાં ટ્રેનિંગ શરૂ કરી છે. ઈંગ્લેન્ડમાં 3 દિવસ ચુસ્ત ક્વોરન્ટીન પછી રવિવારે રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને ચેતેશ્વર પુજારા સહિત કેટલાક ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ આરંભી છે. આ દરમિયાન જાડેજા અને સિરાજે ધ એજિસ બાઉલમાં બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 18 જૂનથી WTC ફાઈનલ રમવાની છે.

જાડેજાએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરીને લખ્યું હતું કે સાઉથહેમ્પટનમાં પ્રથમ આઉટિંગ. સિરાજે પણ તસવીર શેર કરી હતી અને એના કેપ્શનમાં લખ્યું હતું કે મારા હાથમાં જ્યારે બોલ આવે છે, ત્યારે મારૂં જીવન આનંદિત થઈ જાય છે. વળીં, પુજારાએ ફિટનેસ માટે રનિંગ પ્રેક્ટિસ આરંભી હતી. ICCના જણાવ્યા પ્રમાણે રવિવારે ગ્રુપમાં ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની પરવાનગી પ્રાપ્ત થઈ છે. 10 દિવસ પછી એટલે કે 13 જૂનથી તમામ ખેલાડીઓ નોર્મલ પ્રેક્ટિસ કરી શકે છે.

ECBએ 10 દિવસના સ્થાને 3 દિવસનો ચુસ્ત ક્વોરન્ટીન ટાઈમ રાખ્યો
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ અને સાઉથહેમ્પટન મળીને કુલ 3 સપ્તાહથી ક્વોરન્ટીન હતા. ઈંગ્લેન્ડ ટૂર પર જતા પહેલા BCCIએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાતે વાતચીત કરી હતી. જેમાં 10 દિવસના ચુસ્ત ક્વોરન્ટીન ટાઈમમાંથી છૂટછાટ આપવાની વાતનો ઉલ્લેખ કરાયો હતો. જેના કારણે ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ માટે વધુમાં વધુ સમય મળી શકે. ECBએ પણ સોફ્ટ ક્વોરન્ટીનને માન્ય રાખ્યું અને ભારતીય ખેલાડીઓએ 2 સપ્તાહ સુધી મુંબઈમાં ચુસ્ત ક્વોરન્ટીનનું પાલન કર્યું હતું. ભારતીય ટીમ 3 જૂનના રોજ સાઉથહેમ્પટન પહોંચી હતી.

પ્રથમ 3 દિવસે રૂમમાંથી નીકળવાની પણ છૂટ નહોતી
પ્રથમ 3 દિવસ સુધી ચુસ્ત ક્વોરન્ટીન દરમિયાન ખેલાડીઓને પોતાના રૂમમાંથી પણ બહાર નીકળવાની છૂટ આપવામાં આવી નહોતી. આ દરમિયાન 3 કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ત્યારપછી ટીમ આજથી પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. જોકે, ભારતીય ખેલાડીઓ અલગ-અલગ ગ્રુપમાં મેદાનમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. ખેલાડીઓને ટ્રેનિંગ દરમિયાન પણ હોટલથી ઘર અને ઘરથી હોટલ જવાની અનુમતિ આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડની ટીમ 17 મેના રોજ ઈંગ્લેન્ડ પહોંચી
ન્યૂઝીલેન્ડની ટીમે 17 મેના રોજ સાઉથહેમ્પટનમાં ધામા નાખ્યા હતા. 3 દિવસ ચુસ્ત ક્વોરન્ટીન પછી 13 દિવસથી પ્રેક્ટિસ કરી રહી હતી. બુધવારથી ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2 ટેસ્ટની શ્રેણી રમશે. આ 2 ટેસ્ટ મેચ ભારત વિરૂદ્ધ ફાઈનલમાં કીવી ટીમને સહાયતા કરી શકે છે.

ચેતેશ્વર પુજારાએ ટ્રેનિંગ શરૂ કરી

ચેતેશ્વર પુજારાએ ટ્રેનિંગ શરૂ કરી

ICCએ WTC ફાઈનલ માટે 23 જૂનને રિઝર્વ ડે રાખ્યો
ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમને સાઉથહેમ્પટનની એક જ હોટલમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. 18-22 જૂન વચ્ચે જો વરસાદનું વિઘ્ન આવશે તો 23 જૂનના રોજ વધુ એક દિવસ ફાળવાશે. ICC ઇચ્છે છે કે મેચ કુલ 5 દિવસ ચાલવી જોઈએ.

મેચ્ર ડ્રો અથવા ટાઈ થાય તો બંને ટીમ સંયુક્ત વિજેતા ગણાશે
ICCએ કહ્યું કે જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો એનો નિર્ણય અલગથી હાથ ધરવાને બદલે બંને ટીમને સંયુક્ત વિજેતા તરીકે જાહેર કરી દેવાશે. રિઝર્વ ડેને મહત્ત્વપૂર્ણ કારણોસર જો મુખ્ય 5 દિવસોમાં કોઈ અડચણ આવશે તોજ ઉપયોગમાં લેવાશે. જો 5 દિવસોની અંદર જ હાર, જીત, ડ્રો અથવા ટાઈનો નિર્ણય આવશે, તો મેચને રિઝર્વ ડે સુધી નહીં ખેંચાય.

WTC ફાઈનલ પછી ટીમ ઈન્ડિયાને 42 દિવસનો બ્રેક મળશે
WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય ટીમને 42 દિવસનો બ્રેક ટાઈમ મળશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં જ રહેશે. જોકે, આ દરમિયાન તેઓને કોઈપણ પ્રકારના બાયો-બબલમાં રહેવાની જરૂર નથી. તેઓ ઈંગ્લેન્ડમાં ક્યાંય પણ પ્રવાસ કરી શકે છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે UKના નૉટિંઘમમાં 4 ઓગસ્ટથી 5 ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *