The ODI series, which starts on July 13, could now take place on July 17, a decision taken due to Corona. | 13 જુલાઈથી શરૂ થનારી વનડે સીરીઝ હવે 17 જુલાઈથી થઈ શકે છે, કોરોનાને કારણે લેવાયો નિર્ણય

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The ODI Series, Which Starts On July 13, Could Now Take Place On July 17, A Decision Taken Due To Corona.

કોલંબોએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સીરીઝ હવે પહેલાથી નિર્ધારિત શેડ્યૂલ (13 જુલાઈ)થી શરૂ નહીં થાય. શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન પોઝિટિવ આવ્યા છે. જે બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ શ્રીલંકાએ આ સીરીઝને થોડા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે આ સીરીઝ હવે 17 જુલાઈથી શરૂ થઈ શકે છે.

પહેલા શેડ્યૂલ મુજબ વનડે સીરીઝની પહેલી મેચ 13 જુલાઈ, બીજી 16 જુલાઈ અને ત્રીજી વનડે 18 જુલાઈ રમાવવાની હતી. જે બાદ ટી-20 સીરીઝ રમાવવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)એ હવે BCCIની સામે 17,19 અને 21 જુલાઈનાં રોજ 3 મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-20 ટૂર્નામેન્ટ 24,25 અને 27 જુલાઈનાં રોજ રમાઈ શકે છે. આ અંગે BCCI નિર્ણય કરશે.

ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા છે બેટિંગ કોચ અને એનાલિસ્ટ
શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિએન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિએન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત RT-PCR ટેસ્ટ થશે. તેના પરિણામ આવ્યા બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરૂદ્ધ સીરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.

ખેલાડીઓના વધુ બે ગ્રુપ બાયો બબલમાં
કોરોનાની આ સ્થિતિને જોતા શ્રીલંકાઈ બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓના વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યા છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરૂદ્ધ સીરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

હાલ કંઈ પણ કહેવું ઉતાવળિયું
શ્રીલંકાની ટીમ એક મેડિકલ સ્ટાફે જણાવ્યું કે હાલ તે કહેવું ઉતાવળિયું હશે કે ભારત વિરૂદ્ધ કયા ખેલાડી રમશે. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિ પર ઓબ્ઝર્વ કરી રહ્યાં છે. RT-PCR ટેસ્ટના બીજા રાઉન્ડ બાદ કંઈ કહી શકાશે.

ઈંગ્લેન્ડમાં સંક્રમિત થયા બંને
માનવામાં આવે છે કે ગ્રાંટ ફ્લાવર અને જીટી નિરોશન બંને ઈંગ્લેન્ડમાં જ પોઝિટિવ થયા છે. તેઓ અન્ય ખેલાડીઓને પણ મળતા રહ્યાં છે તે દ્રષ્ટીએ અન્ય ખેલાડીઓ પણ સંક્રમિત થશે તેવી આશંકા છે. ફોલ્સ નેગેટિવ રિપોર્ટથી બચવા માટે બોર્ડ એક રાઉન્ડના ટેસ્ટિંગ કરાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *