Two more Team Indiana corona positives; Chahal and Gautam infected | ચહલ અને ગૌતમ સંક્રમિત, કૃણાલ પંડ્યા સહિત આ ત્રણેય ખેલાડી ભારત પરત નહીં આવે

[ad_1]

કોલંબો6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ચહલ અને ગૌતમ સહિત 8 ખેલાડીઓ આઈસોલેશનમાં જ હતા. - Divya Bhaskar

ચહલ અને ગૌતમ સહિત 8 ખેલાડીઓ આઈસોલેશનમાં જ હતા.

  • કૃણાલ પંડ્યા સંક્રમિત થયાના ત્રણ દિવસ બાદ આ બન્ને ખેલાડી પોઝિટિવ આવ્યા
  • કૃણાંલના સંપર્કમાં આવેલા 8 ખેલાડીઓ આઈસોલેશનમાં હતા

શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતા.

કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જે આઠ ખેલાડીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમા ચહલ અને ગૌતમ પણ હતા. અન્ય બીજા ખેલાડીઓમાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક ચહર, મનિષ પાંડે અને ઈશાન કિશન હતા. આ 8 ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી T20 મેચમાં રમ્યા ન હતા.

ચહલ અને કિશન બન્ને કૃણાલના સંપર્કમાં આવ્યા હતા.

ચહલ અને કિશન બન્ને કૃણાલના સંપર્કમાં આવ્યા હતા.

ચહલે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં કુલ 5 વિકેટ લીધી
યુઝવેન્દ્ર ચહલે વનડે સિરીઝમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. ચહલે સિરીઝની પહેલી 2 વનડે મેચ રમી હતી, જેમા એણે કુલ 5 વિકેટ લીધી હતી. (1st વનડે- 2 વિકેટ, 2nd વનડે- 3 વિકેટ ) વળી, યુઝવેન્દ્ર ચહલે પહેલી T20 મેચમાં 19 રન આપી 1 વિકેટ લીધી હતી.

કૃષ્ણપ્પા ગૌતમે ડેબ્યૂ વનડેમાં પહેલી વિકેટ લીધી
શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ઈન્ડિયન ટીમમાં કુલ 5 ખેલાડીએ ડેબ્યૂ કર્યું હતું. એમાંનો એક ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ પણ હતો. એણે અંતિમ વનડેમાં 49 રન આપી 1 વિકેટ લીધી હતી.

​​​​​​​છેલ્લી T-20 ભારત હાર્યું
શ્રીલંકાએ છેલ્લી T-20માં ભારતને 7 વિકેટથી હરાવ્યું. આની સાથે શ્રીલંકાએ 3 મેચની T-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકાની ટીમની આ ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ દ્વિપક્ષીય T-20 સિરીઝ જીત છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 3 વિકેટે 82 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકન બોલર વનિન્દુ હસારંગાએ પોતાના જન્મ દિવસે 9 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે ઈન્ડિયન બોલર રાહુલ ચહરે પણ 15 રન આપી 3 વિકેટ લીધી હતી.

શ્રીલંકા સામે ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર
ત્રીજી T-20માં ઈન્ડિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન કરી શકી હતી. આ ઈન્ડિયાનો શ્રીલંકા સામે સૌથી ઓછો સ્કોર પણ છે. આ પહેલાંના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ 2016માં પુણેમાં ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બનાવ્યા હતો. ત્યારે ટીમ 18.5 ઓવરમાં 101 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *