Tokyo Olympic Murali Sreeshankar Did Quit Mbbs And Engineering To Represent India | કેરળનો મુરલી શ્રીશંકર લૉન્ગ જંપ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, નેશનલ રેકોર્ડ પણ બ્રેક કરી ચૂક્યો છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo Olympic Murali Sreeshankar Did Quit Mbbs And Engineering To Represent India

કેરળએક કલાક પહેલાલેખક: રાજકિશોર

  • કૉપી લિંક

કેરળના લોન્ગ જંપર મુરલી શ્રીશંકરે આ વર્ષની શરૂઆતમાં ફેડરેશન કપમાં નેશનલ રેકોર્ડની સાથે ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું. તેમણે પોતાના પાંચમા પ્રયાસમાં 8.26 મીટર જંપ માર્યો હતો. ઓલિમ્પિક માટે ક્વોલીફિકેશન સીમા 8.22 મીટર નિર્ધારિત કરાઈ હતી. શ્રીશંકરે આની પહેલા 2018માં 8.20 મીટરનો જંપ મારીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.

શ્રીશંકર ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતવા ઇચ્છે છે. તેથીજ એણે MBBSના એડમિશન માટે 2017માં પરીક્ષા પાસ કરી હોવા છતાં એડમિશન લીધું નહતું. તેણે 2018માં એશિયન જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક અંગે એમની પ્લાનિંગ અને તૈયારીઓ મુદ્દે ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી, જેના મહત્ત્વપૂર્ણ અંશને જાણો……

લોન્ગ જંપમાં તમે કેવા છો? શું તમે તમારા પેરેન્ટ્સથી પ્રભાવિત થઈને એથલેટિક્સમાં આવ્યા છો?
મારા માતા-પિતા બંને સ્પોર્ટ્સપર્સન છે. તે બંને સાઉથ એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એથલેટિક્સ પ્રતિયોગિતામાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ઘરના બીજા સભ્યો પણ સ્પોર્ટ્સમાં ભાગ લે છે. મારા માતા-પિતા જ્યારે મેદાનમાં જતા હતા, ત્યારે હું પણ એમની સાથે ત્યાં જતો. ધીરે-ધીરે મને પણ સ્પોર્ટ્સમાં રૂચિ જાગી. શરૂઆતમાં હું સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ભાગ લેતો હતો.

હું જ્યારે 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં 100 અને 50 મીટરની સ્ટેટ લેવલમાં મેડલ જીત્યા, પરંતુ 10માં ધોરણમાં આવ્યા પછી, મારા પિતાએ મને લોન્ગ જંપમાં કારકિર્દી બનાવવા માટે ટકોર કરી હતી. હું જ્યારે નાનો હતો ત્યારે મને એટલા માટે લોન્દ જંપમાં ભાગ નહોતો લેવા દીધો કારણ કે મને આનાથી ઘણી ઇજાઓ પહોંચી શકે તેમ હતી.

10માં ધોરણમાં આવ્યા પછી મેં મારા પિતાના માર્ગદર્શન હેઠળ લોન્ગ જંપમાં હાથ અજમાવ્યો હતો. આમા તનતોડ મહેનત કર્યા પછી મેં નેશનલ અને સ્ટેટ લેવલે ઘણા મેડલો જીત્યા છે. બસ ત્યારથી મેં લોન્ગ જંપમાં મારી કારકિર્દી બનાવી હતી.

શું તમે 10માં અને 12માં CBSE બોર્ડમાં 90 ટકા મેળવ્યા હતા? તેવામાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશન વચ્ચે સંતુલન કેવી રીતે બનાવ્યું?
હા, મેં કેન્દ્રીય વિદ્યાલયથી 10માં અને 12માં ધોરણમાં 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હતા. 12માં ધોરણમાં મેં સાયન્સ લીધું હતું. મેં 2017માં મેડિકલ એક્ઝામ પણ પાસ કરી, પરંતુ મેં MBBSનો અભ્યાસ ના કર્યો. મારું પ્રાથમિક લક્ષ્ય ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. ડૉકટરના અભ્યાસની સાથે ઓલિમ્પિક રમવું શક્ય નથી. ત્યારપછી મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પરંતુ એમાં પણ મેં વધુ અભ્યાસ નહોતો કર્યો અને હું અત્યારે BSCના થર્ડ યરમાં છું. મેં રમત અને ભણતર વચ્ચે સંતુલન જાળવી રાખ્યું હતું. હું ટ્રેનિંગ પછી તરતજ ભણવા બેસી જતો હતો.

શું તમને લાગે છે કે MBBS ના કરવાનો નિર્ણય યોગ્ય હતો? શું તમારા આ નિર્ણય અંગે કોઈએ વિરોધ ઉઠાવ્યો હતો? ના, મેં જે નિર્ણય લીધો છે એ યોગ્ય હતો અને મને એનું દુઃખ નથી. મારા મત મુજબ ઓલિમ્પિક ઇવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું વધારે યોગ્ય છે. કારણ કે તમે દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લો છો અને આનો અનુભવ પણ બધાથી અલગ હોય છે.

મેં MBBSમાં એડમિશન ના લીધું એનાથી મારા ટીચરને પ્રોબ્લેમ હતો. એમનું માનવું હતું કે ઘણા ઓછા લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે, તેથી મારે આમાં એડમિશન લેવા જેવું હતું. હું સાત-આઠ કલાક ટ્રેનિંગ કરવા માગતો હતો, જેથી આ શક્ય નહતું.

ઓલિમ્પિક માટે તમારી કેવી તૈયારીઓ છે? શું તમારા પર આટલા મોટા ટૂર્નામેન્ટ અંગે કોઇ માનસિક દબાણ છે?
હું મારા કેરળના ઘરે રહીને ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છું. મારી તૈયારીમાં JSWએ મને સારો સહયોગ આપ્યો છે. જોકે કોરોના મહામારીના કારણે ઓલિમ્પિક પહેલા કોઈ મોટી ટૂર્નામેન્ટ નહોતી રમાઈ. વળીં કોરોના મહામારીના કારણે ઘણા દેશોએ ત્યાં સ્થાનિક પ્રવાસીઓ સામે પણ પ્રતિબંધ લાદ્યો છે. જોકે ઇન્ટર સ્ટેટ અને ગ્રાં પી પછી યૂરોપ જવાની યોજના છે. જો મને યૂરોપ જવાની અનુમતિ મળે તો હું ત્યાં જઇને તાલીમ લેવા માંગુ છું. ત્યાંથી ટોક્યો જઇશ.

તમે માર્ચમાં 8.26 મીટર જંપ કરીને ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યું? ઓલિમ્પિકમાં મેડલ અંગે તમને કેટલો વિશ્વાસ છે?
હાં, ઓલિમ્પિકમાં 100 મીટર અને લોન્ગ જંપમાં મેડલ જીતવો સરળ નથી. મેં 8.26 મીટર સાથે માર્ચમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. મારું પ્રદર્શન રિયો ઓલિમ્પિકના ટોપ સિક્સમાં સામેલ જંપરમાં બરાબર છે. હું માનું છું કે જો ટોક્યો પહેલાં મને આંતરરાષ્ટ્રીય સ્તરે બે-ત્રણ સ્પર્ધાઓ મળે તો હું મેડલો જીતી શકું. તમારું બેસ્ટ એક અથવા બે સ્પર્ધાઓ પછી જ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *