Tokyo Olympics PV Sindhu Was Behind 18 20 In The Second Game Won The Match By Winning 4 Consecutive Points | બીજી ગેમમાં 18-20થી પાછળ હતી ભારતીય ખેલાડી, અહીંથી સતત 4 પોઈન્ટ જીતીને મુકાબલો પોતાને નામ કર્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo Olympics PV Sindhu Was Behind 18 20 In The Second Game Won The Match By Winning 4 Consecutive Points

2 કલાક પહેલા

  • કૉપી લિંક

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં સેમીફાઈનલમાં પહોંચી છે. વધુ એક જીતથી તેનું મેડલ જીતવાનું નક્કી છે. સિંધુએ સેમીફાઈનલ મેચમાં ચોથી રેન્કની જાપાનની અકાને યામાગૂચીને 56 મિનિટમાં 21-13, 22-20છી હરાવી છે. આ મેચમાં સિંધુ બીજી ગેમ્સ દરમિયાન એક સમયે 18-20થી પાછળ હતી. અહીંથી તેણે સતત ચાર પોઈન્ટ જીતીને લાસ્ટ-4માં તેની જગ્યા પાક્કી કરી લીધી છે. સિંધુ હવે શનિવારે સેમીફાઈનલ મેચ રમશે. તેમા તેનો સામનો દુનિયાની નંબર-1 તાઈવાનની તાઈ જૂ યિંગ અથવા થાઈલેન્ડની રાચ્તોનોક ઈંતાનોન સાથે થશે. ચલો જાણીએ આ મેચને સિંધુએ કેવી રીતે પોતાને નામ કરી…

સિંધુ આ ઓલિમ્પિકમાં પહેલાની સરખામણીએ ઘણી ઈમ્પ્રુવડ જોવા મળી

સિંધુ આ ઓલિમ્પિકમાં પહેલાની સરખામણીએ ઘણી ઈમ્પ્રુવડ જોવા મળી

પહેલી ગેમમાં એકતરફી જીત
પહેલી ગેમમાં બંને ખેલાડીઓએ દમદાર શરૂઆત કરી અને એક સમયે મેચ 6-6ની બરાબરીએ પહોંચી ગઈ હતી. અહીં સિંધુ જોરદાર સ્મૈશ અને ક્રોસ કોર્ટ શોર્ટ્સ દ્વારા આગળ વધીહતી. ટૂંક સમયમાં જ તે 11-7થી આગળ થઈ ગઈ હતી ત્યારપછી તેણે 16-11 અને પછી 18-13થી આગળ વધી હતી. આ ગેમમાં સિંધુએ યામાગૂચીને એક પણ પોઈન્ટ જીતવા ન દીધો અને પહેલી ગેમ 23 મિનિટમાં 21-13થી પોતાને નામ કરી લીધી.

મેચ જીત્યા પછી સિંધુએ આ રીતે સેલિબ્રેશન કર્યું

મેચ જીત્યા પછી સિંધુએ આ રીતે સેલિબ્રેશન કર્યું

બીજી ગેમમાં 6 પોઈન્ટ લીડ પછી 2 પોઈન્ટ પાછળ પડી
બીજી ગેમમાં પણ સિંધુએ શરૂઆત સારી કરી અને ટૂંક સમયમાં જ 12-6ની લીડ મેળવી લીઝી. અહીંથી યામાગૂચીએ સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યો અને સિંધુને લાંબી રેલી રમવા માટે મજબૂર કરી. ત્યારે સિંધુ થાકવા લાગી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, યામાગૂચીએ પહેલાં બરોબરી કરી અને પછી લીડ મેળવી.

ચાર જોરદાર પોઈન્ટ સાથે મેચ ખતમ કરી
બીજી ગેમમાં સિંધુ 18-20થી પાછળ પડી. અહીં યામાગૂચી એક પોઈન્ટ વધારે જીતતી તો ગેમ તેના નામે કરી લેતી અને ટક્કર ત્રીજી ગેમમાં જતો રહેતો. પરંતુ સિંધુએ તેની બધી એનર્જી વાપરીને સતત ચાર પોઈન્ટ જીત્યા અને આખી મેચ પોતાના નામે કરી લીધી. બીજી ગેમ 33 મિનિટ સુધી ચાલી.

યામાગૂચી આ મેચ દરિયાન ટક્કર આપવા માટે 3 વાર તેનું સંતુલન ગુમાવી ચૂકી છે

યામાગૂચી આ મેચ દરિયાન ટક્કર આપવા માટે 3 વાર તેનું સંતુલન ગુમાવી ચૂકી છે

સુંદર ડિફેન્સનું પ્રદર્શન કર્યું
થોડા મહિના પહેલાં સુધી ડિફેન્સમાં નબળાઈ સિંધુની સૌથી મોટી ખામી માનવામાં આવતી હતી. પરંતું ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાથી તેને મુશ્કેલ સ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સફલતા મળી અને સામેના પક્ષ પર પ્રેશર લાવવામાં તેને સફળતા મળી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *