Surati to be judge at Tokyo Olympics, first Indian judge in artistic gymnastics | ટોક્યો ઓલિમ્પિકમાં સુરતી ખેલાડી જજ બનશે, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં સૌપ્રથમ ભારતીય જજ તરીકે બહુમાન મળ્યું

[ad_1]

સુરત44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ખેલાડી તરીકે દેશ લેવલની સ્પર્ધામાં કાંઠુ કાઢનાર દીપક કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં જજ બન્યાં છે. - Divya Bhaskar

ખેલાડી તરીકે દેશ લેવલની સ્પર્ધામાં કાંઠુ કાઢનાર દીપક કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં જજ બન્યાં છે.

  • દીપક કાબરાએ 2009થી જજ તરીકે કામગીરી શરૂ કરી હતી

જાપાનના પાટનગર ટોક્યોમાં આગામી 23 જુલાઇથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે સુરતના દીપક કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં સિલેક્ટ ન થવાનો રંજ જજ તરીકે સિલેક્ટ થઇને પૂર્ણ કર્યો છે. આગામી દિવસોમાં ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં તેઓ જજ તરીકે સેવા આપશે.

ખેલાડી બાદ દીપક કાબરાએ જજ તરીકેની પરીક્ષાઓ આપી સિલેક્ટ થયાં છે.

ખેલાડી બાદ દીપક કાબરાએ જજ તરીકેની પરીક્ષાઓ આપી સિલેક્ટ થયાં છે.

ઈન્ટરનેશનલ જજ બન્યાં
ઘોડદોડ રોડ પર ઇન્ડોર સ્ટેડિયમ સામે સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા દીપક સુરેન્દ્ર કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં મેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં સિલેક્ટ થનાર ભારતના પ્રથમ જજ બનવાનું બહુમાન મળ્યું છે. દીપક કાબરાએ જણાવ્યું હતું કે,દરેક ખેલાડીનું સ્વપ્ન ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું હોય છે. હું જ્યારે ખેલાડી તરીકે જિમ્નાસ્ટિક્સમાં રમતો હતો, ત્યારે ઓલિમ્પિક સુધી પહોંચી શક્યો ન હતો. તેથી, મને ઓલિમ્પિકમાં ન પહોંચવાનો અફસોસ હતો. બાદમાં સ્પોર્ટ્સ સાથે જોડાણ શરૂ રાખી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. 2009 માં જજ તરીકે કામગીરી શરૂ કરી હતી. બાદમાં 2017 માં ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ઉતિર્ણ થતા ઇન્ટરનેશનલ જજ બન્યા હતા. ઓલિમ્પિક સિલેક્શન માટે ચાર વર્ષ સુધી વિવિધ સ્પર્ધામાં જજ તરીકે પર્ફોર્મન્સ જોવામાં આવે છે.

કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ,વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુનિવર્સિટી ગેમ્સ, વર્લ્ડકપ વગેરેમાં દીપક જજ રહી ચૂક્યાં છે.

કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ,વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુનિવર્સિટી ગેમ્સ, વર્લ્ડકપ વગેરેમાં દીપક જજ રહી ચૂક્યાં છે.

20થી વધુ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં જજ રહ્યાં
જિમ્નાસ્ટિક્સમાં દુનિયાભરમાંથી 50 જજ સિલેક્ટ થયા છે. ભારતમાંથી પ્રથમવાર તેમનું સિલેક્શન થયું છે. તેઓ ઓલિમ્પિકમાં જજ તરીકે સિલેક્ટ થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. તેમના પત્ની રિલાયન્સ ફાઉન્ડેશનમાં સીએ તરીકે નોકરી કરે છે.અત્યાર સુધીમાં 20થી વધુ ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ,વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુનિવર્સિટી ગેમ્સ, વર્લ્ડ કપ વગેરે પ્રતિયોગિતામાં જજ તરીકે સેવા આપી છે.

દીપક કાબરાની જજ તરીકે ઓલિમ્પિકમાં પસંદગી થતાં પરિવાર અને સ્નેહીઓએ શુભકામના આપી હતી.

દીપક કાબરાની જજ તરીકે ઓલિમ્પિકમાં પસંદગી થતાં પરિવાર અને સ્નેહીઓએ શુભકામના આપી હતી.

પાંચ વર્ષ સ્ટેટ ચેમ્પિયન રહ્યાં
દીપક કાબરા જિમ્નાસ્ટિક્સમાં નેશનલ લેવલ સુધી પહોંચ્યા હતા. તેઓ પાંચ વર્ષ સુધી સતત સ્ટેટ ચેમ્પિયન રહ્યા હતા. બાદમાં ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી હતી. રમત સાથે જોડાઇ રહેવા માટે જજ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાદમાં એક્ઝામ આપીને જજ બન્યા હતા.ભારતમાં સ્પોર્ટ્સની વેલ્યુ વધી રહી છે. ખેલાડી તરીકે રમતમાં નિષ્ફળ જાવ તો પણ અનેક રસ્તાઓ ખુલે છે. ખેલાડી નિવૃત્તિ બાદ કોચ, એમ્પાયર, કોમેન્ટેટર, મોટીવેટર, જજ, રેફરી તરીકે કારકિર્દી બનાવી શકે છે. તેથી, ખેલાડીઓએ મહેનત ચાલુ રાખવી જોઇએ. શરૂઆતની નિષ્ફળતાથી હતાશ થવું જોઇએ નહી તેમ વધુમાં દીપક કાબરાએ જણાવ્યું હતું.

ટોક્યો જતા દીપક કાબરાને મોં મીઠું કરાવી શુભકામના અપાઈ હતી.

ટોક્યો જતા દીપક કાબરાને મોં મીઠું કરાવી શુભકામના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *