There will be a thrilling match between number one Belgium and in-form Italy | નંબર વન બેલ્જિયમ અને ઇન-ફોર્મ ઇટલી વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • There Will Be A Thrilling Match Between Number One Belgium And In form Italy

લંડન2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • યુરોના ક્વાર્ટર ફાઇનલિસ્ટ નક્કી, ટોપ-5 ગોલ સ્કોરરમાંથી 4 બહાર
  • ફ્રાન્સ, પોર્ટુગલ અને ક્રોએશિયાને ચોકાવીને નાની ટીમો આગળ વધી

યુરોપની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ યુરો 2020 ની ટોપ 8 ટીમ નક્કી થઇ ગઇ છે. ગત ચેમ્પિયન પોર્ટુગલ, વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ અને વર્લ્ડ કપ રનર્સ અપ ક્રોએશિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. તો બધાને ચોકાવી દેતા ચેક રિપબ્લિક, સ્વિટ્ઝરલેન્ડ, યુક્રેન, ડેનમાર્ક જેવી ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ ચાર ટીમોની કુલ માર્કેટ વોલ્યુ 8551 કરોડ છે. તો ટાઇટલ માટે દાવેદાર ઇંગ્લેન્ડ, ઇટલી, બેલ્જિયમ, સ્પેન પણ અંતિમ 8માં છે. ક્વાર્ટર ફાઇનલ 2 કે 3 જુલાઈના રોજ રમાશે. સેમી ફાઇનલ મેચ 6 અને 7 અને ફાઇનલ મેચ 11 જુલાઈના રોજ રમાશે.

ક્વાર્ટર ફાઇનલનો કાર્યક્રમ: સ્પેન-ઇંગ્લેન્ડનો આસાન રસ્તો
પહેલા: સ્વિટ્ઝરલેન્ડ vs સ્પેન (સેન્ટ પીટર્સબર્ગ)
બંને ટીમો વચ્ચે થઇ 23 મેચમાં સ્પેનએ 16 અને સ્વિટ્ઝરલેન્ડે 1 મેચ જીતી. 6 મેચ ડ્રો થઇ. દરેક ક્ષેત્રે સ્પેનનું પલડું ભારે રહ્યું. પણ ફ્રાન્સને હરાવનાર સ્પીસ ટીમને ઓછી આકવી જોઇએ નહીં.

બીજી: બેલ્જિયમ vs ઇટલી (મ્યુનિખ) 31 મેચમાં અજેય ઇટલીની સામે વિશ્વની નંબર 1 બેલ્જિયમ ટીમ છે. ઇટલી સામે બેલ્જિયમે 23 મેચમાં 4 જીત અને 14માં હાર મળી છે. બેલ્જિયમના સ્ટાર કેવિન ડી બ્રુઇન અને એડન બેજાર્ડ ઇજાગ્રસ્ત છે.

ત્રીજી: ચેક રિપબ્લિક vs ડેનમાર્ક (બાકુ) ચેક રિપબ્લિકે ડેનમાર્કને અંતિમવાર 2004 માં હરાવ્યું હતું. બંને વચ્ચે થયેલ 12 મેચમાં ચેકને 3 અને ડેનમાર્કને 2 જીતી મળી છે. ગત 2 મેચમાં 4-4 ગોલ કરનાર ડેનમાર્ક ફેવરીટ માનવામાં આવે છે.

ચોથી: ઇંગ્લેન્ડ vs યુક્રેન (રોમ) પહેલીવાર અંતિમ-8 માં પહોંચેલી યુક્રેને ઇંગ્લેન્ડ સામે 8 મેચ રમી છે. જેમાં માત્ર 1 મેચમાં જીત મેળવી છે. યુરો 2020 માં ક્લીન શીટ કરનાર ઇંગ્લિશ ટીમ સામે યુક્રેનની જીત મુશ્કેલ લાગી રહી છે.

15 યુરો: 9 ઓન ગોલ; 16મી યુરો: 9 ઓન ગોલ આ ટુર્નામેન્ટમાં હજુ સુધી રમાયેલી 44 મેચમાં 9 ઓન ગોલ થયા છે. માત્ર સ્પેને ઓન ગોલ છતાં જીત મળી છે. 1960 માં શરૂ થયેલ યુરો કપમાં 2016 સુધી 15 ટુર્નામેન્ટમાં કુલ 9 ઓન ગોલ થયા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *