Wimbledon 2021 Final Novak Djokovic Beat Matteo Berrettini Djokovic Won 20th Grand Slam With Roger Federer & Rafael Nadal | નોવાક જોકોવિચે છઠ્ઠીવાર વિમ્બલ્ડન અને 20મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો, ફેડરર અને નડાલની બરાબરી કરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Wimbledon 2021 Final Novak Djokovic Beat Matteo Berrettini Djokovic Won 20th Grand Slam With Roger Federer & Rafael Nadal

19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વર્ષ 2021નો અંતિમ મહાસંગ્રામ ઓગસ્ટ એન્ડમાં રમાશે
  • જોકોવિચ પાસે ફેડરર અને નડાલને ઓવર ટેક કરી ઇતિહાસ રચવાની તક

સર્બિયાના વર્લ્ડના નંબર-1 નોવાક જોકોવિચે છઠ્ઠીવાર વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં એણે ઈટાલીના માટેઓ બેરેટિનીને 6-7, 6-4, 6-4, 6-3થી માત આપી હતી. આ જોકોવિચનો 20મો ગ્રાન્ડ સ્લેમ છે. આની સાથે તેમણે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સ્પેનના રફેલ નાડાલના રેકોર્ડની બરાબરી કરી દીધી છે.

જોકોવિચે આ વર્ષના શરૂઆતી ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધા છે. વર્ષનો અંતિમ મહાસંગ્રામ ઓગસ્ટ એન્ડમાં થશે. ત્યારે જોકોવિચ પાસે ફેડરર અને નડાલને ઓવર ટેક કરી ઇતિહાસ રચવાની તક છે.

જોકોવિચે વ્યોર્ન બોર્ગને પાછળ પાડ્યો
ઓપન એરામાં રેકોર્ડ છઠ્ઠી વાર વિમ્બલ્ડન ટાઇટલ જીતનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ કેસમાં એણે સ્વીડિશના વ્યોર્ન બોર્ગને પાછળ પાડી દીધો છે. રોજર ફેડરરે સૌથી વધુ 8 અને અમેરિકાના પીટ સૈમ્પ્રાસને 7 વાર વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. જોકોવિચે વિમ્બલ્ડનની ફાઇનલમાં ફેડરરને 3 વાર (2014, 2015, 2019) હરાવીને ટાઇટલ જીત્યું હતું.

સતત ત્રીજી વાર વિમ્બલ્ડન જીતનાર ત્રીજો ખેલાડી
વર્લ્ડનો નંબર-1 જોકોવિચ સતત 3 વાર વિમ્બલ્ડન જીતનાર ત્રીજો પ્લેયર બની ગયો છે. આની પહેલા આ રેકોર્ડ રોજર ફેડડર અને વ્યોર્ન બોર્ગ બનાવી ચૂક્યા છે. આ બંને સતત 5 વાર ટાઇટલ જીતી ચૂક્યા છે.

બેરેટિનીનો પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ
ઈટાલીના માટિયો બેરેટિની પહેલી વાર કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમી રહ્યો હતો. 1976 ફ્રેન્ચ ઓપનમાં એડ્રિયાનો પનાટાએ ટાઇટલ જીત્યા પછી કોઈપણ ઈટાલીના પુરુષ ખેલાડીનો આ પહેલો ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ મહાસંગ્રામ હતો. આની પહેલા બેરેટિનીએ 2019 US ઓપનમાં પહેલીવાર સેમીફાઇનલ રમી હતી.

બેરેટિનીએ ગ્રાસ કોર્ટ પર ફાઇનલ પહેલા સતત 11 મેચ જીત્યા હતા. જો તે ફાઇનલ પણ જીતી લેશે તો બોરિસ બેકર (1985) પછી પોતાનો ડેબ્યૂ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ જીતનાર પહેલો ખેલાડી બની ગયો હોત.

5-2થી જીત્યા પછી બેરેટિનીએ પહેલો સેટ જીત્યો
પહેલા સેટમાં બંને ખેલાડી વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. એક સમયે જોકોવિચે 5-2થી સરળતાથી લીડ મેળવી લીધી હતી. ત્યારપછી બેરેટિનીએ બાઉન્સ બેક કર્યું અને 6-6ની બરાબરી કરી લીધી હતી. ત્યારપછી ટાઈબ્રેકમાં બેરેટિનીએ ફરીથી બાજી મારી લીધી અને પહેલો સેટ 7-6 (4)થી પોતાને નામ કર્યો હતો.

બીજો સેટ
બંને ખેલાડી વચ્ચે બીજો સેટ પણ ઘણો સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. જોકોવિચે પહેલા સેટમાં 5-1ની લીડ મેળવી હતી. ત્યારપછી બેરેટિનીએ 5-4ના સેટથી ગેમમાં વાપસી કરી હતી. અહીંથી જોકોવિચે તેમને તક નહોતી આપી અને 6-4થી સેટ પોતાને નામ કર્યો હતો.

ત્રીજો સેટ
શરૂઆતના બંને સેટની જેમ આ વખતે પણ જોકોવિચે જીત સાથે શરૂઆત કરી અને 3-1ની લીડ મેળવી હતી. બેરેટિનીએ અહીંયા પણ વાપસી કરી અને 4-3થી ક્લોઝ થઈ ગયા હતા. જોકોવિચે 6-4થી સેટ જીત્યો હતો.

ચોથો સેટ
મેચમાં બાઉન્સ બેક કર્યા પછી બેરેટિનીએ આ સેટ જીતવાની જરૂર હતી. એણે આ સમયે સેટ 3-3ની બરાબરી પર હતો. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન જોકોવિચને જોઇને એવું લાગી રહ્યું હતું, જેમ તે યુવા ખેલાડીને રમાડી રહ્યો હોય. એણે બેરેટિનીને કોઇ તક નહોતી આપી અને 6-3થી સેટ જીતીને ટાઇટલ પણ જીતી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *