Tokyo Olympics: Mirabai Chanu Wears Good Luck Earrings Gifted By Her Mother During 2016 Rio Olympics | ગુડલક માટે ઓલિમ્પિકના લોગો વાળી વિશેષ બુટ્ટી પહેરી રિંગમાં ઉતરી; માતાએ પોતાના ઘરેણા વેચીને ભેટ આપી હતી

[ad_1]

6 કલાક પહેલા

  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂના સિલ્વર મેડલ સિવાય એની કાનની બુટ્ટીએ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મીરા ફાઇનલમાં ઓલિમ્પિકના સિમ્બોલ આકારની બુટ્ટી પહેરીને રિંગમાં ઉતરી હતી. આ બુટ્ટી મીરાની માતા તોમ્બી લીમાએ 2016 રિયો ઓલિમ્પિક પહેલા પોતાના ઘરેણા વેચીને ગીફ્ટમાં આપી હતી.

મીરાબાઈની માતાને આશા હતી કે આ એક ગુડલક ગીફ્ટ સમી બની રહેશે. જોકે, રિયોમાં તે ડિસ-ક્વોલિફાઈ થઈ ગઈ. પરંતુ 2020 ટોક્યોમાં મીરાબાઈએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને માતાને રિટર્ન ગિફ્ટ આપી હતી. ફાઇનલમાં તોમ્બીએ જ્યારે મીરાબાઈના કાનમાં એજ બુટ્ટી જોઇ ત્યારે તે ખુશીના આંસુએ રડવા લાગી હતી.

લીમાએ કહ્યું કે મેં મારી બુટ્ટીને ટીવી પર જોઇ હતી. મેં મીરાને આ બુટ્ટી 2016માં રિયો ઓલિમ્પિક પહેલા આપી હતી. મેં મારા સેવિંગ્સના રૂપિયા અને સોનાનાં ઘરેણાને વાપરી મીરાને બુટ્ટી ભેટમાં આપી હતી. અત્યારે જ્યારે મીરાએ આ બુટ્ટી પહેરીને મેડલ જીત્યો છે, એ જોઇને અમને ઘણો આનંદ થયો છે.

મીરાબાઈએ ટોક્યોમાં ઈતિહાસ રચતા જોવા માટે પરિવારનાં સભ્યો અને મિત્ર હાજર હતા. મીરાએ પણ સિલ્વર જીત્યા પછી પોતાની માતાને યાદ કરી હતી. એણે કહ્યું કે હું મારી માતાને કારણે જ આજે સફળ છું.

મીરાબાઈ ફાઇનલમાં ઓલિમ્પિક લોગો વાળી બુટ્ટી પહેરીને રિંગમાં ઉતરી હતી.

મીરાબાઈ ફાઇનલમાં ઓલિમ્પિક લોગો વાળી બુટ્ટી પહેરીને રિંગમાં ઉતરી હતી.

મીરાબાઈએ મેડલ જીત્યા પછી ડાન્સ કર્યો હતો

મીરાબાઈએ મેડલ જીત્યા પછી ડાન્સ કર્યો હતો

સિલ્વર મેડલ સાથે મીરાબાઈ. 210 કિલો વજન ઉઠાવીને ચીની હોઉ જિહૂઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ સાથે મીરાબાઈ. 210 કિલો વજન ઉઠાવીને ચીની હોઉ જિહૂઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લિમ્કા બુક રેકોર્ડ હોલ્ડર ધર્મેંદ્રે મીરાબાઈની જીતનું સેલિબ્રેશન કરવા પાણીપુરીથી આજની તારીખ ગોઠવીને બનાવી હતી.

લિમ્કા બુક રેકોર્ડ હોલ્ડર ધર્મેંદ્રે મીરાબાઈની જીતનું સેલિબ્રેશન કરવા પાણીપુરીથી આજની તારીખ ગોઠવીને બનાવી હતી.

ફાઇનલ ઇવેન્ટ દરમિયાન મીરાબાઈ ચાનૂ. મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.

ફાઇનલ ઇવેન્ટ દરમિયાન મીરાબાઈ ચાનૂ. મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.

વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતનાર બીજી એથલીટ છે. આની પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતનાર બીજી એથલીટ છે. આની પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ સાથે મીરા (ડાબે), ચીની હાઉએ ગોલ્ડ જીત્યો અને કેન્ટિકા વિંડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ સાથે મીરા (ડાબે), ચીની હાઉએ ગોલ્ડ જીત્યો અને કેન્ટિકા વિંડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મીરાના કાનમાં માતાએ ભેટ આપેલી બુટ્ટીઓ જોવા મળી.

મીરાના કાનમાં માતાએ ભેટ આપેલી બુટ્ટીઓ જોવા મળી.

સિલ્વર મેડલ જીત્યા પછી મીરાએ પોઝ આપ્યો

સિલ્વર મેડલ જીત્યા પછી મીરાએ પોઝ આપ્યો

36 વર્ષીય ચાનૂએ કુલ 202 કિગ્રા વજન ઉઠાવીને શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 25 કિમી દૂર મીરાબાઈના ઘરે શુક્રવારે રાતથી જ મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા.

મીરાબાઈને 3 બહેનો અને 2 ભાઈ છે. મીરાની માતા લીમાએ કહ્યું હતું કે મીરાએ મને ખાતરી આપી કે હું કોઇપણ પ્રકારનું મેડલ જીતીને આવીશ. અમારા ઘરે જેટલા પણ મહેમાન આવ્યા તે આખી રાત અહીં રોકાયા હતા.

લીમાએ કહ્યું કે ટોક્યોમાં મીરાબાઈનું પ્રદર્શન જોવા માટે લગભગ 50 લોકો હાજર રહ્યા હતા. કેટલાક લોકો ઘરઆંગણે બેઠા હતા, તો કેટલાક ઘરની બહાર હતા. અમારા ઘરની બહાર આટલા બધા પરિજનોને જોતા અમને લાગ્યું હતું કે આ એક તહેવાર સમાન છે. અહીં પત્રકારોની પણ ભીડ જામવા લાગી હતી. આવો અનુભવ અમે ક્યારેય પણ નથી કર્યો.

લીમાએ કહ્યું કે મીરાબાઈએ પોતાના ઇવેન્ટ પહેલા વીડિયો કોલ પર વાત કરી હતી. એણે અમારા આશીર્વાદ પણ લીધા હતા. મીરાબાઈની બહેને કહ્યું કે એ ઘરમાં ઓછો સમય પસાર કરે છે. એટલા માટે અમે એક-બીજા સાથે વાતચીત કરવા માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે.

મીરા તેની માતા તોમ્બી લીમા સાથે, એણે જીતનો શ્રેય તેની માતાને આપ્યો.

મીરા તેની માતા તોમ્બી લીમા સાથે, એણે જીતનો શ્રેય તેની માતાને આપ્યો.

મીરાની માતાએ ઓલિમ્પિકમાં રમવા ઘણું પ્રોત્સાહન આપ્યું હતું.

મીરાની માતાએ ઓલિમ્પિકમાં રમવા ઘણું પ્રોત્સાહન આપ્યું હતું.

મીરાએ કહ્યું- હું આ જીતનો શ્રેય મારા કોચ વિજય શર્મા (જમણે)ને આપું છું.

મીરાએ કહ્યું- હું આ જીતનો શ્રેય મારા કોચ વિજય શર્મા (જમણે)ને આપું છું.

BBCના ઈન્ટર્વ્યૂમાં મીરાએ કહ્યું હતું કે એનો ફેવરિટ એક્ટર સલમાન ખાન છે.

BBCના ઈન્ટર્વ્યૂમાં મીરાએ કહ્યું હતું કે એનો ફેવરિટ એક્ટર સલમાન ખાન છે.

મીરા રોજ પૂજા-પાઠ પણ કરે છે.

મીરા રોજ પૂજા-પાઠ પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *