The Indian women’s cricket team will go down to level the series against England | ઇંગ્લેન્ડ સામે સીરિઝ બરોબરી કરવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઉતરશે

[ad_1]

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બીજી વન-ડેમાં ભારતીય ટીમની પ્લેઈંગ 11માં ફેરફાર થઈ શકે છે

ભારતીય બેટિંગ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં બદલાવ કરી ઇંગ્લેન્ડ સામે બુધવારે બીજી મહિલા વન-ડે મેચમાં જીતના ઇરાદા સાથે સીરિઝ બરોબરી કરવાનો પ્રયાસ કરસે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગત વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે 181 બોલ ખાલી જવા દીધી હતી. જેની અસર સ્કોર પર પણ પડ્યો હતો અને ટીમ માત્ર 201 રન જ કરી શકી હતી.

ઇંગ્લેન્ડ આ સ્કોર સહેલાઇથી 2 વિકેટના ભોગે પાર પાડ્યો હતો અને સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી.આવતા વર્ષે શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં થનાર વિશ્વ કપથી પહેલા ભારતીય મહિલા ટીમે પોતાના બધા જ વિભાગમાં સુધાર કરવો પડશે. સુકાન મિતાલ રાજ આ વાતનો સ્વિકાર કરી ચુકી છે. ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે. કારણ કે બેટિંગની સ્ટ્રાઇક રોટેટ કરવામાં નિષ્ફળ ટીમ ઇન્ડિયા માટો પડકાર છે.

પૂનમ રાઉતની જગ્યાએ જેમિમા રોડ્રિગ્સને ત્રીજા ક્રમ પર ઉતારવામાં આવી શકે છે. ભારત 2017 વિશ્વ કપ બાદ માત્ર ત્રણ વાર 250+ નો સ્કોર કરી શક્યું હતું. જે હાલ ટીમ માટે ચિંતાનો વિષય છે. ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *