Shadab dives and catches a superb catch, Sarfaraz hits hard instead of applauding | શાદાબે ડાઈવ મારીને શાનદાર કેચ પક્ડયો, શાબાશી આપવાને બદલે સરફરાઝે જોરદાર ફટકાર લગાવી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Shadab Dives And Catches A Superb Catch, Sarfaraz Hits Hard Instead Of Applauding

2 કલાક પહેલા

  • કૉપી લિંક
છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. - Divya Bhaskar

છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ઈંગ્લેન્ડની B ટીમ વિરૂદ્ધ પાકિસ્તાન 3-0થી શરમજનક રીતે હાર્યું છે. છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મેચમાં સરફરાઝને તક મળી ન હતી અને તે સબ્સ્ટિટ્યૂટ કીપર તરીકે ફીલ્ડીંગ કરવા આવ્યો હતો. પરંતુ તેની ખોટા કોલને કારણે એક આસાન કેચ છૂટવાનો હતો, પરંતુ પોઈન્ટમાં ઊભેલા શાદાબે ડાઈવ મારીને કેચ પકડી લીધો. જે બાદ તેની પ્રશંસા કરવાને બદલે સરફરાઝે તેના પર જોરદાર ખીજાયો હતો.

લુઇસ ગ્રેગરીના કેચને લઈને સરફરાઝ-શાદાબ વચ્ચે તૂ-તૂ મેં-મેં
મેચમાં પાકિસ્તાને 331 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવબામાં ઈંગ્લેન્ડની ટીમે 44મી ઓવર સુધીમાં 6 વિકેટ ગુમાવીને 303 રન બનાવી લીધા હતા. 45મી ઓવરમાં હરીસ રઉફ બોલિંગ કરવા આવ્યો. તેના પહેલાં જ બોલે લુઇસ ગ્રેગરીએ જોરદાર શોટ ફટકારવા જતા ઊંચો શોટ રમી બેઠો. વિકેટકીપર સરફરાઝ અે પોઈન્ટ પર ઊભેલા શાદાબ બંને કેચ પકડવા માટે દોડ્યા હતા.

સરફરાઝે શાદાબને કોઈ જ કોલ ન આપ્યો
આ દરમિયાન શાદા સતત સરફરાઝ પર નજર લગાવીને ઊભો હતો અને કોલની વેટ કરી રહ્યો હતો. પરંતુ સરફરાઝની નજર તેના પર ન પડી અને ન તો તેને શાદાબને કોઈ કોલ આપ્યો. આગળ વધતા વધતા સરફરાઝે જ્યારે સામેથી શાદાબને આવતો જોયો તો તે રોકાય ગયો. અંતે શાદાબે જેમ તેમ કરીને ડાઈવ મારીને કેચ પકડ્યો. આ પ્રકારના કેચ મોટા ભાગે વિકેટકીપર જ પકડતા હોય છે. પરંતુ સરફરાઝની ભૂલ ટીમને ભારે પડી હોત.

સરફરાઝે શાદાબે કેચ પકડ્યા બાદ ખરીખોટી સંભળાવી
જે બાદ શાદાબે તેનો વિરોધ કર્યો, તો સરફરાઝે તેના પર જ ગુસ્સે થઈ બુમો પાડવા લાગ્યો અને તેને ખીજાવવા લાગ્યો, પરંતુ શાદાબે કંઈ જ ન કહ્યું અને ટીમની સાથે વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો. જો કે આ વિકેટથી પાકિસાતનની ટીમને કોઈ જ ફરક ન પડ્યો અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3 વિકેટથી હરાવી. જેમ્સ વિંસે 102 રનની જોરદાર ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 16 જુલાઈથી ટી-20 સીરીઝ
બંને ટીમ વચ્ચે હવે 3 મેચની વનડે સીરીઝ રમાશે.જેનો પ્રારંભ 16 જુલાઈથી થશે. 18 જુલાઈએ બીજી અને 20 જુલાઈએ ત્રણ ટી-20 મેચ રમાશે. ટી-20 સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન મોર્ગન સહિત મેઈન ખેલાડીઓની વાપસી થઈ છે. આ તમામને કોરોના સંદિગ્ધ હોવાને કારણે પહેલાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *