WTC FINAL DAY 1 UPDATE| LIVE SCORES | IND Vs NZ Test Records Southampton Pitch Report & Weather Forecast | વરસાદના વિઘ્ન વચ્ચે ટોસ મુલતવી, લંચ પહેલા ગેમ શરૂ નહીં થાય; બંને ટીમ પ્રથમ બેટિંગ કરવા ઇચ્છશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL DAY 1 UPDATE| LIVE SCORES | IND Vs NZ Test Records Southampton Pitch Report & Weather Forecast

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભારત પાસે પ્રથમ પ્રયાસમાં 2 વર્લ્ડ કપ જીતવાની તક, 144 વર્ષના ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મહાસંગ્રામ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. હજુ સુધી ટોસ પણ થયો નથી. અધિકારિઓ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લંચ પહેલા મેચ શરૂ થશે નહીં. બંને ટીમ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. આ મેચમાં ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધ એજિસ બાઉલમાં અત્યારસુધી 6 ટેસ્ટ મેચ યોજાઇ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વાર અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમ 1 વાર મેચ જીતી છે.

આની પહેલા ભારતીય ટીમે 2007નો T-20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો. ત્યારે ફાઇનલમાં ભારતીય ટીમને પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ પાસે પ્રથમ પ્રયાસમાં 2 વર્લ્ડ કપ પોતાને નામ કરવાની તક રહેશે. જો ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો આ સિદ્ધી પ્રાપ્ત કરનાર વિશ્વની પહેલી ટીમ બની જશે.

ઈન્ડિયાઃ સદીમાં 100 મેચ જીતનારી ત્રીજી ટીમ બનવાની તક
21મી સદીમાં ભારતીય ટીમ પાસે 100મી ટેસ્ટ મેચ જીતવાની તક રહેલી છે. જો આ મેચ ભારતીય ટીમે જીતી તો આ સિદ્ધી મેળનારી એ વિશ્વની ત્રીજી ટીમ રહેશે. ભારતીય ટીમથી માત્ર ઓસ્ટ્રિલિયા અને ઈંગ્લેન્ડની ટીમ અત્યારે આગળ છે. ઓસ્ટ્રેલિયાએ 224માંથી 130 ટેસ્ટ જીતી, 58 હાર અને 36 ડ્રો રહી છે. ઈંગ્લિશ ટીમે 258માંથી 115 ટેસ્ટમાં જીત મેળવી છે, જ્યારે 58 ડ્રો રહી છે.

ભારતીય ટીમે ગત સદીમાં 336 ટેસ્ટ મેચમાં માત્ર 63માં જીત દાખવી હતી. ભારતીય ટીમે 1932મી ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. તેથી ભારતીય ટીમ પાસે આ સદીમાં 100મી મેચ જીતવાની તક રહેલી છે અને આ તો માત્ર 2021 છે, સદીના અંત સુધીમાં ભારતીય ટીમ વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ બની શકે છે.

મેચ ક્યારે શરૂ થશે: આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક તેનું સત્તાવાર બ્રોડકાસ્ટર છે.

પિચની સ્થિતિ: ધ એજિસ બાઉલના પિચ ક્યુરેટરએ કહ્યું હતું કે વિકેટ પર પેસ હશે. અહીં બોલ કેરી કરશે અને બાઉન્સ પણ થશે. જોકે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે 2018માં આ સ્ટેડિયમમાં ઇંગ્લેંડ અને ભારત વચ્ચેની ટેસ્ટમાં મોઈન અલીએ 9 વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને પણ 3 વિકેટ લીધી હતી.

હવામાન: એક્યુવેધરના રિપોર્ટ મુજબ, સાઉથેમ્પ્ટનમાં પહેલા દિવસે વાવાઝોડું અને વરસાદ પડી શકે છે. એના 80% ચાન્સ છે. બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની સંભાવના ઓછી છે. દોઢ કલાક સુધી વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ ઓછા વરસાદની સંભાવના છે.

રોડ ટુ ફાઇનલ (ભારત): WTCની શરૂઆતમાં ભારતે સતત 7 ટેસ્ટ જીતી હતી, પરંતુ વચ્ચે ICCના નિયમોમાં ફેરફારને કારણે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફિકેશન પિરિયડની છેલ્લી કસોટી સુધી રાહ જોવી પડી. ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી છે.

રોડ ટુ ફાઇનલ (ન્યૂઝીલેન્ડ): ન્યૂઝીલેન્ડની ટીમે ચેમ્પિયનશિપની શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ 2019 અને 2020માં શાનદાર પ્રદર્શન કર્યા પછી ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાઇ થનારી પ્રથમ ટીમ બની. ટીમ WTC પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી.

ભારતની પ્લેઈંગ-11:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડના સંભવિત 11:
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લાથામ, ડેવોન કોનવે, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બી.જે.વાટલિંગ, કોલિન ડી ગ્રેન્ડહોમ, કાયલ જેમિસન, ટિમ સાઉદી, અયાઝ પટેલ, ટ્રેન્ટ બોલ્ટ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *