Team India deliberately lost in the World Cup; England’s star all-rounder makes shocking revelation in his book ‘On Fire’ | વર્લ્ડ કપમાં જાણીજોઈને હારી હતી ટીમ ઇન્ડિયા; ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના પુસ્તક ‘ઓન ફાયર’માં કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Deliberately Lost In The World Cup; England’s Star All rounder Makes Shocking Revelation In His Book ‘On Fire’

10 કલાક પહેલા

ફાઇલ ફોટો

  • સ્ટૉક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ભારતીય ટીમ જાણીજોઈને ઇંગ્લેન્ડ સામે હારી, જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઈ જાય
  • સ્ટૉક્સના નિવેદનથી ચારેબાજુ બબાલ મચી ગઈ હતી

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે 2019 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન બેટ્સમેનનાં વલણ પર પોતાના પુસ્તકમાં કરેલા નિવેદનથી સમ્રગ ક્રિકેટજગતમાં તોફાન મચાવી દીધું છે. આ પુસ્તક 14 નવેમ્બર, 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ બોલર સિકંદર બખ્તએ દાવો કર્યા હતો કે સ્ટૉક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ભારતીય ટીમ જાણીજોઈને ઇંગ્લેન્ડ સામે હારી ગઈ, જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઇ જાય.

સ્ટૉક્સના નિવેદનથી ચારેબાજુ બબાલ મચી ગઈ હતી
બેન સ્ટોક્સે પોતાના પુસ્તક ‘ઓન ફાયર’માં વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ અને ભારત સામે રમાયેલી મેચનો ઉલ્લેખ કરેલો. તેણે કહ્યું હતું કે ‘ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાને 11 ઓવરમાં 112 રનની જરૂરત હતી અને એ સમયે ભારતીય ટીમને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, પરંતુ ધોની અને કેદાર જાધવે અજીબ રીતે બેટિંગ કરી હતી.

ધોનીએ ન બતાવ્યો જીતનો જુસ્સો
સ્ટૉકસ મુજબ, એ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીત મેળવવાનો જુસ્સો જ નહોતો બતાવ્યો. એટલું જ નહીં, તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાર્ટનરશિપ પર પણ સવાલો કર્યા હતા, જોકે બેન સ્ટૉક્સે પછી આ દાવો નકારી દીધો હતો.

ભારતની આ હારથી નિરાશ થયેલા ક્રિકેટના ચાહકો
વર્લ્ડ કપ 2019ના 38મી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 338 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ ખરાબ પ્રદર્શનને કારણે 5 વિકેટ પર 306 રન જ બનાવી શકેલી. ભારતની આ હાર જોઇને ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ હતી. ધોની અને જાધવ નોટઆઉટ રહ્યા હતા. બંનેની બેટિંગ નિરાશાજનક રહી અને ભારતને લક્ષ્ય સુધી પહોંચાડી નહોતા શક્યા. જોકે આ હારના લીધે પાકિસ્તાન વર્લ્ડ કપની બહાર ફેંકાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *