WTC Final, India vs New Zealand: Weather update| day wise forecast | spoilsport with spells of rain | ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન મેઘરાજાનું પણ સિલેકશન; ટ્વેલ્થ મેન રૂપે પાંચેય દિવસ વરસાદની ગૂગલી નાંખી શકે છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • WTC Final, India Vs New Zealand: Weather Update| Day Wise Forecast | Spoilsport With Spells Of Rain

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
WTC ફાઇનલ દરમિયાન મેઘરાજા પણ મેદાનમાં રમવા આવશે. (ફાઇલ તસવીર) - Divya Bhaskar

WTC ફાઇનલ દરમિયાન મેઘરાજા પણ મેદાનમાં રમવા આવશે. (ફાઇલ તસવીર)

  • મેચના પાંચ દિવસ પછી સતત એક સપ્તાહ સુધી વરસાદના કોઇ એંધાણ જણાયા નથી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મહાસંગ્રામ 18 જૂનના રોજ સાઉથહેમ્પટનમાં યોજાશે. આ મેચ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હશે. તેવામાં આ ફાઇનલ મેચ અંગે અત્યંત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચમાં વરસાદ વિધ્ન નાંખે એવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઇએ તો પાંચેય દિવસે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડમાં જો કોઇ મેચ આપણે રમતા હોઇએ તો હવામાન મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઈંગ્લિશ કંડીશન ચંચળ હોય છે. અહીંયા ગમે ત્યારે વરસાદના દેવતાઓ પણ ક્રિકેટ મેદાનમાં ઉતરી શકે છે. જો આવું થશે તો ક્રિકેટ ફેન્સની સાથે ખેલાડીઓને પણ મેચમાં ગ્રીપ બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચલો આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ દરમિયાન સાઉથહેમ્પટનમાં પાંચેય દિવસ કેવું હવામાન રહેશે એની આગાહી પર એક નજર ફેરવીએ…..

પહેલો દિવસ- 18 જૂન
પહેલા દિવસે સાઉથહેમ્પટનમાં વાદળછાયા વાતાવરણની સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે. આ દિવસે 17 ડિગ્રી તાપમાન રહી શકે છે. 18 જૂને મેચ દરમિયાન સમયાંતર ક્યારેક અનરાધાર વરસાદ તો ક્યારેક મુશળધાર વરસાદ નોંધાશે. જેના કારણે કેટલીક ઓવરોમાં કાપ પણ મૂકવો પડી શકે છે.

બીજો દિવસ- 19 જૂન
બીજા દિવસે હવામાનની સ્થિતિ ધીરે ધીરે સુધરશે. તેમ છતાં આ દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની અપેક્ષા છે. 19 જૂને નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓછો વરસાદ વરસી શકે છે. જો કે, આપણે સૌ જાણીએ છીએ કે ઈંગ્લિશ કંડીશન ચંચળ હોય છે. અહીંયા ગમે ત્યારે વરસાદના દેવતાઓ પણ ક્રિકેટ મેદાનમાં ઉતરી શકે છે.

ત્રીજો દિવસ- 20 જૂન
20 જૂને વાવાઝોડાની સ્થિતિ સાથે ત્રીજા દિવસે અનરાધાર વરસાદની સંભાવના છે. ત્રીજા દિવસે પણ વરસાદના વિધ્ન વચ્ચે કેટલીક ઓવર ગુમાવવાનો વારો આવી શકે છે. ત્રીજા દિવસે પવન ફુંકાવાને પરિણામે ફાસ્ટ બોલર્સને પિચથી ઘણી સહાયતા મળી શકે છે.

ચોથો દિવસ- 21 જૂન
WTCના ચોથા દિવસે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસે વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે. પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાથી ચોથા દિવસે પણ ફાસ્ટ બોલરને પિચ સહાયતા પૂરી પાડી શકે છે. જો આવું જ વાતાવરણ રહ્યું તો આ આખો દિવસ બોલર્સની બોલબાલા રહેશે. બેટિંગ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પાંચમો દિવસ- 22 જૂન
મેચના પાંચમાં દિવસે આકાશમાં વરસાદી વાદલો ઘેરાયેલા રહેશે. હવામાનની આગાહી પ્રમાણે આ દિવસે સવારે અને બપોરે ધોધમાર વરસાદ વરસી શકે છે. જો આવું હવામાન રહ્યું તો આ દિવસે મોટાભાગની ઓવર ગુમાવવાનો વારો પણ આવી શકે છે. બપોર પછી વરસાદ વિરામ લેશે અને આકાશ સાફ રહેશે. પિચમાં ભેજ હોવાથી આ દિવસે પણ બોલર્સને વધુ સહાયતા મળી શકે છે.

રિઝર્વ ડે, છઠ્ઠો દિવસ- 23 જૂન
આ તમામ પાંચ દિવસો પૈકી 23 જૂને વાતાવરણ સ્પષ્ટ રહેશે. એટલું જ નહીં 22 જૂન પછી સતત 7 દિવસ સુધી વરસાદના કોઇ એંધાણ રહેશે નહીં. આ દિવસે ક્રિકેટ ફેન્સ માટે પણ રસપ્રદ રહેશે.

WTC ફાઈનલ માટે ભારતીય ટીમ જાહેર: વિરાટ સેના 2 સ્પિનર અને 3 પેસર્સની સાથે મેદાનમાં ઉતરશે; ઓસ્ટ્રેલિયા સીરીઝ પછી જાડેજા, બુમરાહ અને શમીનું કમબેક

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 જાહેર
ICCના નિયમો અનુસાર જો મેચ ડ્રો અથવા ટાઇ રહી, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ-11 જાહેર કરી દીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરશે.

અશ્વિન અને જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે. તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પેસ બોલિંગની જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *