Tokyo Olympic 2020 P. V. Sindhu Profile Tokyo Updates Rio Medalist Sindhu Steps Away From Medal In Tokyo | પીવી સિંધુના માતા-પિતા વોલીબોલ પ્લેયર, 9 વર્ષની ઉંમરે ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo Olympic 2020 P. V. Sindhu Profile Tokyo Updates Rio Medalist Sindhu Steps Away From Medal In Tokyo

8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ ટોક્યોમાં પણ મેડલ જીતવાથી એક પગલું દૂર છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની અકાને યામાગૂચીને હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. હવે તેની નજર સિલ્વર અથવા ગોલ્ડ મેડલ પર છે. જો સેમી ફાઈનલમાં તે હારી પણ જાય તો તો તેણે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે. સિંધુ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર એકમાત્ર ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે. તેણે ટોક્યો જતા પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી આપવામાં આવેલા સન્માન અને પુરસ્કારને સાર્થક કરવું છે.

9 વર્ષની ઉમરમાં ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી
પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ આંધ્રપ્રદેશના પાટનગર હૈદરાબાદમાં થયો હતો. તેમના માતા-પિતા રાષ્ટ્રીય સ્તરના વોલીબોલના ખેલાડી હતા. પિતા પીવી રમાના 1986ના સિયોલ એશિયાઈ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો હિસ્સો રહ્યા હતા. ભલે સિંધુના માતા-પિતા વોલીબોલના ખલેાડી હતા પરંતુ તે પોતે પુલેલા ગોપીચંદની રમવાની સ્ટાઈલથી પ્રભાવિત હતી અને 9 વર્ષની ઉંમરે તેણે ગોપીચંદની એકેડમીમાં અભ્યાસ શરૂ કરી દીધો હતો.

નાનકડી પીવી સિંધુ તેની માતા-બહેન અને બેડમિન્ટન પ્લેયર ગોપીચંદ સાથે

નાનકડી પીવી સિંધુ તેની માતા-બહેન અને બેડમિન્ટન પ્લેયર ગોપીચંદ સાથે

દરેક જૂનિયર અને જૂનિયર સ્તર પર જીતી ચૂકી છે
ઘણાં મેડલ સિંધુએ કરિયરની શરૂઆતમાં ઓલ ઈન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ અને સબ-જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને પોતાની પ્રતીભાનો પરિચય આપ્યો હતો. તેણે 2009માં સબ-જૂનિયર એશિયાઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને એક વર્ષ પછી ઈરાનમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. 2012માં તેણે એશિયન જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યા 5 મેડલ
સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ સહિત પાંચ મેડલ જીત્યા હતા. 2013 અને 2014માં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2017 અને 2018માં સિલ્વર અને 2019માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ જીતી ચૂકી છે મેડલ
સિંધુ 2014 ઈંચિયોન એશિયન ગેમ્સમાં વિમેન્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો રહી હતી. જ્યાકે જકાર્તા એશિયન ગેમ્સમાં મહિલાઓના સિંગલ્સમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિંધુએ એક ગોલ્ડ સહિત 3 મેડલ જીતી હતી.
તેણે 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. જ્યારે મહિલાઓના સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં તે બ્રોન્ઝ મેડલ જીતી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *