Sri Lankan Cricketers Niroshan Dickwella And Kusal Mendis Caught Breaching Bio bubble In Durham England; SLC Launches Probe | સિરીઝ હાર્યા પછી મેન્ડિસ અને ડિક્વેલા રસ્તા વચ્ચે સિગરેટ પિતા નજરે પડ્યા, બાયો-બબલનો ભંગ કર્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sri Lankan Cricketers Niroshan Dickwella And Kusal Mendis Caught Breaching Bio Bubble In Durham England; SLC Launches Probe

ડરહમ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
શ્રીલંકન ખેલાડીઓએ બાયો-બબલનો ભંગ કર્યો, ડરહમની ગલીમાં સિગરેટ પીતો વીડિયો વાઇરલ - Divya Bhaskar

શ્રીલંકન ખેલાડીઓએ બાયો-બબલનો ભંગ કર્યો, ડરહમની ગલીમાં સિગરેટ પીતો વીડિયો વાઇરલ

  • શ્રીલંકાની ટીમ સતત 2 શ્રેણી હારી ગઈ છે, ફેન્સ પણ ખેલાડીઓ પર ભડક્યા

ઈંગ્લેન્ડ ટૂરમાં ગયેલી શ્રીલંકન ટીમ વિવાદોમાં સપડાઈ છે. ટીમના 2 ખેલાડી કુસાલ મેન્ડિસ અને નિરોશન ડિક્વેલા સામે બાયો-બબલ અને કોવિડ પ્રોટોકોલનો ભંગ કર્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે એમા મેન્ડિસ અને ડિક્વેલા ડરહમની ગલીમાં સિગરેટ પીતા નજરે પડ્યા હતા.

આટલું જ નહીં, બંને ક્રિકેટરો માસ્ક વગર બહાર ફરી રહ્યા હતા. આ ઘટના રવિવારની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડે 3-0થી શ્રીલંકાને હરાવ્યું છે. ત્યારપછી ટીમના ખેલાડીઓ પર શ્રીલંકાના દર્શકો પણ ભડક્યા હતા. હવે આવી પરિસ્થિતમાં શ્રીલંકન ખેલાડીઓના સિગરેટ પિતા વીડિયો વાઇરલ થતા સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે.

ડરહમમાં મોડી રાત્રે બંને ક્રિકેટર્સે પાર્ટી કરી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વીડિયો રવિવારનો છે. રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ એક સોશિયલ મીડિયા યૂઝરે આ વીડિયો શેર કર્યો હતો. જેમા લખ્યું હતું કે જુઓ કેટલાક જાણીતા ચહેરાઓ, આ લોકો અહીંયા ક્રિકેટ રમવા નથી આવ્યા. સતત સિરીઝ હાર્યા પછી પણ ખેલાડીઓ આમ એન્જોય કરી રહ્યા છે.

મેચ રેફરી કોરોના સંક્રમિત
ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ સંકટમાં જણાઈ રહી છે. રવિવારે ત્રીજી T-20 મેચમાં જે રેફરી(ફિલ વિટ્ટિકેસ) હતા તે કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જોકે, ત્યારપછી બંને ટીમના ખેલાડીની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં તમામ ખેલાડીઓ નેગેટિવ આવ્યા હતા. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલા વનડેની મેચના ઓફિશિયલ્સને બદલવાનો નિર્ણય કર્યો છે.

ECB બંને ક્રિકેટર્સ સામે કડક પગલા ભરશે
પરેરા અને તેની શ્રીલંકન ટીમ અત્યારે સિરીઝ રમવા માટે બાયો-બબલમાં છે. તેમણે હોટલ છોડવાની અનુમતિ અપાઈ નથી. ખેલાડીઓ માત્ર હોટલથી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસથી હોટલ જ જઈ શકે છે. હવે બાયો-બબલના ભંગ પછી ECB ડિક્વેલા અને મેન્ડિસ સામે કડક પગલાં ભરશે.

શ્રીલંકન ક્રિકેટે આ અંગે તપાસ આદરી
મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે શ્રીલંકન બોર્ડે આ અંગે તપાસ હાથ ધરી છે. જો તમામ તથ્યો અને વાઇરલ વીડિયો સાચા હશે તો આ બંને ખેલાડીઓ સામે કડક પગલાં ભરાશે.

શ્રીલંકન ટીમ સતત 2 શ્રેણી હારી છે
શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામેની મે મહિનામાં વનડે શ્રેણી હારી હતી. ત્યારપછી ઈંગ્લિશ ટીમ સામે T-20 શ્રેણી પણ હારી ગઈ છે. સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે આ વીડિયો જોઇને જરાય એમ નથી લાગતું કે ખેલાડીઓને શ્રેણી હારી જવાનો કોઇ વસવસો હોય. આવા ખરાબ પ્રદર્શન પછી પણ તેમને પગાર વધારો જોઇએ છે. જેટલા રૂપિયા આવા ખેલાડીઓને અત્યારે મળી રહ્યા છે તેજ બરાબર છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *