Tokyo Olympics: Sumit Nagal Creates History, Wins First Tennis Olympic Singles Match In 25 Years | ટેનિસમાં મેન્સ સિંગલ્સની પહેલી મેચ જીતી, છેલ્લા 25 વર્ષમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ઈન્ડિયન પ્લેયર; 2018 એશિયન ગોલ્ડ મેડલિસ્ટને હરાવ્યો

[ad_1]

33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઈન્ડિયન ટેનિસ સ્ટાર સુમિત નાગલે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 25 વર્ષમાં એણે પહેલી ઓલિમ્પિકની મેચ જીતી. સુમિત ઈન્ડિયાનો પહેલો એવો પ્લેયર છે જેણે આ સિદ્ધિ મેળવી હોય. આની પહેલા 1996માં લિએન્ડર પેસે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યારપછી એકપણ ભારતીય ટેનિસ પ્લેયર આવું કરી શક્યો નથી. સુમિતે એની પ્રથમ મેચમાં 2018 એશિયન ગોલ્ડ મેડલ વિજેતા ડેનિસ ઇસ્ટોમિનને 6-4, 6-7 (6), 6-4થી હરાવ્યો હતો.

બીજા રાઉન્ડમાં વિશ્વનાં નંબર -2 મેદવેદેવ સાથે ટક્કર
સુમિતે 2 કલાક 34 મિનિટ સુધી ચાલેલી મેચમાં શાનદાર રમત બતાવી. પહેલો સેટ જીત્યા બાદ એણે બીજા સેટમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે ઇસ્ટોમિને આ સેટ 7-6થી જીત્યો હતો. સુમિતે ત્રીજા સેટમાં બાઉન્સ બેક કર્યું અને 6-4થી જીત મેળવી લીધી હતી. હવે પછીના રાઉન્ડમાં તેનો સામનો દુનિયાના બીજા નંબરના ડેનિલ મેદવેદેવ સાથે થશે. મેદવેદેવે કઝાકિસ્તાનના એલેક્ઝાંડર બુબલીકને 6-4, 7-6થી હરાવ્યો છે.

ઝીશાન અને પેસે આ પરાક્રમ કર્યું હતું
સુમિત નાગલ ઓલમ્પિકમાં પહેલી મેચ જીતનાર એકંદરે ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નાગલ અને પેસ સિવાય ઝીશાન અલીએ 1988ની સિયોલ ઓલિમ્પિક દરમિયાન પુરુષ સિંગલ્સમાં પેરાગ્વેની વિક્ટો કેબાલેરોને હરાવી હતી. પેસે 1996ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એણે બ્રાઝિલના ફર્નાન્ડો મેલિઝેનીને હરાવીને આ મેડલ જીત્યો હતો. સોમદેવ દેવવર્મન અને વિષ્ણુ વર્ધન 2012 લંડન ઓલિમ્પિક્સમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *