The battle for the IPL title may start on October 15, the World Cup may start on October 17, the final may be played on November 14. | 15 ઓક્ટોબરે IPLના ખિતાબ માટેનો જંગ, 17થી શરૂ થઈ શકે છે વર્લ્ડ કપ, 14 નવેમ્બરે રમાય શકે છે ફાઈનલ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Battle For The IPL Title May Start On October 15, The World Cup May Start On October 17, The Final May Be Played On November 14.

અબુધાબી18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આ વર્ષે ભારતના યજમાનપદે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. કોરોનાને કારણે આ UAEમાં રમાય શકે છે. ટીમ ઈન્ડિયા 2007માં એક વખત ચેમ્પિયન રહ્યું છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar

આ વર્ષે ભારતના યજમાનપદે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. કોરોનાને કારણે આ UAEમાં રમાય શકે છે. ટીમ ઈન્ડિયા 2007માં એક વખત ચેમ્પિયન રહ્યું છે (ફાઈલ ફોટો)

  • કોરોનાને કારણે ભારતમાં શરૂ થયેલી IPLને 4 મેનાં રોજ અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી
  • કોરોનાને કારણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના યજમાનપદ હેઠળ રમાનારી ટી-20 વર્લ્ડ કપ ટાળી દેવાઈ હતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બાકી રહેલી મેચ અને ભારતના યજમાનપદે થનારા ટી-20 વર્લ્ડ કપ UAEમાં રમાશે તે લગભગ નિશ્ચિત છે. IPL આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે ખેલાશે. જેના એક દિવસ પછી એટલે કે 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ રમાય શકે છે. 16 ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટનો ખિતાબી મુકાબલો 14 નવેમ્બરે યોજાય શકે છે.

આ ખબર ક્રિકેટ વેબસાઈટ ESPN ક્રિકઈન્ફોએ ચલાવ્યા છે. જે મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરવા માટે પહેલાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને લખી ચુક્યા છે.

પ્લાન મુજબ ટી-20 વર્લ્ડ કપનો પહેલો રાઉન્ડ 8 ટીમ વચ્ચે બે ગ્રુપમાં રમાય શકે છે. જેમાં 12 મેચ રમાશે. તેમાંથી 4 ટીમ (બંને ગ્રુપની ટોપ-2 ટીમ) સુપર-12 માટે ક્વોલિફાઈ કરશે. આ 8 ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પપુઆ ન્યૂગિની છે. આ બંને ગ્રુપની મેચ UAE અને ઓમાનમાં રમાય શકે છે.

સુપર-12માં રમાશે 30 મેચ
સુપર-12 રાઉન્ડ 24 ઓક્ટબોરથી શરૂ થઈ શકે છે. આ રાઉન્ડમાં 2 ગ્રુપમાં 12 ટીમ હશે, જે કુલ 30 મેચ રમશે. આ તમામ મેચ ત્રણ વેન્યૂ દુબઈ, અબુધાબી અને શારજહાંમાં રમાય શકે છે. 12 ટીમમાં 4 પહેલાં રાઉન્ડની ક્વોલિફાયર અને બાકી ICC વર્લ્ડ રેકિંગની ટોપ-8 ટીમ હશે. જે બાદ ત્રણ પ્લેઓફ મેચ રમાશે, જેમાં બે સેમીફાઈનલ અને એક ફાઈનલ હશે.

ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં પણ ટી-20 વર્લ્ડ કપ રમાઈ ન હતી
BCCI ભારતમાં કોરોના મહામારી વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાડી શકે છે કે નહીં, તે અંગેનો નિર્ણય કરવા માટે ICCએ ભારતીય બોર્ડને જૂન સુધીનો સમય આપ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના યજમાનપદ હેઠળ રમાનારી ટી-20 વર્લ્ડ કપ ટાળી દેવાઈ હતી. જે હવે 2022માં રમાશે.

વર્ષના અંતમાં કોરોનાની ત્રીજી લહેરનું અનુમાન, એવામાં IPL અને વર્લ્ડ કપ મુશ્કેલ
કોરોનાને કારણે ભારતમાં શરૂ થયેલી IPLને 4 મેનાં રોજ અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી. જેમાં હજુ પણ 31 મેચ બાકી છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરની વિંડોમાં UAEમાં જ રમાય શકે છે. IPL સસ્પેન્ડ થવાથી હવે ભારતમાં વર્લ્ડ કપ રમાશે તે પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ ICC ટૂર્નામેન્ટ માટે ભારતીય બોર્ડે ટી-20 વર્લ્ડ કપ કરાવવા માટે ભારતમાં 9 વેન્યૂને સિલેક્ટ કરાયું હતું, જેનું નિરીક્ષણ ICCએ કરવાનું હતું, પરંતુ તેને એપ્રિલમાં પોતાની ભારત મુલાકાત રદ કરી દીધી હતી.

એપ્રિલ અને મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે શક્યતા છે કે આ વર્ષના અંતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. એવામાં ભારતમાં IPL અને ટી-20 વર્લ્ડ કપ રમાશે તે ઘણું જ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *