The T-20 World Cup qualifier in Oman and the main event in the UAE removed 3 of the board’s troubles; Foreign players may also come | ઓમાનમાં T-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર અને UAEમાં મેન ઈવેન્ટ યોજાવાથી બોર્ડની 3 મુશ્કેલી દૂર; વિદેશી ખેલાડીઓ પણ આવી શકે છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The T 20 World Cup Qualifier In Oman And The Main Event In The UAE Removed 3 Of The Board’s Troubles; Foreign Players May Also Come

દુબઈ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ T-20 વર્લ્ડ કપ UAEમાં યોજવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બોર્ડે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હકીકતમાં વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ ઓમાનમાં યોજાશે. જ્યારે મેન ઈવેન્ટ UAEમાં યોજાશે. આ સંજોગોમાં બોર્ડને 10-12 દિવસ અગાઉ ICCને પિચ સોંપવામાં હવે મુશ્કેલી સર્જાશે નહીં. આ સાથે જ UAEમાં હવે IPL ફેઝ-2નું સફળ આયોજન થઈ શકશે. બોર્ડે પોતાની અનેક મુશ્કેલીને પણ દૂર કરી લીધી છે. જોકે, BCCI અને ICCએ વર્લ્ડ કપને લઈ અત્યારે સત્તાવાર જાહેરાત કરી નથી.

1. ICCને સમયસર પિચ સોંપી શકશે BCCI
ICC આ અંગે ખૂબ જ ચિંતિત હતું કે IPL અને વર્લ્ડ કપની તારીખ નજીક હોવાથી પિચને લઈ મુશ્કેલી પડશે. IPLની મેચોથી પિચને થતા નુકસાનની ભરપાઈ માટે ICCએ 10-12 દિવસ અગાઉ પિચની જરૂર પડતી હતી. આ સંજોગોમાં હવે નવા પ્લાનથી બોર્ડે ICCને ફરિયાદની કોઈ તક આપવામાં આવી નથી.

પ્લાન પ્રમાણે T-20 વર્લ્ડ કપની 12 ક્વોલિફાયર મેચ 17 ઓક્ટોબરથી ઓમાનમાં યોજવામાં આવશે. જ્યારે UAEમાં ઓક્ટોબરના ચોથા સપ્તાહથી શરૂ થશે. આ સંજોગોમાં ICCને પૂરતા સમયમાં પિચ સોંપી દેવામાં આવશે.

2. IPL ફેઝ-2નું સફળ આયોજન થઈ શકશે
તેનાથી BCCIની IPL ફેઝ-2ના સફળ આયોજન માટે માર્ગ ખુલ્લી ગયો છે. બોર્ડ હવે લીગની બાકી રહેલી 31 મેચ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર યોજી શકશે. ફેઝ-2 સપ્ટેમ્બર-19થી ઓક્ટોબર 10 સુધી યોજાઈ શકે છે. જ્યારે T-20 વર્લ્ડ કપની મેન લેગ 25-26 ઓક્ટોબરની આજુબાજુ યોજાઈ શકે છે. ICCને તૈયારી માટે આશરે 15 દિવસની તક મળશે. ​​​​​​​

3. વિદેશી ખેલાડીઓને મળી શકે છે મંજૂરી
BCCIનો ત્રીજો માસ્ટર સ્ટ્રોક એ રહ્યો છે કે વિદેશી ખેલાડીઓએ લીગની બીજા તબક્કામાં રમવાનો ઈન્કાર કરી દીધો હતો. વર્લ્ડકપ અને IPLના શિડ્યુઅલ નજીક હોવાથી પ્લેયર્સ વધારે વર્કલોડને લીધે લીગ રમવા ઈચ્છતા ન હતા. પણ હવે બન્ને ઈવેન્ટ એક જ દેશ અને પરફેક્ટ સમયમાં યોજાવાને લીધે વિદેશી ખેલાડીઓ પણ લીગ જોઈન કરી શકશે. આ સાથે જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા બોર્ડ પણ પોતાના ખેલાડીઓને પરવાનગી આપી શકે છે.

​​​​​​​ઓમાનમાં યોજાઈ શકે છે શરૂઆતી રાઉન્ડની કેટલીક મેચ
પ્લાન પ્રમાણે T-20 વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડ 8 ટીમ વચ્ચે બે ગ્રુપમાં રમાશે. તેમા 12 મેચ હશે. આ પૈકી 4 ટીમ (બે ગ્રુપની ટોપ-2 ટીમ) સુપર-12 માટે ક્વોલિફાઈ કરશે. આ 8 ટીમ બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પપુઆ ન્યુ ગિની છે. આ બન્ને ગ્રુપની મેચ UAE અને ઓમાનમાં યોજાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *