The Sri Lankan team is going through a transition phase, it is difficult to coach him: Arthur | શ્રીલંકા ટીમ ટ્રાિન્ઝશન ફેઝમાંથી પસાર થઇ રહી છે, તેને કોચિંગ આપવું મુશ્કેલ: આર્થર

[ad_1]

મુંબઈએક કલાક પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન

  • કૉપી લિંક
  • 18 જુલાઈથી શ્રીલંકા-ભારત વચ્ચે 3 વન-ડે મેચની સીરિઝ, આ પહેલાં 13 જુલાઈથી રમાવાની હતી

શ્રીલંકાના સૌથી મોંઘા કોચ મિકી આર્થરની પાસે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ કામ છે. તે પોતાની કોચિંગની ભૂમિકાને લઇને ભ્રમમાં તો છે. પણ તે આ પડકાર માટે તૈયાર છે. તેણે પોતાની ભૂમિકા અને પડકારને લઇને ભાસ્કર સાથે વાત કરી.

  • હાલની પરિસ્થિતિમાં ટીમમાં ખેલાડીઓની સંખ્યા ઘણી વધુ છે. મુખ્ય કોચ તરીકે મોટી ટીમને કઇ રીતે મેનેજ કરી રહ્યા છો?

હા, આનાથી મુખ્ય કોચની ભૂમિકામાં ગતિશીલતા આવી છે. આ ઘણું કઠિન છે. 15 ખેલાડીઓને નહીં 25 ખેલાડીઓને મેનેજ કરવું પડે છે. એટલા માટે જ્યારે અમે નેટ સેશનનું પ્લાનિંગ કરીએ છીએ તો 15 નહીં 25 ખેલાડીઓનું વિચારવું પડે છે. દરરોજ 25 ખેલાડીઓને મેનેજ કરવા માટે આસિસ્ટન્ટ કોચને પણ મહેનત લાગે છે.

  • તમે દ.આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના પણ કોચ રહી ચૂક્યા છો. શું શ્રીલંકાના કોચ હોવું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ છે?

હા, એવું જ છે. જો મે એવું કહ્યું કે આ મુશ્કેલ નથી, તો તે ખોટું હશે. શ્રીલંકા ક્રિકેટ ટ્રાિન્ઝશન ફેઝમાંથી પસાર થઇ રહ્યું છે અને તે ફેઝમાં ઘણી સખત મહેનત કરવી પડે છે. આ સમયે એ સમજવું પડે છે કે તમે જે ટીમ બનાવી રહ્યા છો તે ક્યાં જઇ રહી છે. અમે ખેલાડીઓની ઓળખ કરી લીધી છે. પણ રાતોરાત સુપરસ્ટાર બની નથી શકાતું. તે બધા સાર ખેલાડી છે. તે અમારા પર નિર્ભર છે કે અમે તેને સારા આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવીએ. તેમાં ખરેખર સમય લાગશે. અમે પહેલા જ વાત કરી ચૂક્યા છે કે ટીમ ટ્રાિન્ઝશન ફેઝમાં છે, કોવિડ, બાયો-બબલ સાથે લડી રહી છે. જેથી આ મારા માટે હાલ મુશ્કેલ અસાઇનમેન્ટ છે.

  • તમે મુખ્ય કોચ તરીકે તમારા કાર્યકાળમાં પહેલા અને હાલ ઘણા સખત નિર્ણય લીધા. તેમ છતાં આલોચનાઓથી તમે કઇ રીતે સામનો કરો છો?

આલોચના હંમેશા થાય છે. સોશિયલ મીડિયાના કારણે આલોચના વધુ થવા લાગી છે. જો તમે આલોચનાનો સ્વિકાર નથી કરતા તો તમે તૂટી જશો. હું આલોચનાઓ પર ધ્યાન નથી આપતો. જો ધ્યાન આપીશું તો પોતાની યોજનાઓ પરથી ભટકી જઇશું. ટીકાથી ભ્રમની સ્થિતી ઉભી થાય છે. જો હું ભ્રમિત થવ તો ખેલાડી પણ ભ્રમિત થઇ જશે. હું આલોચકોને પડકાર ફેકું છું કે અહીં આવો અને જુઓ અમે કેવી પરિસ્થિતિમાં કામ કરીએ છીએ.

  • શું ટોમ મુડી શ્રીલંકાના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ હોવાથી તમારી માટે સારૂ રહ્યું?

ટોમ અને હું એકબીજાનું સન્માન કરીએ છીએ. અને એકબીજા સાથે વિચારો શેર કરીએ છીએ. તે ઇંગ્લેન્ડ પ્રવાસ સમયે હાજર હતા. મને લાગે છે કે આ બંનેને આગળ લઇ જવા માટે મદદ મળશે.

  • દાસુન શનાકાના રૂપમાં તમારી પાસે નવો સુકાની છે. તમારી માટે સુકાનીમાં સતત બદલાવ કેટલું મુશ્કેલ કે સહેલું છે?

આ હંમેશા મુશ્કેલ હોય છે. કારણ કે તમે ગત સુકાની સાથે જે પણ યોજના બનાવો છો તે એક રીતે પુરી થઇ જાય છે અને તમારે નવેસરથી શરૂઆત કરવાની રહે છે. દાસુનની સાથે મારી સારી બોન્ડિંગ છે. ખેલાડીઓ પણ તેનું સન્માન કરે છે. તે ઘણો મહત્વકાંક્ષી છે. તે પણ ટીમને એ દિશામાં લઇ જવા ઇચ્છે છે જે દિશામાં હું ઇચ્છું છું. એટલા માટે મને લાગે છે કે અમે સાથે મળીને સારી કામ કરી શકીશું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *