Sourav Ganguly Defends Rishabh Pant, Says Impossible To Wear Mask All The Time | India Tour Of England | BCCI પ્રેસિડેન્ટ ગાંગુલીએ સ્વીકાર્યું કે રિષભ પંત વેમ્બલીમાં યૂરો કપની મેચ જોયા પછી પોઝિટિવ આવ્યો

[ad_1]

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઇંગ્લેન્ડમાં દર્શકો અંગે નિયમો બદલાયા હતા, પંત 8 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. - Divya Bhaskar

ઇંગ્લેન્ડમાં દર્શકો અંગે નિયમો બદલાયા હતા, પંત 8 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

  • કોરોનાવાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ખેલાડીઓ ડરહમ જશે નહીં

BCCI પ્રેસિડેન્ટ ગાંગુલીએ રિષભ પંત અંગે ઘટસ્ફોટ કર્યો હતો. એણે પણ સ્વીકાર્યું હતું કે રિષભ પંત વેમ્બલીમાં યૂરો કપની મેચ જોયા પછી પોઝિટિવ આવ્યો હતો. સૌરવ ગાંગુલીએ રિષભ પંતનો બચાવ કરતા કહ્યું હતું કે સતત માસ્ક પહેરીને ફરવું અસંભવ છે. પંત વેમ્બલીમાં ઇંગ્લેન્ડ અને જર્મનીની પ્રી-ક્વાર્ટરફાઇનલ મેચ જોવા પહોંચ્યો હતો. ત્યારપછી 8 જુલાઈએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એમની સાથે ટીમ ઇન્ડિયાના થ્રો-ડાઉન એક્સપર્ટ દયાનંદનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

ઇંગ્લેન્ડમાં દર્શકો માટે નવા નિયમો બનાવ્યા
સૌરભે ન્યૂઝ-18 સાથેની વાતચીતમાં કહ્યું કે ઇંગ્લેન્ડમાં યૂરો કપ અને વિમ્બલ્ડન બંને ટૂર્નામેન્ટમાં ફેન્સને લઇને નિયમોમાં ઘણા ફેરફાર કરાયા હતા. દર્શકોને છૂટછાટ અપાઈ હોવાથી લાખો લોકો પણ સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. ઈન્ડિયન ટીમ જો 20 દિવસના વેકેશન પર હોય તો તેવામાં માસ્ક પહેરવું સંભવ નથી.

પંતના 2 કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા
પંતે આઇસોલેશનમાં 8 દિવસ પૂરા કરી લીધા છે અને પોઝિટિવ આવ્યા પછી એના 2 રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયા છે. જોકે તે 7 દિવસ સુધી લંડનમાં જ રહેશે. વળીં, દયાનંદના સંપર્કમાં આવેલા બોલિંગ કોચ ભરત અરુણ, ઋદ્ધિમાન સાહા અને ઓપનર અભિમન્યુ ઇશ્વરનને પણ આઇસોલેટ કરાયા છે. આ તમામ અત્યારે લંડનમાં ચુસ્ત ક્વોરન્ટીન નિયમોનું પાલન કરી રહ્યા છે.

શંકાસ્પદ લક્ષણોવાળાને ડરહમ નહીં મોકલાય
ટીમ ઈન્ડિયા ગુરુવારે ડરહમ પહોંચી ગઈ છે. પંત, દયાનંદ, ભરત, સાહા અને અભિમન્યુને ટીમ ઈન્ડિયા સાથે ડરહમ નહીં મોકલાય. આ તમામ ખેલાડી લંડનમાં જ રહેશે, જ્યાં સુધી તેઓ 10 દિવસ સુધી આઇસોલેશન અને 2 નેગેટિવ RT-PCR ટેસ્ટ પછી જ એમને ડરહમ એન્ટ્રી મળશે. ભારત 20 જુલાઈથી કાઉન્ટી-XI સામે પ્રેક્ટિસ મેચ રમશે.

શુભમનની જગ્યાએ કોણ ઓપનિંગ કરશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાશે. ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાથી સિરીઝમાંથી બહાર છે. ગાંગુલીને જ્યારે આ અંગે સવાલ કરાયો કે શુભમનના સ્થાને કોણ બોલિંગ કરશે? ત્યારે એણે કહ્યું કે હું આ બધી સિલેક્શન પ્રોસેસમાં નથી પડતો, આ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *