The world’s oldest wrestler, after wearing 13 kg of leather trousers, drenched in oil and took part in the 2160 Pahelwan to win the Golden Belt | દુનિયાની સૌથી જૂની કુશ્તી, 13 કિલો ચામડાનું ટ્રાઉઝર પહેર્યા પછી તેલમાં તરબોળ થઈને 2160 પહેલવાને ભાગ લીધો, જેથી ગોલ્ડન બેલ્ટ જીતી શકે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • The World’s Oldest Wrestler, After Wearing 13 Kg Of Leather Trousers, Drenched In Oil And Took Part In The 2160 Pahelwan To Win The Golden Belt

ઓડિર્ન3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તૂર્કીની રાષ્ટ્રીય રમત તેલ કુશ્તી, જે છેલ્લા 660 વર્ષથી નિયમિત રીતે રમાય છે

તૂર્કીના એડિર્નમાં એક અનોખી કુશ્તી સ્પર્ધા યોજાઈ હતી. આ કુશ્તી એટલે ખાસ છે કે, તેમાં ભાગ લેવા માટે તમામ કુશ્તીબાજ પહેલવાને 13 કિલો વજનનું ચામડાનું ટ્રાઉઝર પહેરવું ફરજિયાત છે. પછી આ તમામે તેલ કે ગ્રીસથી પણ ‌ફરજિયાત ન્હાવું પડે છે. હકીકતમાં આ કુશ્તી તૂર્કીની રાષ્ટ્રીય રમત છે.

આ સ્પર્ધા પહેલીવાર 13મી સદીમાં યોજાઈ હતી. આ વર્ષે આ ઐતિહાસિક રમતની 660મી જયંતી છે. સ્થાનિકો કહે છે કે, આ કુશ્તીનું આયોજન જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થાય છે. તેના માટે લોકો મહિનાઓ સુધી તૈયારી કરે છે. તેમાં 15 વર્ષથી વધુ વયના લોકો ભાગ લે છે. આ કુશ્તી વખતે ડૉક્ટરોની ટીમ પણ તહેનાત રખાય છે. આ વર્ષે પણ ઓઈલ કુશ્તીનું ધામધૂમથી આયોજન કરાયું હતું, જેને જોવા હજારો લોકો પહોંચ્યા હતા.

ખાસ વાત એ છે કે, તૂર્કીની આ રમત દેશને સમર્પિત છે. તૂર્કીની સેનાના ઉત્સાહને જાળવી રાખવા માટે તેનું દર વર્ષે આયોજન થાય છે. આ કુશ્તી જીતનારાને ગોલ્ડન બેલ્ટ અને ટાઈટલ અપાય છે.

આયોજકો કહે છે કે, આ કુશ્તીની રમત શરૂ થઈ ત્યારે તેનો સમય 40 મિનિટનો હતો. જો કોઈ વિજેતા ના થાય, તો બંને પહેલવાન ફરી 15 મિનિટ કુશ્તી કરતા. જોકે, 1975માં તે સમય ઘટાડીને 30 મિનિટનો કરી દેવાયો. આ ઉપરાંત 15 મિનિટનો સમય પણ ઘટાડીને 10 મિનિટ કરાયો.

42 વર્ષનો અલી ચેમ્પિયન, યુનેસ્કોની કલ્ચરલ યાદીમાં પણ આ રમત સામેલ
રાષ્ટ્રીય ઉજવણી હેઠળ 3 દિવસમાં 2160 પહેલવાને આ કુશ્તીમાં ભાગ લીધો. તેમાં 42 વર્ષના અલી ગુરબેઝે ઈસ્માઈલને હરાવીને ગોલ્ડન બેલ્ટ ટાઈટલ જીત્યું. તેમણે સતત બીજા વર્ષે આ જીત હાંસલ કરી છે. આ રમતની પ્રસિદ્ધિ અને ઐતિહાસિક પ્રમાણો જોતા 2010માં યુનેસ્કોએ પણ આ રમતને કલ્ચરલ હેરિટેજની યાદીમાં સામેલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *