World Test Championship Final: Virat Kohli Says Best Test Team In The World Can’t Be Decided Over A Period Of 5 Days | ઈન્ડિયન કેપ્ટને કહ્યું- 5 દિવસમાં શ્રેષ્ઠ ટીમનો નિર્ણય કરી શકાતો નથી; ફાઇનલ અમારા માટે સામાન્ય ટેસ્ટ મેચ જેવી છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • World Test Championship Final: Virat Kohli Says Best Test Team In The World Can’t Be Decided Over A Period Of 5 Days

સાઉથહેમ્પટનએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટેસ્ટ ક્રિકેટ વનડે અને T20થી અલગ છે, આમાં પાંચ દિવસની તનતોડ મહેનત લાગે છે – વિરાટ કોહલી

WTC ફાઇનલ શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આની પહેલા પ્રી મેચ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે વિશ્વની શ્રેષ્ઠ ટીમનો નિર્ણય પાંચ દિવસની અંદર કરવો મુશ્કેલ છે. આ અમારા માટે એક સામાન્ય ટેસ્ટ મેચ જ રહેશે. ભારતીય ટીમ 18 જૂનના રોજ સાઉથહેમ્પટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઇનલ મેચ રમશે.

કોહલીએ કહ્યું- માત્ર એક ટેસ્ટ સત્યતા પ્રકાશિત કરી શકતી નથી. સત્ય તો એ છે કે અમે છેલ્લા 4-5 વર્ષથી ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરતા આવ્યા છીએ. અમે અત્યારે માત્ર અમારી તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યાં છીએ. અમે અહીંયા માત્ર એક ટેસ્ટ રમવા નથી આવ્યાં. અમારું ધ્યાન ઈંગ્લેન્ડ ટૂરની અન્ય 6 મેચ પર પણ રહેલું છે. જેનો પ્રારંભ કાલથી થશે.

ફાઇનલ પણ સામાન્ય મેચ જેવી જ હશે
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે મારા માટે આ એક સામાન્ય મેચ સમાન હશે. દર્શકો માટે આ રસપ્રદ રહેશે. એક ટીમના દ્રષ્ટિકોણથી અમે શ્રેષ્ઠ પ્રદર્શન તથા પોતાની ગેમને અપગ્રેડ કરવાનું ચાલુ રાખીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે.

અમે ફાઇનલને એન્જોય કરવા ઇચ્છિએ છીએ
કોહલીએ કહ્યું કે અમે 2011નો વર્લ્ડ કપ જીત્યો એ યાદગાર સમય હતો. પરંતુ ત્યારપછી સમય ઉભો નહોતો રહ્યો અને એનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. તેથી જ અમે WTC ફાઇનલને એન્જોય કરવા ઇચ્છિએ છીએ, જેથી આ મેચ પણ અમારા માટે અન્ય મેચ સમાન જ રહેશે. આ ટેસ્ટ માટે અમારી માનસિકતા પહેલા જેવી જ હશે.

ક્રિકેટ મેદાનમાં અમારા ખેલાડી ‘પ્રોફેશનલ’ છે
કોહલીએ કહ્યું કે અમે એક એવી ટીમ સામે ફાઇનલ રમી રહ્યાં છે, જે એક મજબૂત હરીફ છે. મેદાન બહાર અમારા ખેલાડીઓ સારા મિત્રો છે. પરંતુ મેચ દરમિયાન અમે એકદમ પ્રોફેશનલ છીએ, અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમને હવામાનનો ભય નથી. અમારો ફાઇનલ અંગે પ્લાન તૈયાર છે.

નિયમ ના બદલાયા હોત, તો પણ અમે ક્વોલિફાય થયા હોત
કોહલીએ કહ્યું હતું કે અમે WTCમાં ક્વોલિફાય કરવાના મુદ્દે એકદમ ક્લીઅર હતા. ICCએ નિયમ બદલ્યા એના પહેલા જ અમે ક્વોલિફાય કરી ચૂક્યા હતા. જોકે, નિયમોમાં પરિવર્તન આવતા અમને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. અમે જીતવા ઇચ્છતા હતા અને અમને ખબર હતી કે અમારે શું કરવાનું છે. હવે અમને લાગે છે કે જે થયું એ સારા માટે છે, અમે કોઈને પણ ફરિયાદ કરવાની તક આપી નથી.

નિયમ બદલાયા બાદ ફાઇનલ પર ફોકસ
કોહલીએ કહ્યું કે જો અમે 2 મેચ પહેલા ક્વોલિફાય કર્યું હોત તો આરામ કરવાનો વિચાર આવી ગયો હોત. પરંતુ નવા નિયમોને અમે પડકાર રૂપે સમજીને મહેનત કરવાનું ચાલૂ રાખ્યું હતું. અમે આ સમયગાળા દરમિયાન અમારા લક્ષ્ય પર ધ્યાન આપ્યું અને પોતાને મોટિવેટ કરતા રહ્યાં હતા.

હું અને વિલિયમ્સન સારા મિત્રો છીએ
કોહલીએ વિલિયમ્સન સાથેની પોતાની મિત્રતા અંગે પણ ઘટસ્ફોટ કર્યો હતો. વિરાટે કહ્યું કે ક્રિકેટે મને એક સારો મિત્ર આપ્યો છે. અમે ઓફ ધ ફિલ્ડ એકબીજા સાથે ઘણી ચર્ચાઓ કરીએ છીએ. પરંતુ જેવા અમે મેદાનમાં મેચ રમવા આવીએ છીએ, એમ તરત જ એકબીજાને વિપક્ષી ટીમના ખેલાડી માનીને પ્રદર્શન દાખવીએ છીએ. મારી ટીમ એને જલદીથી આઉટ કરવા ઇચ્છે છે. મને લાગે છે કે આ એમની ટીમની પણ રણનીતિ હશે.

ટેસ્ટ ક્રિકેટ વનડે અને T20થી અલગ છે
કોહલીએ જાન્યુઆરી 2020માં ભારતની ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હાર અંગે પણ વાતચીત કરી હતી. ભારત આ મેચ 0-2 થી હાર્યું હતું. આ ટેસ્ટ ક્રિકેટ છે જેમાં પાંચ દિવસની તનતોડ મહેનત લાગે છે. અમે ફાઇનલ માટે તૈયાર છીએ.

ફાઇનલ માટે ભારતની પ્લેઇંગ-11 જાહેર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 જાહેર કરી દેવાઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરશે.

અશ્વિન અને જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે. તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પેસ બોલિંગની જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *