The Bulls also withdrew from the all-around final | બાયલ્સ ઓલ-અરાઉન્ડ ફાઇનલમાંથી પણ હટી

[ad_1]

ટોક્યો2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાઈલ્સ સતત ટાઇટલ જીતવાના રેકોર્ડથી ચૂકી ગઇ
  • મેન્ટલ હેલ્થના કારણે ટીમ ફાઇનલમાંથી હટી ગઇ હતી

ચારવારની ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સિમોન બાયલ્સ હવે વ્યક્તિગત ઓલ-અરાઉન્ડ ફાઇનલમાં પણ ભાગ નહીં લઇ શકે. તે આ ઇવેન્ટમાં ગત ચેમ્પિયન રહી ચૂકી છે. બાયલ્સ આ પહેલા મેન્ટલ હેલ્થના કારણે મંગળવારે ટીમ ફાઇનલમાંથી હટી ચૂકી છે.

હવે એ જોવાનું રહેશે કે આગળના સપ્તાહે ફાઇનલમાં ભાગ લઇ શકે છે કે નહીં. મેડિકલ ટીમ દરરોજ તેના પર નજર રાખી રહી છે. જિમ્નાસ્ટિક યુએસએએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે અમે સિમોન બાયલ્સના નિર્ણયનું સમર્થન કરીએ છીએ. તે ઘણા લોકો માટે આદર્શ છે.

24 વર્ષની બાયલ્સે બધી ચાર ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. તેને આ ચાર ઇવેન્ટમાં ઓછામાં ઓછા ચાર ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. તેણે રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ જીત્યા હતા. તેની પાસે 53 વર્ષમાં એક પછી એક ટાઇટલ જીતનાર મહિલા બનવાની તક હતી. 2013 બાદથી તેણે કોઇ પણ ઓલ-અરાઉન્ડ ટુર્નામેન્ટ ગુમાવી નથી. વ્યક્તિગત ટુર્નામેન્ટ ચાર કેટેગરીમાં થવાની છે.

આઈઓસીએ ખેલાડીઓ માટે મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન શરૂ કરી
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઈઓસી) એ મેન્ટલ હેલ્થ સંબંધી તકલીફોથી ઝઝુમી રહેલ ખેલાડીઓ માટે 70 ભાષાઓમાં હેલ્પલાઇન ચલાવી રહી છે. આઈઓસીના પ્રવક્તા માર્ક એડમ્સે આ જાહેરાત એવા સમયમાં કરી જ્યારે અમેરિકાની દિગ્ગજ જિમ્નાસ્ટ સિમોન બાયલ્સે મનોવૈજ્ઞાનિક દબાણની તકલીફોના કારણે ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું, ‘તેને માનસિક રીતે ફીટ રાખવા માટે હેલ્પલાઇનનું નામ આપવામાં આવ્યું છે.

આ 24 કલાક કામ કરે છે. આ હેલ્પલાઇન ઓલિમ્પિક ગેમ્સ પુરી થયા પછી 3 મહિના સુધી પોતાની સેવાઓ આપતી રહેશે.’ આઈઓસી પ્રમાણે આ હેલ્પલાઇન તત્કાલિક સહાયતા, વ્યવહારિક સહાયતા અને જરૂર પડે તો દુર્વવ્હારના કેસમાં પણ મદદ આપી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *