The U.S. began preparations by dividing the events into three categories, creating two separate areas to protect against the corona virus. | ઈવેન્ટ્સને ત્રણ કેટેગરીમાં વહેંચીને અમેરિકાએ તૈયારી શરૂ કરી, કોરોના વાઈરસથી બચવા બે અલગ-અલગ એરિયા બનાવ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • The U.S. Began Preparations By Dividing The Events Into Three Categories, Creating Two Separate Areas To Protect Against The Corona Virus.

ન્યુયોર્ક2 કલાક પહેલાલેખક: મોહમ્મદ અલી

  • કૉપી લિંક
  • વેક્સિનેટેડ અને નોન-વેક્સિનેટેડ ખેલાડીઓની ટ્રાયલ અલગ-અલગ વેન્યુ પર ચાલી રહી છે

અમેરિકા ટોક્યો ઓલિમ્પિક માટે પોતાનાં ખેલાડીઓની તૈયારી એ કડક નિયમો સાથે જ કરાવી રહ્યું છે, જે નિયમો સાથે ખેલાડીઓએ જાપાનમાં રહેવાનું છે. યુજીનના હેવર્ડ ફીલ્ડ સ્ટેડિયમમાં ઓલિમ્પિક એથ્લેટિક્સ ટ્રાયલ્સ ચાલી રહી છે, જેમાં મોટા ખેલાડી ભાગ લઈ રહ્યા છે. યુએસએ ટ્રેક એન્ડ ફીલ્ડના સીઈઓ મેક્સ સીગલે જણાવ્યું કે, ‘અમે આ ટ્રાયલ્સને ‘જર્ની ટૂ ગોલ્ડ – ટોક્યો આઉટડોર સિરીઝ’ નામ આપ્યું છે. અહીં સંપૂર્ણ સિસ્ટમ ખેલાડીઓની કોવિડ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. મેડિકલ ટીમ 414 ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરી ચુકી છે.’

ઈવેન્ટનેલો રિસ્ક, મોડરેટ રિસ્ક, હાઈ રિસ્કમાં વહેંચાઈ
સીગલે જણાવ્યું કે, ‘અમે ખેલાડીઓની તૈયારી માટે સ્પોર્ટિંગ કોમ્પિટીશનને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. જે રમતમાં ખેલાડીઓના એકસાથે હોવાની સંભાવના ઓછી છે, જેમકે થ્રો ઈવેન્ટ કે ફીલ્ડ ઈવેન્ટ. એ રમતોને લેવલ-1 એટલે કે લો રિસ્કમાં મુકાઈ છે. સ્પ્રિન્ટ એટલે 100 અને 200 મીટરની ઈવેન્ટમાં ખેલાડીએ પોતાની જ લેનમાં દોડવાનું હોય છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી શકાય છે. તેમને લેવલ-2 એટલે કે મોડરેટ રિસ્કની શ્રેણીમાં મુકાયા છે. જ્યારે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું સરળ નથી. તેમને લેવલ-3 એટલે હાઈ રિસ્કમાં મુક્યા છે. ઓફિશિયલ, કોચ અને ઈવેન્ટ સ્ટાફને લેવલ-1માં રખાયા છે.’

રિનોવેટ થયેલા સ્ટેડિયમમાં પ્રથમ મેજર ઈવેન્ટ
ઓલિમ્પિક ટ્રાયલ્સને કોવિડના જોખમથી બચાવવા માટે હેવર્ડ ફીલ્ડ સ્ટેડિયમને બે એરિયામાં વહેંચવામાં આવ્યા છે. એકમાં વેક્સિનેટેડ ખેલાડીઓને ટ્રાયલ્સ યોજાઈ, જ્યારે બીજામાં એ ખેલાડીઓની ટ્રાયલ યોજાઈ, જેમને વેક્સિન અપાઈ નથી. સ્ટેડિયમને રિનોવેટ કરવામાં 270 મિલિયન ડોલર (લગભગ રૂ.2 હજાર કરોડ) ખર્ચ થયો છે.રિનોવેશન પછી પ્રથમ ઈવેન્ટ છે.

મહામારી વચ્ચે ઓલિમ્પિક સુરક્ષિત નથી
યુનિવર્સિટી ઓફ મિનસોટા અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક્સપર્ટ અનુસાર, જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ દરમિયાન કોવિડથી બચાવવા માટે આયોજકોએ પુરતાં પગલાં લીધા નથી. અમેરિકાના અનેક હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, મહામારીની વચ્ચે ઓલિમ્પિકનું આયોજન સુરક્ષિત નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *