Union Sports Minister Kiran Riju attends funeral of Milkha Singh Panchatatva | મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલિન, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જુ અંત્યેષ્ઠીમાં સામેલ થયા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Union Sports Minister Kiran Riju Attends Funeral Of Milkha Singh Panchatatva

ચંડીગઢ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર સમયે પંજાબના રાજ્યપાલ વીપી સિંહ બદનૌર અને હરિયાણાના સ્પોર્ટ્સ મંત્રી સંદીપ સિંહ પણ ઉપસ્થિત રહ્યા - Divya Bhaskar

મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર સમયે પંજાબના રાજ્યપાલ વીપી સિંહ બદનૌર અને હરિયાણાના સ્પોર્ટ્સ મંત્રી સંદીપ સિંહ પણ ઉપસ્થિત રહ્યા

મહાન સ્પ્રિંટર મિલ્ખા સિંહનો શનિવારે સાંજે ચંડીગઢના સેક્ટર 25ના સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમનું 91 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. આ અગાઉ સેક્ટર-8ના ગુરુદ્વારા સાહિબથી ફૂલોથી શણગારેલા વાહનમાં મિલ્ખા સિંહનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ સુધી લઈ જવામાં આવ્યો હતો.

તેમના અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા માટે આવેલા કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે જ્યારે ભારતમાં સ્પોર્ટ પ્રત્યે એટલી જાગૃતિ ન હતી તેવા સમયમાં મિલ્ખા સિંહ જ એક એવી વ્યક્તિ હતી કે જેમણે ભારતનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આવી રહી છે ત્યારે જે પણ ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, અમે તે પ્રદર્શન મિલ્ખા સિંહને સમર્પિત કરશું.

મુખ્યમંત્રી અમરિંદર સિંહ તેમના મંત્રીઓ સાથે મિલ્ખા સિંહના ઘરે પહોંચ્યા

મુખ્યમંત્રી અમરિંદર સિંહ તેમના મંત્રીઓ સાથે મિલ્ખા સિંહના ઘરે પહોંચ્યા

સવારથી મિલ્ખા સિંહના અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, સ્પોર્ટ્સ મંત્રી રાણા ગુરજીત સોઢી, સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિંહ સિદ્ધુ, નાણાં મંત્રી મનપ્રીત સિંહ બાદલ, અકાલી દળના વિક્રમસિંહ મજીઠીયા, ભૂતપુર્વ અકાલી નેતા સુખદેવ સિંહ ઢીંઢસા સહિત અને અગ્રણીઓ પહોંચ્યા હતા.

મિલ્ખા સિંહના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલા વાહનથી શ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો-ફોટો-લખવંત સિંહ

મિલ્ખા સિંહના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલા વાહનથી શ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો-ફોટો-લખવંત સિંહ

અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠીયાએ શ્રદ્ધાંજલિ આપી

અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠીયાએ શ્રદ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મિલ્ખા સિંહના દિકરા જીવ મિલ્ખા સિંહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે તેમના પિતા દેશનું ગૌરવ હતા. કેપ્ટને કહ્યું કે તેઓ હંમેશા એક જિંદાદિલ વ્યક્તિ હતા અને આજની પેઢી માટે પ્રેરણાના સ્રોત હતા. ભૂતપુર્વ અકાલી નેતા સુખદેવ ઢીંઢસાએ કહ્યું કે મિલ્ખા સિંહ હંમેશા પોતાના આરોગ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *