Shikhar Dhawan to captain T-20 and ODI series, Bhavnagar player Chetan Sakaria included in the squad | શિખર ધવન T-20 અને વનડે સિરીઝમાં કેપ્ટન રહેશે, ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાનો ટીમમાં સમાવેશ

[ad_1]

મુંબઈ2 દિવસ પહેલા

  • કૉપી લિંક
(ફાઈલ ફોટો). - Divya Bhaskar

(ફાઈલ ફોટો).

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે અને T-20 ટીમોની જાહેરાત કરી છે. ઓપનર શિખર ધવનને બન્ને ફોર્મેટમાં કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઉપ-કેપ્ટન રહેશે. કોચના નામ પર હજુ સસ્પેન્સ છે, જોકે એવું માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ આ ટૂરમાં ટીમના મુખ્ય કોચ રહેશે. ભારતીય ટીમમાં ભાવનગરના ઝડપી બોલર ચેતન સાકરિયાને પણ સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહેલા 3 વનડે સિરીઝ રમશે. આ મેચ 13,16 અને 18 જુલાઈના રોજ રમાશે. ત્યાર બાદ 21,23 અને 25 જુલાઈના રોજ 3 ટી-30 મેચની સિરીઝ રમશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ બન્ને સિરીઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયેલા ખેલાડીનો સમાવેશ થતો નથી, કારણ કે ભારતીય ટીમ જૂન મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડમાં જ રોકાશે અને ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે તૈયારી કરશે.

શ્રીલંકા માટે ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા
વિકેટકિપરઃ ઈશાન કિશન, સંજુ સેમસન
ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુષ્ણપ્પા ગૌતમ
બોલરઃ યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

ભારતીય ટીમમાં પસંદગી પામેલ ચેતન સાકરિયા કોણ છે
ચેતન સાકરિયા સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર છે.​​ ​​​​​વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રાખી. ત્યાર બાદ ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી.પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતને 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. તેના પપ્પા કાનજીભાઈ ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી વર્ષાબેન હાઉસવાઈફ છે.

જુનેદ ખાનની એક્શન કોપી કરીને ફાસ્ટ બોલર બન્યો હતો
તેનો ​ ફેવરિટ ખેલાડી ​​​​​​
યુવરાજ સિંહ છે. તે ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે. વર્ષ 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનેદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત ભારતના ઘણા સ્ટાર્સને બોલ્ડ કર્યા હતા. ત્યારે એ બોલિંગથી તે ઘણો પ્રભાવિત થયો હતો અને તેની એક્શનને કોપી કરતાં ફાસ્ટ બોલર બની ગયો.

ભાઈ રાહુલ અને બહેન જિજ્ઞાસા સાથે ચેતનની તસવીર.

ભાઈ રાહુલ અને બહેન જિજ્ઞાસા સાથે ચેતનની તસવીર.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *