Tokyo Olympics Coach Proposed To The Argentine Athlete In Front Of The Camera Said Say Yes Everyone Is Watching | આર્જેન્ટીનાનાં તલવારબાજને કોચે કેમેરાની સામે પ્રપોઝ કર્યું, કહ્યું- ઝડપથી ‘હા’ પાડ, બધા જોઈ રહ્યા છે

[ad_1]

44 મિનિટ પહેલા

આર્જેન્ટીનાનાં તલવારબાજ મારિયા બેલેન અને તેના કોચ લુકાસ સોસેડો.

  • મારિયા બેલેન પહેલા રાઉન્ડમાં જ હારીને મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી

વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન જીવનનું સૌથી મોટું પ્રપોઝલ. આર્જેન્ટીનાની તલવારબાજ મારિયા બેલેન પહેલા રાઉન્ડમાં જ હારીને મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી, પરંતુ જિંદગીની રેસમાં તેને સાથી મળી ગયો. મારિયા જ્યારે પત્રકારોના સવાલોના જવાબ આપી રહી હતી ત્યારે તેના કોચે અચાનક તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. આ ઘટનાથી પહેલા તો તે સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ પછી મારિયાએ ઉત્સાહ ભેર ‘હા’ પાડી દીધી હતી.

કોચ લુકાસે બધા વચ્ચે ઘૂંટણીએ બેસી પ્રપોઝ કર્યું
મારિયા પોતાના ખરાબ પ્રદર્શનથી ઘણી નિરાશ હતી અને તે પત્રકારોના સવાલોના જવાબ આપી રહી હતી. એવામાં અચાનક તેની પાછળથી લુકાસ સોસેડો(કોચ) આવ્યા અને ઘૂંટણીએ બેસી ગયા.

પહેલા તો મારિયાને કંઇ ખબર ના પડી, પરંતુ તરત જ કોચ લુકાસે તેમના હાથમાં રહેલો કાગળ તેને બતાવ્યો, જેમાં લખ્યું હતું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? આ સમયે મારિયા સ્તબ્ધ થઈ ગઈ હતી, જેના કારણે કોચ લુકાસે એમ પણ કહ્યું કે જલદીથી ‘હા’ બોલ, અહીં બધા મને જ જુએ છે. ત્યાર પછી મારિયાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.

11 વર્ષ પહેલાં પણ પ્રપોઝ કર્યું હતું
મારિયા અને લુકાસ સોસેડો છેલ્લાં 17 વર્ષથી રિલેશનશિપમાં છે. લુકાસે 2010માં પેરિસમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન પણ મારિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે મારિયાએ હા નહોતી પાડી. તેણે લુકાસને કહ્યું હતું કે આ મજાક છે કે કંઇક બીજું! પરંતુ ટોક્યો ઓલિમ્પિક દરમિયાન છેવટે તે માની ગઈ હતી.

આર્જેન્ટીના જઈને ઉજવણી કરશે
મારિયાએ કહ્યું હતું કે લુકાસ સોસેડોએ જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મને આમ તો ઘણી ખુશી થઈ હતી, અમે લાંબા સમય સુધી રિલેશનશિપમાં છીએ. અમે બંને આર્જેન્ટીના જઇને આની ઉજવણી કરીશું. આ સેલિબ્રેશન આર્જેન્ટીનાના પારંપરિક રીત-રિવાજો સાથે આયોજિત કરાશે.

ફૂટબોલ મેચ દરમિયાન જર્મન ફોરવર્ડે પણ આમ કર્યું હતું
ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ગર્લ ફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવાની આ બીજી ઘટના છે. રવિવારે સાઉદી અરબ સામે મેચ બાદ જર્મન ફોરવર્ડ મેક્સ ક્રૂસે પણ ગર્લફ્રેન્ડને કેમેરા સામે પ્રપોઝ કર્યું હતું. આ મેચને જર્મનીએ 3-2થી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *