The Dutch cyclist also mistakenly celebrated, just 15 seconds before the Austrian athlete had won the race. | નેધરલેન્ડની સાઇક્લિસ્ટે ભૂલથી ઉજવણી પણ કરી દીધી, 15 સેકન્ડ પહેલાં જ ઑસ્ટ્રિયાની એથ્લીટ જીતી ચૂકી હતી રેસ

[ad_1]

20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • વેન વ્લ્યુટનથી 15 સેકન્ડ પહેલાં જ ઑસ્ટ્રિયાની એના કેઇસનોફરે રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો હતો
  • સપોર્ટ સ્ટાફને પણ લાગ્યું કે વેન વ્લ્યુટને ગોલ્ડ જીત્યો છે

ઓલિમ્પિક જેવી મેગા ઇવેન્ટમાં ભાગ લેનારા દરેક એથ્લીટને ખ્યાલ હોય છે કે તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે અને તેમણે કયો મેડલ જીત્યો છે, પરંતુ ટોક્યો ઓલિમ્પિક્સમાં સોમવારે નેધરલેન્ડ્સની સાઇકિલસ્ટ એનેમિએક વેન વ્લ્યુટનથી ભૂલ થઇ ગઇ. વીમેન્સ રોડ રેસમાં જ્યારે ફિનિશલાઇન પર પહોંચી તો તેને લાગ્યું કે તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે ખુશીમાં હવામાં હાથ પણ લહેરાવી દીધો, પરંતુ થોડી વાર પછી તેને ખ્યાલ આવ્યો કે તેણે ગોલ્ડ નહીં, પણ સિલ્વર મેડલ જીત્યો છે. એના પછી તે પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી.

ખરેખર વેન વ્લ્યુટનથી 15 સેકન્ડ પહેલાં જ ઑસ્ટ્રિયાની એના કેઇસનોફરે રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો હતો. નેધરલેન્ડની સાઇક્લિસ્ટ એટલી હદે નિરાશ થઇ ગઇ કે રેસ પૂરી થયા પછી રોવા લાગી.

વેનના સપોર્ટ સ્ટાફને પણ લાગ્યું કે તેણે ગોલ્ડ જીતી લીધો છે.

વેનના સપોર્ટ સ્ટાફને પણ લાગ્યું કે તેણે ગોલ્ડ જીતી લીધો છે.

પોતાની મૂર્ખતા પર આંખો ભીની થઈ
વેન વ્લ્યુટને પછી જણાવ્યું કે- પ્રોફેશનલ રેસની જેમ ઓલિમ્પિકમાં અમારી પાસે રેડિયો અસિસ્ટન્સ નથી હોતો. એ કારણે મને ખબર નહોતી કે કેઇસનોફર રેસ પૂરી કરી ચૂકી છે. આ બધું જાણ્યા પછી મને લાગ્યું કે હું કેટલી મોટી મૂર્ખ છું.

સાથીઓને પણ લાગ્યું કે વેન વ્લ્યુટને ગોલ્ડ જીત્યો છે
વેન વ્લ્યુટન જ નહીં, પરંતુ તેમની ટીમના સપોર્ટ સ્ટાફ પણ આ ગેરસમજમાં હતા કે તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં, અન્ય પાર્ટિસિપેન્ટ પણ એવું જ સમજી રહ્યા હતા કે વેન વ્લ્યુટને ગોલ્ડ જીતી લીધો છે. બ્રિટનની સાઇક્લિસ્ટ લિજી ડિગનાને તો રેસ પછી બીબીસીને ઇન્ટરવ્યુમાં કહ્યું- વેન વ્લ્યુટન ઇવેન્ટની સૌથી દમદાર ખેલાડી હતી. તે જીત ડિઝર્વ કરે છે. પછી તેને ખબર પડી કે ગોલ્ડ મેડલ વેન વ્લ્યુટને નહીં, પણ એના કેઇસનોફરે જીત્યો છે.

સિલ્વર પણ ઓછો નથી, આ મારો પહેલો મેડલ
જોકે વેન આ ઘટના પછી પણ પોતાના પર્ફોર્મન્સથી ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું હતું કે મારું લક્ષ્ય હતું કે હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું અને એમાં સફળતા મેળવું અને એમાં હું સફળ થઇ છું. મારી સાથે જે બન્યું એના વિશે હું વિચાર કરી શકું છુ, પરંતુ એ હકીકત છે કે મારું પ્રદર્શન શાનદાર જઇ રહ્યું છે અને જો આવું જ ચાલતું રહ્યું તો આ ફૉર્મ સાથે હું ગોલ્ડ પણ જીતી શકું છું. તેણે કહ્યું હતું કે હું ગર્વ અનુભવી રહી છું. માન્યું કે ગોલ્ડ મેડલ ના જીતી, પરંતુ આ સિલ્વર મેડલ છે અને આ મારું પહેલો ઓલિમ્પિક મેડલ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *