Staying away from family for the Olympics, having to leave the country, stumbling and suffering, these women made their dreams come true | ઓલિમ્પિક માટે પરિવારથી દૂર રહી, દેશ સુદ્ધાં છોડવા પડ્યા, ઠોકરો ખાઈને અને મહેણાં સહન કરીને પણ આ મહિલાઓએ સપનું સાકાર કરી બતાવ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Staying Away From Family For The Olympics, Having To Leave The Country, Stumbling And Suffering, These Women Made Their Dreams Come True

ટોક્યો3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવનારી રેફ્યૂજી ટીમની એથ્લીટના સંઘર્ષની કહાની

સીરિયા, ઈરાન અને અફઘાનિસ્તાન… જ્યાં મહિલાઓ માટે સ્પોર્ટ્સ વિશે વિચારવું તો ઠીક, ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ છે. આ પરિસ્થિતિઓમાં પરિવાર અને દેશ છોડીને આ મહિલા એથ્લીટોએ ટોક્યો ઓલિમ્પિકમાં રમી રહેલી આઈઓસીની 29 સભ્યની રેફ્યૂજી ટીમમાં જગ્યા બનાવી છે. જાણો તેમનો સંઘર્ષ…

પતિ-પુત્રને સીરિયામાં છોડીને યુરોપ આવી, છ મહિના રેફ્યૂજી કેમ્પમાં રહીને તાલીમ લીધી: સેન્ડા
​​​​​​​ઓલિમ્પિક માટે 2015માં પતિ ફદી દર્વિશ (જે કોચ પણ છે) અને પુત્રને સીરિયામાં છોડીને નેધરલેન્ડ્ પહોંચી ગઈ. ત્યાં રેફ્યૂજી કેમ્પમાં રહી. એક માતા હોવા છતાં યુરોપ જઈને જુડોની ટ્રેનિંગ લેવી પડકારજનક કામ હતું. પરિવારથી દૂર હોવાથી હતાશ પણ હતી, પરંતુ કંઈ કર્યું ના હોત તો પાગલ થઈ જાત! એટલે પોતાની જાત વર્કઆઉટ, પ્રેક્ટિસમાં નીચોવી દીધી. છ મહિના પછી પરિવારનો સાથ મળ્યો. બીજાં બે બાળક પણ થયાં. 2019 અને 2021માં વર્લ્ડ જુડો અને ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લીધો. આખા પરિવારનું લક્ષ્ય ઓલિમ્પિક હતું. તેનાં ત્રણેય બાળક પણ કહેતાં, તારે ઓલિમ્પિકમાં જવાનું જ છે. – સેન્ડા અલ્ડાસ.

એકમાત્ર ઓલિમ્પિક મેડલ વિજેતા, પરંતુ તક ના મળી તો રમવા માટે દેશ છોડી દીધો: કિમિયા
​​​​​​​​​​​​​​રિયો ઓલિમ્પિકમાં ટેક્વાન્ડોમાં બ્રોન્ઝ મેડલ જીતીને મેં ઈરાન માટે ઈતિહાસ રચી દીધો. હું દેશની એકમાત્ર મહિલા ઓલિમ્પિક વિજેતા હતી. 2016માં હું મેડલ જીતીને ઈરાન ગઈ તો મારું જોરદાર સ્વાગત થયું, પરંતુ તે માત્ર દેખાડો હતો. સરકાર માટે અમારું કોઈ મહત્ત્વ નથી. અમે તેમના માટે ફક્ત ઉપયોગ કરવાનું હથિયાર છીએ. મારા પર માનસિક દબાણ હતું, લગ્ન પછી મને વારંવાર ટોકવામાં આવતી. છેવટે મેં રમત અને આઝાદી માટે ઈરાન છોડીને જર્મનીમાં રહેવાનું નક્કી કર્યું. ઓલિમ્પિકમાં જવાની મારી જીદના કારણે હું જીવિત રહી શકી. – કિમિયા અલીજાદેહ

​​​​​​​મારી હાંસી ઉડાવાઈ, મારા કોચ-સાથીદારોને ધમકાવાયા, પરંતુ મેં સાઈક્લિંગ ના છોડ્યું: માસોમા
​​​​​​​​​​​​​​હું મૂળ ઈરાનની છું. ઈરાનમાંથી કાઢી મુકાયા પછી અમારો પરિવાર અફઘાનિસ્તાનમાં વસ્યો હતો. અહીં મને અને મારી બહેનને મારા પિતાજીએ સાઈક્લિંગ શીખવ્યું. મેં 16 વર્ષની ઉંમરે નેશનલ ટીમમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ લોકોને તે પસંદ ના પડ્યું. કારની ટક્કર મારીને મને નીચે પાડી દેવાતી, મારી મજાક ઉડાવાતી. મારા કોચ-સાથીદારોને પણ ધમકીઓ અપાતી. અમારા પર ભારે દબાણ હતું જેથી અમારે 2017માં ફ્રાન્સ આવવું પડ્યું. અમારા પર સાઈક્લિંગ બંધ કરવાનું અને લગ્ન કરવાનું સામાજિક દબાણ હતું. એક દિવસ અફઘાનિસ્તાન પાછી ફરીશ અને ભવ્ય સાઈકલ રેલી આયોજિત કરીશ. – માસોમા અલી જાદા​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *