Tokyo Olympics Ugandan 20 Year Old Athlete Missing After Corona Test Was Practicing In Osaka | કોરોના ટેસ્ટ પછી યૂગાંડાનો 20 વર્ષનો ખેલાડી ગુમ, ઓસાકામાં પ્રેક્ટિસ કરતો હતો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo Olympics Ugandan 20 Year Old Athlete Missing After Corona Test Was Practicing In Osaka

એક કલાક પહેલા

  • કૉપી લિંક
યૂગાંડાનાં 9 ખેલાડી 19 જૂને જાપાન આવ્યા હતા. - Divya Bhaskar

યૂગાંડાનાં 9 ખેલાડી 19 જૂને જાપાન આવ્યા હતા.

  • યૂગાંડાની ટીમ 19 જૂને જાપાન આવી હતી, એકપછી એક 2 ખેલાડી પોઝિટિવ આવતા ક્વોરન્ટીન કરાયા

ટોક્યો ઓલિમ્પિકના આયોજકો અત્યારે કોરોના મહામારીના પડકારને પહોંચી વળવાના પ્રયાસોમાં લાગ્યા છે, તેવામાં એમની સામે વધુ એક મુસિબત આવી પડી છે. યુગાંડાનો 20 વર્ષીય એથલિટ અચાનક લાપતા થઈ ગયો છે. તે જાપાનના ઓસાકાનાં ટ્રેનિંગ કેમ્પમાં હતો. આ ઘટના પછી આયોજકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. લાપતા એથલિટની માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.

કોવિડ ટેસ્ટ કરાયા પછી ખેલાડી લાપતા
યૂગાંડાનાં 9 એથલિટ ઓસાકામાં તાલીમ લઈ રહ્યા છે. તેમનો શુક્રવારે કોવિડ ટેસ્ટ કરાયો હતો, ત્યારપછીથી એક એથલિટ જોવા મળ્યો નથી. આ મુદ્દે તેના સાથી ખેલાડીઓએ આયોજકોને જાણ કરી હતી. સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ધોરણે લાપતા એથલિટની તપાસ આદરી છે.

હોટલની ગંભીર બેદરકારી છતી થઈ
ઓલિમ્પિક જેવી મોટી ટૂર્નામેન્ટ દરમિયાન સામાન્ય રીતે હોટલ સ્ટાફ પણ ખેલાડીઓનું સતત મોનિટરિંગ કરતો હોય છે. પરંતુ જાપાનમાં અત્યારે આ પ્રક્રિયા નહોતી કરાઈ. અત્યારે તો કોઇને એ પણ નથી ખબર કે આ એથલિટ ક્યાંક ભાગી ગયો છે કે પછી એનું અપહરણ કરવામાં આવ્યું છે.

શુક્રવારે ટોક્યોમાં 1271 કોવિડ કેસ સામે આવ્યા
કોરોના મહામારી વચ્ચે ઓલિમ્પિકનું આયોજન કરવાને કારણે જાપાનની સરકાર સ્થાનિક લોકોના નિશાને છે. શુક્રવારે પણ ટોક્યોમાં કોરોનાના 1271 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. ગુરુવારે અહીં 1308 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 6 મહિના કરતા વધુ છે.

યૂગાંડાની ટીમ 19 જૂને જાપાન આવી, એક સભ્ય પોઝિટિવ મળી અવ્યો
યૂગાંડાની ટીમના કુલ 9 ખેલાડી 19 જૂને જાપાનમાં આવ્યા હતા. કોવિડ પ્રોટોકોલના કારણે જ્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમાથી એક સભ્ય પોઝિટિવ મળી આવ્યો હતો. આયોજકોએ હેલ્થ ફેક્ટરને ધ્યાનમાં રાખતા દરેક ખેલાડીને ક્વોરન્ટીન કરી દીધા હતા. થોડાક સમય પછી ક્વોરન્ટીનમાં રહેલા 8 ખેલાડી પૈકી વધુ એક પોઝિટિવ મળી આવ્યો હતો. જોકે અત્યારે તો આ બંને ખેલાડી નેગેટિવ પણ આવી ગયા છે અને 7 જુલાઈથી અહીં તાલીમ પણ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *