Virat Kohli MS Dhoni Record | Virat Kohli Surpasses MS Dhoni’s Record Of Most Test Matches As India Captain | કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી, WTC ફાઇનલ તેમના નેતૃત્વ હેઠળ 61મી મેચ છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli MS Dhoni Record | Virat Kohli Surpasses MS Dhoni’s Record Of Most Test Matches As India Captain

સાઉથહેમ્પટન37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિરાટ કોહલીએ અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તે હવે સૌથી વધુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગયો છે. આ મેચના ટોસ પછી કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ અત્યારસુધી 60 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. વિરાટ કોહલીની ટીમના કેપ્ટન તરીકે 61મી મેચ છે.

વિરાટનો વિનિંગ રેશિયો સૌથી વધારે
ભારતીય ટીમને સૌથી વધુ ટેસ્ટ મેટમાં જીત અપાવવાનો રેકોર્ડ કેપ્ટન કોહલીના નામે છે. અત્યારસુધી વિરાટે ભારતને 36 ટેસ્ટ મેચમાં જીત અપાવી છે. જેમાંથી 14 મેચ હારી અને 10 ટેસ્ટ ડ્રો રહી છે. સૌથી વધુ જીત અપાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીની પહેલા ધોનીને નામ હતો. ધોનીએ 60 ટેસ્ટમાંથી 27માં જીત અપાવી હતી.

કેપ્ટન તરીકે સૌથી વધુ રનના કેસમાં કોહલી ચોથા નંબરે
વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાની બાબતે ચોથા ક્રમાંકે છે. કોહલીએ કેપ્ટન તરીકે 60 મેચમાં 5392 રન બનાવ્યા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ગ્રેમ સ્મિથ પહેલા નંબર પર છે. તેમણે 109 મેચમાં 8659 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ છે. એણે 77 ટેસ્ટમાં 6542 રન બનાવ્યા છે.

કોહલીએ કોપ્ટન તરીકે 201 મેચમાં 116મો ટોસ હાર્યો
WTC ફાઇનલમાં વિરાટને નામ એક દુર્લભ રેકોર્ડ છે. વિરાટે અત્યારસુધી ત્રણેય ફોર્મેટમાં 201* મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. જેમાંથી 85 મેચમાં કોહલીએ ટોસ જીત્યો છે, જ્યારે 116 મેચના ટોસ હાર્યા છે. એનો ટોસ વિન/રેશિયો 0.74 છે. આ 100 કે તેથી વધુ મેચ રમી ચૂકેલા ખેલાડીઓમાં સૌથી ખરાબ આંકડો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *