The Portuguese captain was furious at the press conference, angrily picked up a bottle of cold drink and put it down, shouted – keep drinking | પોર્ટુગલના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં રોષે ભરાયો, ગુસ્સામાં કોલ્ડ્રિંક્સની બોટલ ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • The Portuguese Captain Was Furious At The Press Conference, Angrily Picked Up A Bottle Of Cold Drink And Put It Down, Shouted Keep Drinking

બુડાપેસ્ટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકાકોલાની બોટલ હટાવતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. - Divya Bhaskar

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકાકોલાની બોટલ હટાવતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.

યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોલ્ડડ્રિંક્સની બોટલ જોઈને રોષે ભરાયો હતો. તેને આ વાતને લઈને નારાજગી વ્યક્ત કરી. રોનાલ્ડોએ ગુસ્સામાં બુમ પાડીને કહ્યું- કોલ્ડડ્રિંક નહીં, આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. 36 વર્ષનો રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના કોલ્ડડ્રિંક્સ અને એરેટેડ ડ્રિંકથી દૂર રહે છે.

કોકાકોલા UEFA યુરો કપનો ઓફિશિયલ સ્પોન્સર
કોકાકોલા 11 દેશોમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યૂ વધારવા માટે તમામ પ્રેસ કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. હંગેરી વિરૂદ્ધ મેચની પહેલાં રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યો, તો કોકાકોલાની 2 બોટલ ત્યાં ટેબલ પર જ પડી હતી. રોનાલ્ડો જે પોતાની અનુશાસિત ડાયેટ માટે જાણીતો છે, તે કોલ્ડડ્રિંક્સની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને ગુસ્સામાં આવીને તરત જ ત્યાંથી બોટલ હટાવી દીધી હતી.

પોતાના ડાયેટને લઈને જાગરુત છે રોનાલ્ડો
રોનાલ્ડો આટલેથી જ ન અટક્યો, તેને મીડિયાને પાણીની બોટલ દેખાડતાં કહ્યું કે- પાણી પીવો. રોનાલ્ડો પોતાના ડાયેટને લઈને ઘણો જ જાગરૂત છે. તેનું ડાયેટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એક પણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેને પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણાં એથેલીટ્સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.

દિવસમાં 6 વખત ખાવાનું ખાય છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ગત વર્ષે ESPNએ જ રોનાલ્ડોના ડાઈટને લઈને રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ રોનાલ્ડ દિવસમાં 6 વખત ખાવાનું ખાય છે અને 5 વખત 90-90 મિનિટની ઊંઘ પણ લઈ લે છે. તે નાશ્તામાં મીટ અને ચીઝની સાથે સાથે દહીં ખાય છે. દિવસમાં ભૂખ લાગે તો એવોકાડો ટોસ્ટની સાથે સ્નેક્સ પણ લે છે. તેઓ એનર્જી વધુ ગેન કરવા માટે 2 વખત લંચ અને 2 વખત ડિનર લે છે. આજ કારણ છે કે તેઓ 36 વર્ષની ઉંમરમાં પણ કોઈ ફુટબોલરથી વધુ ફિટ જોવા મળે છે અને ગોલ કરે છે.

પોર્ટુગલને ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે
પોર્ટુગલની ટીમને આ વર્ષે ગ્રુપ-F એટલે કે ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે. પોર્ટુગલની સાથે ગ્રુપમાં જર્મની, ફ્રાંસ અને હંગેરી છે. ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ ચેમ્પિયન છે. તો જર્મની 3 વખત યુરો ચેમ્પિયન બન્યું છે. 2016ના યુરો કપના ફાઈનલમાં પોર્ટુગલે ફ્રાંસને હરાવ્યું હતું અને આ ટીમ પહેલી વખત યુરોપની ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *