This is not a museum but a story of the life of cricket, from the cricket manual written by Maharaja Ranjit Singh in 1897 to valuables like bats, balls, hats, jerseys | આ મ્યુઝિયમ નથી પણ ક્રિકેટને જીવવાની કહાની છે, અહિં 1897માં મહારાજા રણજિત સિંહ દ્વારા લખાયેલ ક્રિકેટ મેન્યુઅલથી લઇને બેટ, બોલ, ટોપી, જર્સી જેવી કીમતી વસ્તુઓ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • This Is Not A Museum But A Story Of The Life Of Cricket, From The Cricket Manual Written By Maharaja Ranjit Singh In 1897 To Valuables Like Bats, Balls, Hats, Jerseys

દુબઈ2 કલાક પહેલાલેખક: શનીર સિદ્દિકી

  • કૉપી લિંક
  • 78 વર્ષના ભારતીય મુળના ઉદ્યોગપતિ શ્યામ ભાટિયાએ દુબઈમાં ક્રિકેટની શરૂઆત કરવાની સાથે એક મ્યુઝિયમ પણ બનાવ્યું

ક્રિકેટનું ઝનૂન અને ક્રિકેટના દીવાના આ દુનિયામાં ઘણા છે. પણ શ્યામ ભાટિયા જેવા દીવાના ગણ્યા-ગાઠ્યા જ હશે. 78 વર્ષના શ્યામ ભાટિયાએ પોતાના ક્રિકેટની દીવાનગીને એક ચહેરો આપવા માટે દુબઈમાં ક્રિકેટની શરૂઆત કરવાની સાથે-સાતે એક ક્રિકેટ મ્યુઝિયમની પણ સ્થાપના કરી. આ એક માત્ર મ્યુઝિયમ નથી, પણ ક્રિકેટને જીવવાની કહાની છે.

અહિયા ન માત્ર ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલ ભેટ છે, પણ ક્રિકેટનો ઇતિહાસ પણ એક લાઇબ્રેરીમાં જોવા અને વાંચવા મળશે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તરફથી રણજી રમી ચુકેલ શ્યામ ભાટિયા 1965માં નોકરી માટે દુબઈ ગયા હતા. તે સમયે દુબઈમાં ન કોઈ ક્રિકેટ મેદાન હતું કે ટીમ. તે પોતાની ટીમની સાથે રૉયલ એરફોર્સ શારજાહ જતા હતા. ત્યા એક સિમેન્ટની પિચ હતી. 1967 માં તેમણે કોલકાતાથી પહેલીવાર મેટ મંગાવી, જેથી રમવું થોડું સહેલું થઇ ગયું. તે પોતાની કારમાં સપાટ મેદાન શોધતા ફરતા હતા.

શ્યામ ભાટિયા ભારતથી સારા ખેલાડીઓને પોતાની કંપનીમાં નોકરી માટે બોલાવતા હતા. જેથી તેમની કંપની ટીમ મજબુત બને. 1981 માં શારજહામાં ક્રિકેટ એક ઓપચારીક ચહેલો બની રહ્યો હતો. તે દુબઈ ક્રિકેટ એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર પણ હતા. તેમણે દુબઈ તરફથી ક્રિકેટ પણ રમ્યું અને ઘણી ટુર્નામેન્ટ પણ કરાવી.

શ્યામ ભાટિયાનું આ ઝનૂન માત્ર પાર્ટીઓ અને બુકમાં પુરૂ નથી થતું. તેમણે ખેલાડીઓને ખાનગી કલેક્શન અને સિગ્નેચર વાળા બેટ, બોલ, બુટ અને ગ્લોઝનું મ્યુઝિયમ શરૂ કર્યું.

શ્યામ ભાટિયાનું આ ઝનૂન માત્ર પાર્ટીઓ અને બુકમાં પુરૂ નથી થતું. તેમણે ખેલાડીઓને ખાનગી કલેક્શન અને સિગ્નેચર વાળા બેટ, બોલ, બુટ અને ગ્લોઝનું મ્યુઝિયમ શરૂ કર્યું.

2003માં ‘પોટ્રેટ ઓફ ધ ગેમ્સ’ ની પ્રસ્તાવના સુનિલ ગાવસ્કરે લખી હતી
2003માં વર્લ્ડ કપ સમયે ‘પોર્ટ્રેટ ઓફ ધ ગેમ્સ’ નો પહેલો ભાગ રીલિઝ થયો. જેની પ્રસ્તાવના સુનિલ ગાવસ્કરે લખ્યો હતો. તેમાં ગિલક્રિસ્ટ, બોર્ડર, ડોનાલ્ડ, કુંબલે, રણતુંગા, બોબ વિલિસ, લૉયડ, ઇયાન ચેપલ, ઇમરાન ખાન, કપિલ દેવ, ઇંજમામ, કેલિસ, મોહિન્દર અમરનાથ, ગાંગુલી, પોન્ટિંગ અને વોર્ન જેવા 60 ખેલાડીઓએ પોતાના કિસ્સાઓ શેર કર્યા હતા. 5 વર્ષ બાદ તેનો બીજો ભાગ રીલિઝ થયો. જેની પ્રસ્તાવના ઇમરાન ખાને લખી હતી. શ્યામ ભાટિયાનું આ ઝનૂન માત્ર પાર્ટીઓ અને બુકમાં પુરૂ નથી થતું. તેમણે ખેલાડીઓને ખાનગી કલેક્શન અને સિગ્નેચર વાળા બેટ, બોલ, બુટ અને ગ્લોઝનું મ્યુઝિયમ શરૂ કર્યું. અહિં વિશ્વની બધી જીતનાર ટીમના ખેલાડીઓના સિગ્નેચર્સ વાળા બેટ, બોલ, ટોપી, ટાઇ છે. અહિયા દિવાલો પર ક્રિકેટના આંકડા લખ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *