Sourav Ganguly Happy Birthday : Interesting Facts About Dada; Team India’s Top 3 Performances Under Ganguly’s Captaincy | પિતાના કહેવા પર ગાંગુલી ફુટબોલરથી ક્રિકેટર બન્યો, સચિને કહ્યું- પ્રિય દાદી, હેપ્પી બર્થડે; ટીમને એ દાદીની જેમ પ્રેમ આપતા હતા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sourav Ganguly Happy Birthday : Interesting Facts About Dada; Team India’s Top 3 Performances Under Ganguly’s Captaincy

21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાદાએ કેપ્ટનશિપના 4 વર્ષ દરમિયાન 4 ICC ટૂર્નામેન્ટ ફાઇનલમાં ટીમને પહોંચાડી

BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનો આજે 49મો જન્મ દિવસ છે. ભારતના વન ઓફ ધ બેસ્ટ કેપ્ટનની યાદીમાં ગાંગુલીનું નામ પણ સામેલ છે. દાદા વર્ષ 2000માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. કેપ્ટન બન્યા પછી ગાંગુલીએ ટીમને વિદેશી જમીન પર જીતતા શીખવાડ્યું હતું. સચિન તેંડુલકરે શુભેચ્છા પાઠવતા કહ્યું કે મારી પ્રિય દાદી, હેપ્પી બર્થડે. તેંડુલકરે બાંગ્લામાં પોસ્ટ કરી હતી.

ગાંગુલીનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ ભારતમાં ફુટબોલનું હબ કહેવામાં આવતા કોલકાતામાં થયો હતો. નાનપણમાં ગાંગુલી ફુટબોલર બનવા માગતો હતો, પરંતુ પિતાના કહ્યા પછી ક્રિકેટમાં કરિયર શરૂ કર્યું. ક્રિકેટમાં ગાંગુલીએ લૉર્ડ્સમાં પોતાની પહેલી ટેસ્ટમાં સદી મારી હતી.

તેમની કેપ્ટનશિપમાં ટીમ 2000 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. તેની સાથે 2002માં ઇંગ્લેન્ડમાં રમાયેલી નેટવેસ્ટ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફીને પણ ગાંગુલી એન્ડ ટીમે જીતી હતી. તેણે એક અંડરકોન્ફિડન્ટ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરીને એને જીતતા શીખવ્યું હતું.

મોટાભાગના ખેલાડીઓ ગાંગુલીને દાદી કહેતા
સચિને પણ ગાંગુલીને દાદી કહીને બર્થડે વિશ કર્યું હતું. સચિને ગત વર્ષે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે ગાંગુલી મારો સારો મિત્ર છે. લોકો સૌરવને પ્રેમથી દાદી કહેતા હતા, પરંતુ હું તો શરૂઆતથી જ તેમને દાદી કહેતો હતો. તેથીજ મારું સાંભળીને અન્ય ખેલાડી પણ ગાંગુલીને દાદી કહેવા લાગ્યા હતા.

વિવિધ ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી
સૌરવ ગાંગુલીને પૂર્વ ક્રિકેટર્સે સહિત સચિન તેંડુલકરે પણ શુભેચ્છા પાઠવી હતી. તો ચલો જાણીએ આવી જ કેટલાક રસપ્રદ પોસ્ટ વિશે

ગાંગુલીને ગોડ ઓફ ઓફ-સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. તેણે ટીમને ફ્રન્ટથી લીડ કરી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીતવાની લત લગાડી હતી. ગાંગુલીએ યુવા વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ જેવા ક્રિકેટરોને તૈયાર કર્યા. જરૂર હોય ત્યારે તેમને સપોર્ટ પણ કર્યો હતો. અમે તમને એવા 3 ટૂર્નામેન્ટ અંગે જાણ કરીશું, જ્યાં ગાંગુલીએ પોતાની લીડરશિપ સ્કિલ્સથી બધાને પ્રભાવિત કર્યા હતા.

1. 2000 ચેમ્પિયન્સ ટ્રોફી, નૈરોબી
વર્ષ 2000 દરમિયાન નૈરોબીમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ હતી. જેમાં કુલ 11 ટીમે ભાગ લીધો હતો. જેમાં ગ્રુપ સ્ટેજની જગ્યાએ નૉકઆઉટ રાઉન્ડથી ટૂર્નામેન્ટની શરૂઆત કરાઈ હતી.

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જેવી ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. જોકે ફાઇનલમાં ટીમને ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ આ સમયથી ટીમે વિદેશી પિચ પર જીતવાનું શરૂ કર્યું હતું.

2. 2002 ચેમ્પિયન્સ ટ્રોફી, શ્રીલંકા
નેટવેસ્ટ સિરીઝ જીત્યા પછી 2 મહિનાની અંદર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા શ્રીલંકા પહોંચી હતી. ટીમને આ સિરીઝમાં કોઇ યોગ્ય સ્પિનર મળ્યો નહતો. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હરાવીને ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે આ મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. પહેલા દિવસે શ્રીલંકાની બેટિંગ પછી મેચ સ્થગિત કરવી પડી હતી. ICCએ રિઝર્વ ડેના દિવસે આ મેચ ફરી રમવા આદેશ કર્યો હતો, તે દિવસે પણ વરસાદનું વિઘ્ન નડતા ઈન્ડિયા અને શ્રીલંકાને જોઇન્ટ વિનર્સ ડિક્લેર કરી દેવાયા હતા.

3. 2002 નેટવેસ્ટ સિરીઝ, ઈંગ્લેન્ડ
ટીમ ઈન્ડિયા 2002માં 6 વર્ષ પછી ઈંગ્લેન્ડ ટૂર પર ગઈ હતી. 4 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે ટ્રાયંગ્યુલર સિરીઝ રમી હતી. ભારતે પોતાના કેમ્પેઇનની શરૂઆત ઇંગ્લેન્ડ સામે જીત મેળવીને કરી હતી. 272 રનને ચેઝ કરતા સમયે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી. નેટવેસ્ટ સિરીઝની ફાઇનલ સુધી ભારતે માત્ર એક મેચ હારી હતી.

ફાઇનલમાં ફરી એક વાર ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સામ-સામે આવી હતી. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા સમયે 325 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો હતો. શરૂઆતમાં ટીમના કેપ્ટન ગાંગુલીએ અર્ધસદી નોંધાવી હતી. ગાંગુલીના આઉટ થયા પછી ટીમે 39 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. ત્યારપછી ક્રિઝ પર યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે મેચને યોગ્ય દિશા આપી અને ભારતીય ટીમ 2 વિકેટે આ મેચ જીતી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *