WTC FINAL CONTROVERSY | Salman Butt questions Virat’s captaincy: Captain should be calm, world remembers winners | સલમાન બટે વિરાટની કેપ્ટનશિપ સામે સવાલ ઉઠાવતા કહ્યું- કેપ્ટને શાંત હોવું જોઇએ, દુનિયા વિજેતાઓને જ યાદ રાખે છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL CONTROVERSY | Salman Butt Questions Virat’s Captaincy: Captain Should Be Calm, World Remembers Winners

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વિરાટ કોહલી અને સલમાન બટની ફાઇલ તસવીર - Divya Bhaskar

વિરાટ કોહલી અને સલમાન બટની ફાઇલ તસવીર

  • WTC ફાઇનલ ‘ફાયર એન્ડ આઈસ’ વચ્ચેનો મહાસંગ્રામ હતો- સલમાન બટ

WTC ફાઇનલ હાર્યા પછી કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો ઉઠી રહ્યા છે. ફેન્સની સાથે નિષ્ણાતોએ પણ કોહલીને આડે હાથ લીધો હતો. તેવામાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલમાન બટે પણ આ મુદ્દે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. એણે કોહલીને ટ્રોફી જીતવાની સલાહ આપી તથા આ મુદ્દે અનલકી પણ કહ્યો છે.

ટાઇટલ જીતવું આવશ્યક
વિરાટ કોહલી અંગે વાત કરતા સલમાન બટ્ટે કહ્યું હતું કે તમે ભલે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હશો, પરંતુ જો તમારી પાસે ટાઇટલ નહીં હોય તો લોકો તમને યાદ નહીં કરે. ભલે પછી તમારી પાસે સારી રણનીતિ હશે, પરંતુ તમારા બોલર્સ એના આધારે બોલિંગ નહીં કરી શકતા હોય. તેથી જ આવા સમયે લક ફેક્ટર કામ કરે છે.

દુનિયા વિજેતાઓને જ યાદ રાખે છે
સલમાન બટે કોહલીને બીજી સલાહ આપતા કહ્યું કે કેટલાક કિસ્સામાં એમ પણ થાય છે કે તમે ખરાબ કેપ્ટન હશો પરંતુ તમારી ટીમ સારી હોવાથી સતત મેચ જીતતા રહો છો. બસ આવી રીતે જ વિવિધ ટાઇટલ પણ તમારે નામ થઈ જશે, પરંતુ એના અર્થ એ નથી કે તમે બેસ્ટ કેપ્ટન છો. વિશ્વ એવા કેપ્ટનને જ યાદ રાખે છે જેણે સૌથી વધારે ટૂર્નામેન્ટ જીતી હોય.

કેપ્ટને હંમેશા શાંત હોવું જોઇએ ઊગ્ર નહીં- સલમાન બટ

કેપ્ટને હંમેશા શાંત હોવું જોઇએ ઊગ્ર નહીં- સલમાન બટ

કેપ્ટને શાંત હોવું જોઇએ
સલમાન બટે વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. એની બૉડી લેન્ગ્વેજ પણ જોરદાર છે. કોહલી એક આક્રમક બેટ્સમેન છે. એનું એનર્જી લેવલ પણ બધાથી અલગ છે. વિરાટ મેદાનમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેપ્ટને હંમેશા શાંત હોવું જોઇએ ઊગ્ર નહીં.

WTC ફાઇનલ ‘ફાયર એન્ડ આઈસ’ વચ્ચેનો મહાસંગ્રામ હતો
સલામાને કહ્યું કે WTC ફાઇનલ મેચ દરમિયાન આપણે સાંભળી રહ્યા હતા કે આ આગ અને બરફ વચ્ચેનું યુદ્ધ હતું. આવી નિર્ણાયક મેચમાં ઘણા ટોપ ક્લાક કેપ્ટન શાંત અને કૂલ રહ્યા છે. વિરાટ પોતાની પ્રતિક્રીયા આપતો રહેતો હોય છે, જો એ જીતી ગયો હોત તો લોકો એની પ્રશંસાના પુલ બાંધી દેત.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *