The PM said- Be bold, confident and positive; Only the right tactics with the game will make you a champion | ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવો, પછી સાથે આઈસક્રીમ ખાઈશું; બોક્સર આશીષની તુલના સચિન તેન્ડુલકર સાથે કરી

[ad_1]

 • Gujarati News
 • National
 • The PM Said Be Bold, Confident And Positive; Only The Right Tactics With The Game Will Make You A Champion

નવી દિલ્હી3 દિવસ પહેલા

 • કૉપી લિંક
 • PMએ કહ્યું- બોલ્ડ, કોન્ફિડેન્ટ અને પોઝિટિવ રહો; રમતની સાથે યોગ્ય રણનીતિ જ તમને ચેમ્પિયન બનાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ઓલિમ્પિકમાં જનાર ભારતીય ટીમ સાથે વાતચીત કરી હતી. જેમા દીપિકા કુમારી, પ્રવીણ જાધવ, સાનિયા મિર્ઝા, પીવી સિંધુ, નીરજ ચોપડા, દુતી ચંદ્ર, આશીષ કુમાર, મેરીકોમ, મનિકા બત્રા, વિનશ ફોગાટ, સાજન પ્રકાશ અને મનપ્રીત સિંહ સમેત 15 ખેલાડી સામેલ હતા.

કાર્યક્રમ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે તમને બધાને એકસાથે જોઈને કોમન વસ્તુ નજરે પડી રહી છે, તમે બોલ્ડ, કોન્ફિડેન્ટ અને પોઝિટિવ છો. તમારામાં ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટરમિનેશન પણ જોવા મળી રહ્યું છે. આ ક્વાલિટી ન્યૂ ઈન્ડિયામાં પણ છે. રમતની સાથે યોગ્ય રણનીતિ જોડો. મને વિશ્વાસ છે કે જીત તમારી થશે. પ્રધાનમંત્રી સાથે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુ પણ હાજર હતા.

પ્રધાનમંત્રી મોદીએ શટલર પીવી સિંધુ સાથે વાતચીત કરી હતી. PM મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે સિંધુ બેડમિન્ટન પ્રેક્ટિસ કરતી હતી ત્યારે તેના માતા-પિતા તેને આઈસ્ક્રીમ ખાતા રોકતા હતા. રમતમાં ફિટનેશ ઘણું મહત્વ રાખે છે, એટલા માટે તે આવું કરતા હતા. PM મોદીએ સિંધુને કહ્યું કે ટોક્યોમાં તમારી સફળતા પછી તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ.

PM મોદીએ સચિન તેન્ડુલકરનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ બોક્સર આશીષ કુમાર સાથે વાતચીત દરમિયાન સચિન તેન્ડુલકરનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવમાં આશીષે કોવિડ સામેની લાંબી લડાઈ લડી હતી. આ મહામારીમાં તેણે તેના પિતાને પણ ગુમાવ્યા હતા. આ દરમિયાન મોદીએ સચિનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેણે પોતાની રમતથી જ પોતાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. તમે આવું જ ઉદાહરણ વિશ્વની સામે રાખો.

મેરીકોમે PMને પોતાનો ફેવરિટ પંચ બતાવ્યો
PM મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયન રહેલી મેરીકોમને પુછ્યું હતું કે તમારો ફેવરિટ ખેલાડી કોણ છે? આના જવાબમાં મેરીકોમે કહ્યું હતું કે બોક્સિગમાં તેનો ફેવરિટ ખેલાડી મોહમ્મદ અલી છે. આ દરમિયાન મેરીકોમે PM મોદીને પોતાનો ફેવરિટ પંચ બતાવ્યો હતો.

ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન PMએ કહ્યું-

 • મારા માટે તમારા બધા સાથે વાત કરવી એ આનંદનો અવસર હોય છે. કોરોનાને કારણે હું તમને રૂબરૂ મળી શક્યો નથી. ઓલિમ્પિક પછી જરૂર મળીશ.
 • કોરોનાએ ઘણું બધું બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ બદલાઈ ગયું અને તૈયારીની રીત પણ બદલાઈ ગઈ.
 • ટોક્યોમાં અલગ પ્રકારનો માહોલ મળશે. આજે ભારતના લોકોને જાણ થઈ છે કે તમે કેટલી મહેનત કરી છે. મને એ જોઈને આનંદ થાય છે કે દેશ તમને પ્રોત્સાહન આપી રહ્યો છે.
 • નમો એપ પર પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ એપ પર પણ લોકો તમને ચીયર કરી રહ્યા છે. દેશભરની ભાવનાઓ તમારી સાથે જોડાયેલી છે.
 • કોઈ પણ એથલીટે અપેક્ષાઓના ભાર નીચે દબાવવાની જરૂર નથી. આખું ભારત તમારી સાથે ઊભું છે.
 • તમે બધા એથલીટ નિર્ભય થઈને રમો. જાપાનમાં તમારું હુન્નર દેખાશે. તમામ ખેલાડીઓને મારી શુભકામના.
 • ઘણી રમત એવી છે જેમા ખેલીડોઓ પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. આપણે જેવો અભ્યાસ કરીએ છીએ ધીમે ધીમે તે આપણા સ્વભાવનો હિસ્સો બની જાય છે. તમારી ઉર્જાને જોઈને કોઈ શંકા નથી.
 • એ દિવસ દૂર નથી જ્યારે જીતવું જ ન્યૂ ઈન્ડિયાની આદત બની જશે. જીતવાનું પ્રેશર લઈને રમવાનું નથી. બસ એ જ વિચારો કે મારે બેસ્ટ પરફોર્મ કરવાનું છે.

આર્ચર દીપિકા કુમારી
PM મોદીએ સૌથી પહેલા આર્ચર દીપિકા કુમારી સાથે વાતચીત કરી હતી. દીપિકાએ PM મોદીને કહ્યું હતું કે તેણે વાસના ધનુષથી શરૂઆત કરી હતી. બાદમાં આધુનિક ધનુષને અપનાવ્યું હતું. ઓલિમ્પિકમાં કેવું પ્રદર્શન કરવાનું છે તેના પર જ મારું ફોકસ છે.

આર્ચર પ્રવીણ કુમાર જાધવ
આર્ચર પ્રવીણ કુમાર જાધવે PM મોદીને કહ્યું હતું કે પહેલા હું એથલેટિક્સ કરતો હતો. મારું સિલેક્શન ગવર્નમેન્ટ એકેડમીમાં થયું. બાદમાં અમરાવતી ગયો. ત્યાર પછી હું આર્ચરી કરવા લાગ્યો. મને ખ્યાલ હતો કે મારે મજૂરી કરવી પડશે, એટલા માટે મે રમતને કરિયર બનાવવાનું વિચાર્યું અને તેને ચાલું રાખી. જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં સપડાયો ત્યારે મારા બેકગ્રાઉન્ડને યાદ કરીને પોતાને મોટીવેટ કરતો હતો.

17 જુલાઈના રોજ ભારતનો પ્રથમ જથ્થો રવાના થશે
ભારતમાંથી 17 જુલાઈના રોજ ખેલાડીઓનો પ્રથમ જથ્થો ટોક્યો જવા રવાના થશે. 23 જુલાઈએ ઓલિમ્પિક શરૂ થશે. ભારત તરફથી આ વર્ષે 126 ખેલાડીઓનું દળ ઓલિમ્પિકમાં રમશે. ભારતમાંથી જનાર અત્યાર સુધીનું આ સૌથી મોટું દળ છે. 18 રમતોની 69 ઈવેન્ટમાં આ ખેલાડીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *