Vandana Katariya Became The First Indian Women’s Hockey Player To Score A Hat trick At The Olympics | India Beat South Africa 4 3 | ઓલિમ્પિક મહિલા હોકીમાં હેટ્રિક મારી ઈતિહાસ રચ્યો; આ સિદ્ધિ મેળવનાર પહેલી ઈન્ડિયન પ્લેયર; સ્વર્ગસ્થ પિતા માટે મેડલ જીતવાનું લક્ષ્ય

[ad_1]

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2005માં વંદના પાસે હોકીની તાલીમ માટે રૂપિયા નહોતા; પિતાએ ઉધાર રૂપિયા લઇને સહાયતા કરી

ઈન્ડિયન મહિલા હોકી ટીમે ગ્રુપ-Aની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. વંદના કટારિયા આ મેચની સ્ટાર પ્લેયર રહી હતી. વળી વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક લગાવનાર પહેલી ઈન્ડિયન મહિલા પ્લેયર પણ બની ગઈ છે. વંદના ઉત્તરાખંડના રોશંગાબાદ ગામની રહેવાસી છે, જોકે પહેલા વંદના ખો-ખો પ્લેયર બનવા માગતી હતી, પરંતુ એની રનિંગ સ્પીડ સારી હોવાથી વંદનાએ હોકી રમવાની શરૂઆત કરી હતી.

2005માં એની પાસે હોકીની તાલીમ માટે પૈસા નહોતા. ત્યારબાદ વંદનાના પિતા નહરસિંહ કટારિયાએ ગમે તેમ કરીને પૈસા ઉછીના લીધા હતા અને પુત્રીના સપનાપૂરા કરવામાં મદદ કરી હતી. ટોક્યો ઓલિમ્પિકનાં 3 મહિના પહેલા એપ્રિલમાં નાહર સિંહનું નિધન થયું હતું. જેના કારણે વંદનાએ પોતાના પિતાની યાદોને પ્રેરણા બનાવી અને એમના માટે ઓલિમ્પિક મેડલ જીતવાનું એકમાત્ર લક્ષ્ય બનાવ્યું.

ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું

ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું

પિતાની યાદોને પ્રેરણા બનાવી, ટોક્યોમાં મેડલ જીતવાનું લક્ષ્ય
2005મા વંદના પાસે હોકીની તાલીમ લેવાના પણ રૂપિયા નહોત, તેવામાં પોતાની દીકરીનાં સપના પુરા કરવા માટે એના પિતા નરસિંહ કટારિયાએ ગમે તેમ કરીને રૂપિયા ઉધાર લીધા હતા. ટોક્યો ઓલિમ્પિકનાં 3 મહિના પહેલા વંદના કટારિયાનાં પિતાનું નિધન થયું હતું. જેના કારણે વંદનાને પણ ઘણો આઘાત લાગ્યો હતો. પહેલા બધાને લાગ્યું કે વંદના આ આઘાતને સહન નહીં કરી શકે, પરંતુ એણે પિતાની યાદોને પ્રેરણા બનાવી ટોક્યોમાં મેડલ જીતવાનું લક્ષ્ય બનાવી લીધું હતું.

મારા પરિવારનાં સભ્યો નારાજ રહ્યા, પિતાએ હંમેશા સાથ આપ્યો
વંદના હોકીની પહેલા ખો-ખો રમતી હતી, 2002મા ખો-ખોની રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં વંદનાનાં પ્રદર્શનથી પ્રભાવિત થઇને એના કોચે હોકી રમવા માટે સલાહ આપી. વંદનાએ પણ આ અંગે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે મારી ખો-ખોમાં રનિંગ સ્પિડ સારી હતી, જેથી હોકી મેં હોકી રમવાનું શરૂ કર્યું હતું.

2003મા હોકીનાં કોચ પ્રદીપ ચિન્યોટી વંદનાને પોતાની સાથે મેરઠ લાવ્યા હતા અને જ્યાં એણે મહેનત કરીને લગભગ 3 વર્ષ બાદ એટલે કે 2006માં કેડી સિંહ બાબૂ સ્ટેડિયમ લખનઉમાં એડમિશન લીધું હતું. ત્યાં વંદનાની ટ્રેનિંગ સાથે હોકીની સફર પણ શરૂ થઈ ગઈ હતી.

વંદનાએ કહ્યું હતું કે મારા પરિવારના સભ્યો તો હંમેશા મારી વિરુદ્ધ હતા. એ લોકો નહોતા ઇચ્છતા કે હું સ્પોર્ટ્સમાં ભાગ લઉં અને આમ રમવાનું ચાલુ રાખું, પરંતુ મારા પિતાએ હંમેશા મને પ્રત્સાહન આપ્યું. અત્યારે હું જે કંઈપણ છું એ મારા પિતાનાં ત્યાગ અને મહેનતના પરિણામે છું. મારા કારણે લોકો પિતાને પણ મેણા-ટોણા મારતા હતા, તેમ છતાં એ મારી પડખે ઊભા રહ્યા અને મને આ સ્તરે રમતી કરી હતી.

વંદનાની મોટી બહેન રીના કટારિયા ભોપાલ એક્સીલન્સીમાં હોકી કોચ છે

વંદનાની મોટી બહેન રીના કટારિયા ભોપાલ એક્સીલન્સીમાં હોકી કોચ છે

7 ભાઈ-બહેનમાં સૌથી નાની દીકરી ‘વંદના’
વંદના પોતાના 7 ભાઈ-બહેનમાં સૌથી નાની છે. એના 5 ભાઈ-બહેન પણ રમત-જગત સાથે જોડાયેલા છે. વંદનાની મોટી બહેન રીના કટારિયા ભોપાલ એક્સીલન્સીમાં હોકી કોચ અને નાની બહેન અંજલિ કટારિયા હોકી ખેલાડી છે. એનો પંકડ કરાટે અને સૌરભ ફુટબોલ ખેલાડી અને કોચ છે.

2010માં નેશનલ ટીમમાં સિલેક્શન થયું
વંદનાના પિતા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ(BHEL)માં કામ કરતા હતા. વંદનાએ જણાવ્યું હતું કે ઘણીવાર એવું પણ થયું હતું કે મારી પાસે ટ્રેનિંગ માટે પણ રૂપિયા નહોતા, તેવામાં મારા પિતા લોકો પાસેથી ઉધાર લઈને પણ મને તાલીમ અપાવતા હતા. 2005માં મેં ઉત્તર પ્રદેશની ટીમ દ્વારા એણે રમવાનું શરૂ કર્યું હતું અને 2010થી તો મને નેશનલ મહિલા હોકી ટીમમાં સિલેક્ટ કરી દેવાઈ હતી. મારા નસીબ સારા હતા કે 2011મા તો હું સ્ટોર્ટ્સ ક્વોટા થકી રેલવેમાં જૂનિયર TC બની ગઈ હતી.

જૂનિયર વર્લ્ડ કપમાં વંદનાએ સૌથી વધુ ગોલ કરી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો

જૂનિયર વર્લ્ડ કપમાં વંદનાએ સૌથી વધુ ગોલ કરી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો

2013માં સૌથી વધુ ગોલ કર્યા
બસ, ત્યારથી તો પછી ક્યારેય પણ વંદનાએ પાછળ વળીને જોયું જ નહતું. એણે 2013 મહિલા હોકીના જૂનિયર વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો. વંદનાએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે હું જ્યારે વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને આવી ત્યારે મીડિયાએ મારા પિતાનું પણ ઈન્ટર્વ્યૂ લીધું હતું. તે સમયે મારા પિતાની આંખોમાં ગર્વ અને ખુશીના આંસું જોઇને મારુ જીવન સાર્થક થઈ ગયું હોય એમ મને લાગ્યું હતું.

2021મા અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી
ટીમ ઈન્ડિયાએ 2014ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, વંદના આ ટીમની સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી હતી. વંદનાએ રિયો ઓલિમ્પિકમાં પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. એ ભારત માટે અત્યાર સુધી 218 મેચ રમી ચૂકી છે અને 58 ગોલ કર્યા છે.

વંદના નેશનલ ટીમમાં સિલેક્ટ થવાનો બધો શ્રેય પોતાના લખનઉનાં કોચ વિષ્ણુ પ્રકાશ શર્મા અને પૂનમ લતાને આપે છે. આર્જેન્ટિનાની લુસિયાના આપમાર તેની મનપસંદ ખેલાડી છે. 2021માં તેને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *