The 14-year-old Chinese basketball player has made a name for herself in the world, due to her height and ‘game-play’. | 14 વર્ષીય ચીની બાસ્કેટબોલ ખેલાડીએ દુનિયામાં ડંકો વગાડ્યો, હાઇટ અને ‘ગેમ-પ્લે’ના કારણે ચર્ચિત

[ad_1]

  • Gujarati News
  • Sports
  • The 14 year old Chinese Basketball Player Has Made A Name For Herself In The World, Due To Her Height And ‘game play’.

2 કલાક પહેલા

  • કૉપી લિંક
14 વર્ષની બાસ્કેટબોલ પ્લેયર સોશિયલ મીડિયામાં વાઇરલ - Divya Bhaskar

14 વર્ષની બાસ્કેટબોલ પ્લેયર સોશિયલ મીડિયામાં વાઇરલ

  • અંડર-15 ચીની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ઝાંગ જિયૂએ 42 પોઇન્ટ સ્કોર કર્યા

ચીનની 7 ફુટ 4 ઇંચની 14 વર્ષીય બાસ્કેટ બોલ ખેલાડી અત્યારે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. અત્યારે આ મહિલા ખેલાડી તેની હાઇટના કારણે ચર્ચામાં છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ મહિલા ખેલાડીએ અંડર-15 ચેમ્પિયનશિપમાં એકલા હાથે 42 પોઇન્ટ સ્કોર કરી લીધા હતા. જેનો વીડિયો વાઇરલ થતા દેશ-વિદેશમાં તેની ચર્ચા થઈ રહી છે.

બીજિંગમાં રહેતી 14 વર્ષીય છોકરીનું નામ ઝાંગ જિયૂ છે, તેની હાઇટ 7 ફુટ 4 ઇંચ હોવાથી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સારી હાઇટ અને બાસ્કેટ બોલમાં રસ હોવાથી જાંગ જિયૂએ સ્પોર્ટ્સમાં પોતાની સ્કિલ્સ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેણે અંડર-15 બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

તાજેતરમાં ચીનનાં જિંગઝોઉમાં એક બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટ અંડર-15 બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની હતી. જેમાં એકલી ઝાંગ જિયૂએ 42 પોઇન્ટ સ્કોર કર્યા હતા. 25 રિબાઉન્ડ અને 6 શૉટ ડિફેન્ડ કરીને ઝાંગ જિયૂએ મેચમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સોશિયલ મીડિયામાં ઝાંગ જિયૂની બોલબાલા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સૌપ્રથમ વાર આનો વીડિયો પોસ્ટ કરાયો હતો. ત્યારપછી ટ્વિટરમાં વિવિધ યૂઝર્સે આને શેર કર્યો હતો, જેના પરિણામે ઝાંગ જિયૂની ચર્ચાઓ થવા લાગી હતી. વીડિયો જોયા પછી સોશિયલ મીડિયામાં યૂઝર્સ તેના ‘ગેમ-પ્લે’ની પ્રશંસા કરવા લાગ્યા હતા. લોકોએ કહ્યું કે ઝાંગ જિયૂ એક મેચ વિનર છે.

તમને જણાવી દઇએ કે આ યંગ ખેલાડીની તુલના ચીની બાસ્કેટબોલ સ્ટાર યાઓ મિંગ સાથે પણ કરાઈ રહી છે. યાઓ મિંગની હાઇટ પણ 7 ફુટ 4 ઇંચની છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *