shoaib akhtar | ‘If I had played in the 2011 World Cup semifinals, I would have broken the ribs of an Indian batsman,’ said the former PAK fast bowler. | PAKના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું- જો મેં 2011 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભાગ લીધો હોત, તો ભારતીય બેટ્સમેનની પાંસળીઓ તોડી નાખી હોત

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shoaib Akhtar | “If I Had Played In The 2011 World Cup Semifinals, I Would Have Broken The Ribs Of An Indian Batsman,” Said The Former PAK Fast Bowler.

એક દિવસ પહેલા

શોએબ અખ્તર અને સચિન તેંડુલકરની ફાઈલ તસવીર

  • ભારતીય ટીમે સેમિફાઈનલમાં પાકિસ્તાનને 29 રનથી હરાવ્યું હતું
  • આ મેચમાં પાકિસ્તાનની પ્લેઈંગ-11માં અખ્તરનો સમાવેશ કરાયો નહતો

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિવાદિત ટિપ્પણી કરી છે. એણે સોશિયલ મીડિયામાં સવાલ-જવાબનો રાઉન્ડ શરૂ કર્યો હતો. જેમાં એક ફેને 2011 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રમવા બાબતે પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો એણે જે જવાબ આપ્યો હતો એ ભારતીય ફેનને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે. શોએબે સેમિફાઈનલમાં ભારતીય ટીમના બેટ્સમેનને જાણી જોઈને ઈજા પહોંચાડવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. (પાકિસ્તાન ટીમની પ્લેઈંગ-11માં અખ્તરની પસંદગી નહોતી કરાઈ)

અખ્તરે સોશિયલ મીડિયામાં વિવાદિત જવાબ આપ્યો
શોએબ અખ્તરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સવાલ-જવાબનો સેશન રાખ્યો હતો. જેમાં એક ફેને પૂછ્યું હતું કે જો તે 2011 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં ભારત વિરૂદ્ધ પ્રદર્શન દાખવ્યું હોત, તો શું તમે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધુનો બોલ ફેંક્યો હોત? આ અંગે અખ્તરે જવાબ આપ્યો હતો કે જો હું મારા અંગત સૌથી ઝડપી બોલનો રેકોર્ડ ન તોડી શક્યો હતો, તો પણ ભારતીય ખેલાડીઓના પગ અને અંગૂઠાને જરૂર ઈજા પહોંચાડી હોત. આની સાથે મારા ફાસ્ટ બોલિંગ દરમિયાન મોટાભાગના ભારતીય બેટ્સમેનની પાંસળી પણ તોડી નાખી હોત.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2011 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ મોહાલીમાં યોજાઈ હતી. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 29 રને પરાસ્ત કર્યું હતું. આ મેચમાં પાકિસ્તાનની પ્લેઈંગ-11માં તક આપવામાં આવી નહોતી.

2011 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સચિન તેંડુલકરે 85 રનની મેચ વિનંગ ઈનિંગ રમી હતી.

2011 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સચિન તેંડુલકરે 85 રનની મેચ વિનંગ ઈનિંગ રમી હતી.

સચિન મેન ઓફ ધ મેચ રહ્યો
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 260 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે આ મેચમાં મહત્ત્વપૂર્ણ 85 રનની ઈનિંગ નોંધાવી હતી. તેંડુલકર સિવાય વીરેન્દ્ર સહેવાગે 38 અને સુરેશ રૈનાએ અણનમ 36 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 49.5 ઓવરમાં 231 બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો.

શોએબ અખ્તરની ફાઈલ તસવીર

શોએબ અખ્તરની ફાઈલ તસવીર

વિશ્વનો સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ અખ્તરને નામ
ક્રિકેટ જગતમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ પણ શોએબ અખ્તરના નામે નોંધાયો છે. 2003 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં યોજાયો હતો, જેમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધની મેચમાં શોએબ અખ્તરે ક્રિકેટ જગતના ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. જેનો સામનો ઈંગ્લેન્ડના બેટ્સમેન નિક નાઈટે કર્યો હતો. આની સાથે શોએબ અખ્તરે ICCની આંતરરાષ્ટ્રીય મેચમાં 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આ સિદ્ધી પ્રાપ્ત કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ ફોર્મેટમાં કુલ 163 મેચમાં 247 વિકેટ ઝડપી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *