The wives of Indian star cricketers are also super talented, know their journey from background to education | ઈન્ડિયન સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ પણ સુપર ટેલેન્ટેડ, જાણો તેમના બેકગ્રાઉન્ડથી લઇને એજ્યુકેશન સુધીની સફર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Wives Of Indian Star Cricketers Are Also Super Talented, Know Their Journey From Background To Education

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પુજારા, કોહલી અને ધોનીની પત્નીઓની તસવીર - Divya Bhaskar

પુજારા, કોહલી અને ધોનીની પત્નીઓની તસવીર

  • અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની એક જ સ્કૂલમાં ભણ્યા છે

છેલ્લા કેટલાક દશકાઓથી ઈન્ડિયન ક્રિકેટને અલગ દિશા મળી છે. તેવમાં IPLની શરૂઆત પછી ક્રિકેટર્સની સ્કિલ્સ સાથે બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયન ટીમના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીથી લઇને ધોની એજ્યુકેશનની દ્રષ્ટિએ ખાસ પડાવ પાર કરી શક્યા નથી તેમ છતાં તે ગ્રાઉન્ડ પર સામેની ટીમને એકલા હાથે પરાસ્ત કરવા માટે સક્ષમ છે. આજે આપણે ઈન્ડિયન ટીમના ક્રિકેટર્સની પત્નીઓ વિશે થોડી માહિતી મેળવીશું, જેમાં તેમના વર્કિંગ પ્રોફેશનથી એજ્યુકેશન સુધીની સફર વિશે જાણીશું…….

ઈન્ડિયન ટીમના કેપ્ટન કોહલીની પત્ની અનુષ્કા અંગે માહિતી
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં બોર્ગો ફિનોશિટોમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન હરિદ્વારના પંડિત અનંતબાબાએ કરાવ્યા હતાં. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ દીકરી સાથેનો પ્રથમ ફોટો શેર કર્યો હતો. તેમની દીકરીનું નામ વામિકા છે. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે.

વિરાટ અને અનુષ્કાની ફાઇલ તસવીર

વિરાટ અને અનુષ્કાની ફાઇલ તસવીર

અનુષ્કા શર્મા કરિયરઃ
અનુષ્કા શર્માનો ઉછેર બેંગ્લોરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ દરમિયાન અનુષ્કા શર્મા મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથે એક જ ક્લામાં અભ્યાસ કરતી હતી. એણે શરૂઆતી અભ્યાસ આર્મી સ્કૂલમાં કર્યો હતો અને માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી આર્ટ્સ ફિલ્ડની ડિગ્રી મેળવી હતી. તેને મોડલિંગ અથવા પત્રકારત્વ જગતમાં જ પોતાની કારકિર્દી બનાવવી હતી.

2008માં ‘રબને બના દી જોડી’થી અનુષ્કાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન હતો. 2014માં અનુષ્કાએ ભાઈ કર્નિશની સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું અને ‘એનએચ 10’ તથા ‘ફિલ્લોરી’ તથા ‘પરી’ ફિલ્મ્સ બનાવી હતી.

ધોની અને સાક્ષીની ફાઇલ તસવીર

ધોની અને સાક્ષીની ફાઇલ તસવીર

ટીમના પૂર્વ કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી અંગે માહિતી
4 જૂલાઇ 2010ના દિવસે દેહરાદૂન નજીક એક રિસોર્ટમાં એક ખાનગી સમારોહમાં ધોની પોતાની મંગેતર સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક દિવસ પહેલાજ સાક્ષી અને ધોનીની સગાઇ થઇ હતી. ધોની અને સાક્ષીની એક ક્યુટ દીકરી પણ છે, એનું નામ ઝીવા છે. ઘોનીની પત્ની સાક્ષીએ 6 ફેબ્રુઆરી 2015ના દિવસે ગુડગાંવના ફોર્ટિસ હોસ્પિટલમાં પૂત્રીને જન્મ આપ્યો હતો.

સાક્ષી ધોની કરિયરઃ
સાક્ષીનો જન્મ નવેમ્બર 19, 1988ના દિવસે આસામમાં થયો હતો. સાક્ષીએ પ્રાથમિક શિક્ષણ લેખાપાનીમાં લીધું હતું. વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને સાક્ષી એકબીજા સાથે એકજ ક્લાસમાં અભ્યાસ કરતી હતી. તેના દાદા ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી હોવાથી સાક્ષીએ વિવિધ રાજ્યોમાં અભ્યાસ કર્યો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ રાંચીની જવાહર વિદ્યા મંદિરમાંથી પૂરુ કર્યું હતું.

સાક્ષી ધોનીની ફાઇલ તસવીર

સાક્ષી ધોનીની ફાઇલ તસવીર

ધોની સાથે મુલાકાત વર્ક ટાઇમમાં થઈ
સાક્ષીએ ઓરંગાબાદમાંથી ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી ડીગ્રી મેળવી હતી. ત્યારપછી તેણે તાજ બંગાળ, કોલકાતા હોટલમાં ઈન્ટર્નશિપ કરી હતી. તે જ્યારે હોટલમાં વર્ક કરી રહી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને મળી હતી અને પછી બંને એકબીજાના લવમાં પડ્યા હતા.

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અંગે માહિતી
રોહિત શર્માએ એપ્રિલ-2015માં રિતિકા સજદેહ સાથે સગાઈ કરી હતી. રોહિત રિતિકાને મુંબઈની બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં લઈને ગયો હતો અને ત્યાં પ્રપોઝ કરવાની સાથે વીંટી પહેરાવી હતી. બન્ને એકબીજાને 6 વર્ષથી ઓળખતા હતા. ત્યારપછી 15 ડિસેમ્બર 2015ના રોજ રોહિત શર્માએ રિતિકા સાથે લગ્ન કર્યા હતા. રોહિત શર્મા 30 ડિસેમ્બર 2018ના દિવસે પિતા બન્યો હતો. રિતિકાએ દીકરીને જન્મ આપ્યો હતો.

રોહિત શર્મા અને રિતિકાની ફાઇલ તસવીર

રોહિત શર્મા અને રિતિકાની ફાઇલ તસવીર

રિતિકા સજદેહ કરિયરઃ
રિતિકાનો જન્મ 21 ડિસેમ્બર 1987ના દિવસે થયો હતો. રિતિકા લગ્ન પહેલા ઈન્ડિયન સ્પોર્ટ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. તે નાની હતી ત્યારથી જ સ્પોર્ટ્સમાં ખાસ રસ ધરાવતી હતી, જેથી એણે આ ફિલ્ડમાં કરિયર પસંદ કર્યું હતું. રિતિકા લગ્ન પછી રોહિત શર્માના ઇન્ટરનેશનલ ટૂરનું પ્લાનિંગ કરવાનું કામ કરતી હતી. રિતિકા તેના પતિને ‘રો’ કહીને બોલાવે છે.

ફાસ્ટ બોલર ઈશાંત શર્માની પત્ની પ્રતિમા અંગે માહિતી
ઈશાંત શર્મા અને પ્રતિમાએ 10 ડિસેમ્બર 2016ના દિવસે લગ્ન કર્યા હતા. પ્રતિમા ઈન્ડિયન બાસ્કેટ બોલ ટીમની પહેલી મેમ્બર હતી. તેણે 2003થી બાસ્કેટ બોલ રમવાની શરૂઆત કરી હતી. તેણે પ્રાથમિક શિક્ષણ રાણી મુરાર બાલિકા ઇન્ટર કોલેજ (વારાણસી)માંથી પુરુ કર્યું હતું.

ઈશાંત શર્મા અને પ્રતિમાની ફાઇલ તસવીર

ઈશાંત શર્મા અને પ્રતિમાની ફાઇલ તસવીર

ઉચ્ચ અભ્યાસ માટે તે દિલ્હી ગઈ હતી અને ત્યાં નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી પ્રતિમાએ ગ્રેજ્યુએશન કર્યું હતું. પ્રતિમાએ બેચલર ઓફ ફિઝિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશન, બેચલર ઓફ આર્ટ્સ ઇન સાઇકોલોજી, ડિપ્લોમા ઇન બાસ્કેટબોલ કોચિંગ તથા માસ્ટર્સ ઇન ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી લીધી હતી.

મયંક અગ્રવાલ અને આસિતાની ફાઇલ તસવીર

મયંક અગ્રવાલ અને આસિતાની ફાઇલ તસવીર

મયંક અગ્રવાલની પત્ની આસિતા સૂદ અંગે માહિતી
મયંક અને આશિતાએ 4 જૂન 2018ના રોજ લગ્ન કર્યા હતા. આશિતા પણ વેલ એજ્યુકેટેડ ફેમેલીથી બિલોન્ગ કરે છે. તેણે માસ્ટર ઓફ લૉ ઇન ઇન્ટલેક્ચૂઅલ પ્રોપર્ટી લૉ અંતર્ગત અભ્યાસ કર્યો છે. આશિતા વકીલની સાથે લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર પણ છે.

સુરેશ રૈના અને પ્રિયંકાની ફાઇલ તસવીર

સુરેશ રૈના અને પ્રિયંકાની ફાઇલ તસવીર

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા વિશે માહિતી
ઈન્ડિયન પ્લેયર સુરૈશ રૈનાએ 3 એપ્રિલ 2015ના દિવસે પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ B.TECHનો અભ્યાસ કર્યો છે અને વિપ્રો સહિત ઘણી નામાંકિત કંપનીમાં કામ પણ કરી ચૂકી છે.

સચિન અને અંજલીની ફાઇલ તસવીર

સચિન અને અંજલીની ફાઇલ તસવીર

સચિન તેંડુલકરની પત્ની અંજલી વિશે માહિતી
ઈન્ડિયન ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 24 મે 1995ના દિવસે અંજલી સાથે લગ્ન કર્યા હતા. અંજલી તેંડુલકર એક ડોકટર છે. અંજલી અને સચિન પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર મળ્યા હતા. તે સમયે અંજલી મેડિકલ સ્ટુડન્ટ હતી.

પુજારા અને પુજાની ફાઇલ તસવીર

પુજારા અને પુજાની ફાઇલ તસવીર

ચેતેશ્વર પુજારાની પત્ની પુજા અંગે માહિતી
ચેતેશ્વર પુજારાએ 13 ફેબ્રુઆરી 2013ના દિવસે પુજા પાબરી સાથે લગ્ન કર્યા હતા. પુજા પાબરીએ MBA ઇન રિટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તેના પિતા ગુજરાતના જાણીતા ટેક્સ્ટાઈલ બિઝનેઝ મેન છે.

બુમરાહની પત્ની સંજના અંગે માહિતી
જસપ્રીત બુમરાહે 15 માર્ચ 2021ના દિવસે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી.

બુમરાહ અને સંજનાની ફાઇલ તસવીર

બુમરાહ અને સંજનાની ફાઇલ તસવીર

બીટેક કરી ચૂકીને ટીવી એન્કર સંજના ગણેશન
સંજનાએ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સંજનાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તે 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં ભાગ પણ લીધો હતો.

આ શો પછી સંજનાએ નક્કી કર્યું કે તે સ્પોર્ટ્સ એન્કર તરીકે પોતાની કરિયર શરૂ કરશે. સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોમાં પણ જોવા મળી હતી.

ચહલની પત્ની ધનશ્રી અંગે માહિતી
ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે મંગળવારે 22 ડિસેમ્બર 2020ના દિવસે પોતાની મંગેતર ધનશ્રી વર્માની સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા.યુજવેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર લગ્નના ફોટોઝ શેર કર્યા. બંનેએ IPLની 13મી સીઝન શરૂ થતાં પહેલાં સગાઈ કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની ફાઇલ તસવીર

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની ફાઇલ તસવીર

ધનશ્રીનો કરિયર ગ્રાફ
ધનશ્રી એક ડેન્ટિસ્ટ, ડાન્સ કોરિયોગ્રાફર અને યૂટ્યુબર છે. એણે પોતાના કરિયરની શરૂઆત મુંબઇમાં ડેન્ટિસ્ટિમો ડેન્ટર કેરમાં કામ કરીને કરી હતી. ત્યારપછી એણે શિમાક દાવારની અંતર્ગત તાલીમ મેળવીને ડાન્સિંગ કરિયરની શરૂઆત કરી હતી. અત્યારે તે પતિ સાથે સોશિયલ મીડિયામાં ડાન્સના વીડિયો અપલોડ કરી રહી છે.

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા અંગે માહિતી
હાર્દિક પંડ્યાએ નતાશા સાથે 31 મે 2020ના દિવસે લોકડાઉનના કારણે સાદગીથી લગ્ન કર્યા હતા. નતાશાએ સર્બિયાની બેલેટ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અભ્યાસ પછી તે ઈન્ડિયામાં પોતાનું કરિયર બનાવવા માટે આવી પહોંચી હતી. તે ઘણા ડાન્સ વીડિયો અને શોર્ટ ફિ્લ્મ સહિત વિવિધ ઇન્ડિયન મૂવીમાં દેખાઈ હતી.

હાર્દિક પંડ્યા અને નતાશાની ફાઇલ તસવીર

હાર્દિક પંડ્યા અને નતાશાની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ 30 જુલાઈ 2020 ગુરુવારે સવારે 7.30 વાગે આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. અત્યારે તે હાર્દિક પંડ્યા સાથે જ ક્રિકેટ ટૂર પર પોતાના પુત્રને લઇને જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *