The first player to score 14,000 runs in a T-20 with a banging fifty against AUS; West Indies beat AUS by 6 wickets to take an unbeaten 3-0 lead in the five-match series | ઓસ્ટ્રેલિયા સામેની ધમાકેદાર ફિફ્ટી ફટકારવાની સાથેજ ક્રિસ ગેઈલે T-20માં 14 હજાર રન પૂરા કર્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The First Player To Score 14,000 Runs In A T 20 With A Banging Fifty Against AUS; West Indies Beat AUS By 6 Wickets To Take An Unbeaten 3 0 Lead In The Five match Series

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ત્રીજી મેચમાં ગેઇલે આક્રમક 38 બોલમાં 7 છક્કા અને 4 ચોગ્ગાની મદદથી 67 રન કર્યા
  • ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી વેસ્ટ ઇંન્ડિઝની 5 મેચની સિરિઝમાં અજેય 3-0ની સરસાઇ
  • બીજા નંબરનો ખેલાડી કાયરન પોલાર્ડ તેનાથી બે હજારથી વધારે રન દૂર

વેસ્ટ ઇંન્ડિઝનાં વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેઇલની ઘાતક બેંટીગની મદદથી વેસ્ટ ઇંન્ડિઝએ 5 મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે. આ મેચ દરમિયાન ક્રિસ ગેઇલે એક નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. તેણે T-20માં સૌથી વધારે રન બનાવવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને T-20માં 14,000 રન બનાવવાની ઉપલબ્ધી હાંસલ કરી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે 5 મેચોની T-20 સિરિઝ રમી રહી છે. જેમા ત્રીજી મેચ ક્રિસ ગેઇલ માટે ખાસ રહી હતી. જેમાં તેણે 38 બોલમાં 7 છક્કા અને 4 ચોગ્ગાની મદદથી 67 રન માર્યા હતા અને T-20માં સૌ પ્રથમ 14,000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ જ કારણોના લીધે તેને યુનિવર્સલ બોસ કહેવામાં આવે છે.

T-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

1. ક્રિસ ગેઇલ
T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 14,038 રન બનાવ્યા છે. ગેઇલે વર્ષ 2005 માં T-20 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે T-20 ક્રિકેટમાં 431 મેચ રમી છે જેમાં તેમણે 22 સદી અને 86 અડધી સદી ફટકારી છે. ગેઇલ વિશ્વભરની ડઝન ટી -20 લીગમાં ભાગ લઈ રહ્યો છે. T-20 ક્રિકેટમાં ક્રિસ ગેઇલે સૌથી વધુ રન, સૌથી સદી, સૌથી વધુ ફિફ્ટી, સૌથી વધુ વ્યક્તિગત સ્કોર અને સૌથી વધુ સિક્સર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

2. કાયરન પોલાર્ડ
વેસ્ટ ઇંન્ડિઝનાં લિમિટેડ ઓવર્સના કેપ્ટન કાયરન પોલાર્ડ T-20માં સૌથી વધુ રન બનાવનાર રન બનાવનાર ખેલાડીઓમાં બીજા નંબરે આવે છે. તેણે T-20માં અત્યાર સુધી 10836 રન બનાવ્યા છે. પોતાના T-20 કરિયરમાં પોલાર્ડએ એક સદી અને 54 અર્ધ સદી લગાવી છે.

3. શોએબ મલીક
પાકિસ્તાનનાં ભૂતપુર્વ કેપ્ટન શોએબ મલીક T-20 ક્રિકેટના ત્રીજા નંબરના સફળ બેટ્સમેન છે. તેમણે T-20માં અત્યારસુધી 10741 રન નોંધાવ્યા છે. T-20માં તેમનો સર્વાધિક સ્કોર 95 રને નોટઆઉટ છે. આ સિવાય તેમણે 66 ફિફ્ટી પણ મારી છે.

4. ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે T-20 ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે. T-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં તે ચોથા ક્રમે છે. આ ફોર્મેટમાં વોર્નરના નામે 10,017 રન છે. જેમાં તેણે 8 સદી અને 82 અડધી સદી ફટકારી છે.

5. વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશ માટે T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી વિશ્વના ચોથા સૌથી સફળ ટી -20 બેટ્સમેન છે. T-20 ક્રિકેટમાં તેણે 9922 રન બનાવ્યા છે. વિરાટે આ ફોર્મેટમાં 5 સદી સહિત 72 અડધી સદી ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *