Taking the wicket on the first ball, Gayle celebrated in a unique way, Dale Steyn also went crazy; Video viral | પહેલા બોલ પર વિકેટ લેતા ગેઇલે અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું, ડેલ સ્ટેન પણ દિવાનો થયો; વીડિયો વાઇરલ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Taking The Wicket On The First Ball, Gayle Celebrated In A Unique Way, Dale Steyn Also Went Crazy; Video Viral

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકાને જીતવા માટે વેસ્ટઇન્ડિઝે 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
  • વેસ્ટઇન્ડિઝની ટીમે 21 રનથી મેચ જીતી હતી

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે T-20 સિરીઝ રમાઈ રહી છે. જેની પાંચમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 21 રને જીતી ગઈ હતી. આ મેચમાં ગેઇલ બેટિંગ દ્વારા સોરુ પ્રદર્શન નહોતો દાખવી શક્યો, પરંતુ પોતાની પરફેક્ટ ફિલ્ડીંગથી મેચ જીવંત રાખી હતી. ગેઇલે પોતાની ઓવરમાં બોલિંગ કરતા સમયે પહેલા બોલ પર વિકેટ લેતા અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

કેપ્ટન પોલાર્ડે ગેઇલને બોલિંગ આપી
મેચ દરમિયાન વેસ્ટઇન્ડિઝ ટીમના કેપ્ટન પોલાર્ડે બીજી ઓવર કરવા માટે ગઇલને બોલાવ્યો હતો. આ મેચમાં ગેઇલ સારા રન નહોતો બનાવી શક્યો જેથી એને બોલિંગમાં પણ એક તક આપવામાં આવી હતી. ગેઇલે પણ આ તકનો લાબ ઉઠાવીને ઓવરની પહેલી બોલ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડી હેન્ડ્રિક્સની વિકેટ લીધી હતી.

ગેઇલને જોઇને રિઝા હેન્ડ્રિક્સે સ્ટેપ આઉટ કર્યું
દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ લોફ્ટેડ શોટ મારવાના ચક્કરમાં સ્ટેપ આઉટ કર્યું હતું, પરંતુ બોલ અને બેટનો સંપર્ક ના થતા તે સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. આ વિકેટ લીધા પછી ક્રિસ ગેઇલ મેદાન પર કાર્ટવિલ કરતો નજરે પડ્યો હતો. ગેલનું આ સેલિબ્રેશન એના ફેન્સને પણ ગમ્યું અને ગણતરીની મિનિટોમાં તે વાઇરલ થઈ ગયું હતું. ડેલ સ્ટેને પણ ગેલના કૂલ અંદાજની પ્રશંસા કરી હતી. સ્ટેને ટ્વિટર પર લખ્યું હતું કે ક્રિસ ગેઇલ સૌથી કૂલેસ્ટ ક્રિકેટર છે.

વેસ્ટઇન્ડિઝની ટીમે ટોસ હાર્યો પણ મેચ જીતી
ટોસ હાર્ય પછી વેસ્ટઇન્ડિઝની ટીમ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ત્યારે લેન્ડલ સિમન્સ અને એવિન લુઈસે તેને મજબૂત શરૂઆત અપાવી હતી. આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલે 5 રન અને શિમરોન હેટમાયરે 7 રન બનાવ્યા હતા. આ બંને દિગ્ગજ બેટ્સમેનનું પ્રદર્શન સારુ ના હોવા છતાં, વેસ્ટઇન્ડિઝ ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં સાઉથઆફ્રિકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાંથી ક્વિંટન ડિકોકે 60 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *