Tokyo Olympics Dipika Kumari And Atanu Das Did Not Want To See Each Others Face For 8 Years Fell In Love In 2016 And Now Medal Contenders In Tokyo | દીપિકા અને અતનુ 8 વર્ષ સુધી એક-બીજાનો ચહેરો જોવા નહોતા માગતા, 2016માં પ્રેમ થયો અને હવે ટોક્યોમાં મેડલના દાવેદાર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Tokyo Olympics Dipika Kumari And Atanu Das Did Not Want To See Each Others Face For 8 Years Fell In Love In 2016 And Now Medal Contenders In Tokyo

35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
બંનેની જોડીએ પેરિસમાં આયોજિત આર્ચરી વર્લ્ડ કપના મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. - Divya Bhaskar

બંનેની જોડીએ પેરિસમાં આયોજિત આર્ચરી વર્લ્ડ કપના મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • દીપિકા અને અતનુને ઓલિમ્પિકના મિક્સ્ડ ઇવેન્ટમાં સાથે રમવાની તક ના મળી

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાએ 128 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. જેમાં પતિ-પત્નીની એક જોડી પણ સામેલ છે અને પોતાના પ્રદર્શનથી દેશ અને દુનિયાના દિલ જીતી રહી છે. આપણે અહીં આર્ચર દીપિકા કુમારી અને અતનુ દાસની વાત કરી રહ્યા છે.

આ બંને અત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં પોત-પોતાની કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. અતનુ ગુરુવારે જ્યારે 2 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ખેલાડી સામે હારી રહ્યો હતો, ત્યારે દીપિકાએ સ્ટેન્ડ્સમાંથી એને ચિયર કર્યું હતું. જેના પરિણામે અતનુએ ગેમમાં બાઉન્સ બેક કરીને જીત પ્રાપ્ત કરી હતી. અત્યારે આ બંનેના બોન્ડેને જોતા કોઇપણ એમ ન કહી શકે કે એમની વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે દીપિકા અને અતનુએ 8 વર્ષ સુધી એકબીજા સાથે વાતચીત પણ કરી નહોતી.

બંનેની મુલાકાત ટાટા આર્ચરી એકેડમીમાં થઈ હતી

બંનેની મુલાકાત ટાટા આર્ચરી એકેડમીમાં થઈ હતી

13 વર્ષ પહેલા ટાટા આર્ચરી એકેડમીમાં મુલાકાત થઈ
દીપિકા અને અતનુ બંને જેમશેદપુરમાં સ્થિત ટાટા આર્ચરી એકેડમીમાં ટ્રેની રહી ચૂક્યા છે. 2008માં આ બંને એકબીજાને મળ્યા હતા. શરૂઆતમાં દીપિકા અને અતનુ વચ્ચે એવું ઘર્ષણ થયું હતું કે તેઓ 8 વર્ષ સુધી એકબીજાનો ચહેરો જોવા પણ માગતા નહોતા.

2016માં સમાધાન થયું, પછી પ્રેમમાં પડ્યા
છેવડે 2016માં દીપિકા અને અતનુ વચ્ચે સમાધાન થયું અને બંને પાક્કા મિત્રો પણ બની ગયા હતા. સમય જતા દીપિકા અને અતનુને એકબીજાનો સાથ પંસદ આવ્યો અને બસ તે દિવસથી જ એમની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. અતનુ અને દીપિકાની જોડીએ 2018માં સગાઈ કરી હતી અને 30 જૂન 2020ના રોજ લગ્નનાં બંધનમાં પણ બંધાયા હતા.

2018માં બંનેની સગાઈ અને 2020માં લગ્ન થયા

2018માં બંનેની સગાઈ અને 2020માં લગ્ન થયા

ઓલિમ્પિકના મિક્સ્ડ ઇવેન્ટમાં સાથે રમવાની તક ના મળી
દીપિકા અને અતનુની જોડીએ ઓલિમ્પિક પહેલા પેરિસમાં આયોજિત આર્ચરી વર્લ્ડ કપના મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેવામાં બંનેને આશા હતી કે ઓલિમ્પિકમાં પણ દીપિકા અને અતનુની જોડી એકસાથે સ્પર્ધામાં રમવા માટે ઉતરશે. પરંતુ રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દ્વારા નબળું પ્રદર્શન થયું હોવાથી દીપિકા અને પ્રવીણ જાધવની જોડીનું ઓલિમ્પિક સિલેક્શન થયું હતું. અત્યારે દીપિકા અને પ્રવીણ હારીને ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે.

પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કુમારી શુક્રવારે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરશે

પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કુમારી શુક્રવારે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરશે

કાલે દીપિકાની મહિલા સિંગલ્સ ઇવેન્ટ
ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની સિંગલ્સ ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કુમારી શુક્રવારે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરશે. એની પ્રી-ક્વાર્ટર ઇવેન્ટ ઈન્ડિયન ટાઇમિંગ અનુસાર સવારે 6 વાગ્યે થશે. આ મેચમાં દીપિકા રશિયાની પેરોવા સામે રમશે. દીપિકાને જો મેડલ જીતવો હશે તો વધુ 2 મેચ જીતવી પડશે.

અતનુની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ શનિવારે જાપાનનાં તાકાહારુ ફિરુકાવા સામે રમાશે. તાકાહારુ 2012 ઓલિમ્પિકનો સિલ્વર મેડાલિસ્ટ છે. હવે જ્યારે અતનુએ 2012નાં ગોલ્ડ મેડલિસ્ટને હરાવ્યો છે ત્યારે આની સામે પણ એ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *