Virat Kohli Vs Kane Williamson Test Captaincy; Comparison, Runs Records And Stats | India New Zealand World Test Championship Final 2021 | 3 વર્ષમાં કોહલીએ વિદેશમાં વિલિયમ્સન કરતાં 3 ટેસ્ટ વધુ જીતી, કેપ્ટન તરીકે રનની એવરેજ પણ 123% વધુ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli Vs Kane Williamson Test Captaincy; Comparison, Runs Records And Stats | India New Zealand World Test Championship Final 2021

31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિરાટે અત્યાર સુધી 91 ટેસ્ટમાં 52.37ની એવરેજથી 7490 રન નોંધાવ્યા છે
  • વિલિયમ્સને 84 ટેસ્ટમાં 53.60ની એવરેજથી 7129 રન બનાવ્યા છે

ભારતીય ટીમ 18 જૂનથી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ WTC ફાઈનલ મેચ રમશે. વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન બંને કેપ્ટન આ પ્રથમ ટૂર્નામેન્ટને જીતવા માટે સજ્જ છે. જોકે ડેટાના આધારે જોવા જઇએ તો વિલિયમ્સન કરતાં કોહલીનું પલડું ભારે જણાઈ રહ્યું છે.

છેલ્લા 3 વર્ષની તુલના કરીએ તો વિરાટે ભારતીય ટીમને વિદેશમાં કેન વિલિયમ્સન કરતા 3 ટેસ્ટ વધુ જીતી છે. વિરાટે અત્યાર સુધી વિદેશમાં 14માંથી 5 અને વિલિયમ્સને 5માંથી ફક્ત 1 જ ટેસ્ટ મેચ જીતી છે. આ અંગે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ 18માંથી 10 ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરી હોવાથી ટોપ સ્થાન પર યથાવત છે. વિરાટ બીજા ક્રમાંકે તો વિલિયમ્સન ત્રીજા કેપ્ટન છે.

કોહલી બીજો ટોપ સ્કોરર
આ દરમિયાન વિદેશમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડમાં વિરાટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સનને ઘણો પાછળ પાડી દીધો છે. છેલ્લા 3 વર્ષમાં વિરાટ કોહલી હાઇસ્કોર નોંધાવાના રેકોર્ડમાં બીજા ક્રમાંક પર છે. કોહલીએ વિદેશમાં 14 ટેસ્ટ મેચ દરમિયાન કેપ્ટન તરીકે 41.74ની એવરેજ સાથે 1127 રન બનાવ્યા છે. કોહલીના રેકોર્ડની વાત કરીએ વિલિયમ્સન કરતા તો 123% વધારે છે. આ 3 વર્ષ દરમિયાન વિલિયમ્સને 5 ટેસ્ટ મેચમાં 10.55ની એવરેજથી ફક્ત 95 રન બનાવ્યા હતા અને 18માં નંબરે છે. જો રૂટે 51.64ની એવરેજથી 1756 રન નોંધાવીને પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે.

3 વર્ષમાં વિલિયમ્સનનો સક્સેસ રેટ સૌથી વધુ 63%
ઓવરઓલ 3 વર્ષ દરમિયાન સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ વિરાટ કોહલીને નામ છે. એણે 25 મેચમાંથી 15 ટેસ્ટ જીતી છે. આ કેસમાં વિલિયમ્સન ચોથા નંબર પર છે. એણે ન્યૂઝીલેન્ડને 19માંથી 12 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. જોકે સક્સેસ રેટની દ્રષ્ટિએ તે ટોપ-3 કેપ્ટનથી આગળ છે. વિલિયમ્સનની કેપ્ટનશિપમાં કીવી ટીમ 63 ટકા અને કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ 60 ટકા મેચ જીતી છે.

ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે 37 માથી 21 ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યું છે. એની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડની ટીમે 57 ટકા ટેસ્ટ મેચ જીતી છે. ત્રીજા ક્રમાંક પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન છે, એણે 22માંથી 11માં જીત પ્રાપ્ત કરી છે. ટિન પેનનો સક્સેસ રેટ સૌથી ઓછો 50 ટકાનો જ છે.

ન્યૂઝીલેન્ડે હોમ સીરીઝમાં ભારતને 2-0થી હરાવ્યું હતું
છેલ્લા 3 વર્ષમાં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાઇ હતી, જેમાં કીવીની ટીમે વ્હાઈટ વોશ કર્યો હતો. આ બંને મેચ ફેબ્રુઆરી 2020માં ન્યૂઝીલેન્ડમાં રમાઈ હતી. આ શ્રેણીમાં વિરાટ અને વિલિયમ્સ, બંનેનું પ્રદર્શન પ્રશંસનીય હતું. કોહલીએ 4 ઈનિંગમાં 38 રન બનાવ્યા હતા, જ્યારે વિલિયમ્સન 3 ઈનિંગમાં માત્ર 97 રન બનાવી શક્યો હતો.

કેપ્ટન તરીકે કોહલીએ 20 અને વિલિયમ્સને 11 સદી નોંધાવી
વિરાટ કોહલીએ અત્યાર સુધી 91 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 52.37ની એવરેજથી 7490 રન નોંધાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 27 સદી અને 25 અર્ધસદી નોંધાવી છે. જેમાં એનો બેસ્ટ સ્કોર 254* રન નોટઆઉટનો રહ્યો હતો. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અત્યાર સુધી 60 ટેસ્ટમાં 58.60ની એવરેજથી 5292 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે 20 સદી અને 15 અર્ધસદી નોંધાવી છે.

વળીં, વિલિયમ્સને 84 ટેસ્ટ રમી છે, જેમાં 53.60ની એવરેજથી 7129 રન બનાવ્યા છે. આ દરમિયાન એણે 24 સદી અને 32 અર્ધસદી નોંધાવી છે. જેમાં એનો બેસ્ટ સ્કોર 215 રનનો રહ્યો હતો. કેપ્ટન તરીકે વિલિયમ્સને 36 ટેસ્ટમાં 60.62ની એવરેજથી 3092 રન બનાવ્યા હતા. આ દરમિયાન એણે 11 સદી અને 12 અર્ધસદી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *